عن أنس بن مالك رضي الله عنه:
أَنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ وَمُعَاذٌ رَدِيفُهُ عَلَى الرَّحْلِ قَالَ: «يَا مُعَاذُ بْنَ جَبَلٍ»، قَالَ: لَبَّيْكَ يَا رَسُولَ اللهِ وَسَعْدَيْكَ، قَالَ: «يَا مُعَاذُ»، قَالَ: لَبَّيْكَ يَا رَسُولَ اللهِ وَسَعْدَيْكَ، ثَلَاثًا، قَالَ: «مَا مِنْ أَحَدٍ يَشْهَدُ أَنْ لَا إِلَهَ إِلَّا اللهُ وَأَنَّ مُحَمَّدًا رَسُولُ اللهِ صِدْقًا مِنْ قَلْبِهِ إِلَّا حَرَّمَهُ اللهُ عَلَى النَّارِ»، قَالَ: يَا رَسُولَ اللهِ، أَفَلَا أُخْبِرُ بِهِ النَّاسَ فَيَسْتَبْشِرُوا؟ قَالَ: «إِذًا يَتَّكِلُوا». وَأَخْبَرَ بِهَا مُعَاذٌ عِنْدَ مَوْتِهِ تَأَثُّمًا.
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 128]
المزيــد ...
અનસ બિન મલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે:
જ્યારે મુઆઝ રઝી અલ્લાહુ અન્હુ નબી ﷺ ની પાછળ સવારી પર સાથે હતા, નબી ﷺ એ કહ્યું: «હે મુઆઝ બિન જબલ !» તેઓએ કહ્યું: હે અલ્લાહના રસૂલ ! હું હાજર છું, ફરી નબી ﷺ એ કહ્યું: «હે મુઆઝ બિન જબલ !» તેઓએ કહ્યું: હે અલ્લાહના રસૂલ ! હું હાજર છું, ત્રીજી વખત આમ કહેતા પછી નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિ સાચા દિલથી કહે કે અલ્લાહ સિવાય કોઈ ઇલાહ નથી અને મુહમ્મદ ﷺ અલ્લાહના રસૂલ અને તેના બંદા છે, તો તેના માટે જહન્નમની આગ હરામ થઈ જશે», મુઆઝ રઝી અલ્લાહુ અન્હુ એ કહ્યું: હે અલ્લાહના રસૂલ ! શું હું લોકોને આ ખુશખબર આપી દઉં? નબી ﷺ એ કહ્યું: «લોકો આના પર જ ભરોસો કરી લેશે». મુઆઝ રઝી અલ્લાહુ અન્હુ એ પોતાના મૃત્યુના સમયે ઇલ્મ છુપાવી લેવાના મોટા ગુનાહથી બચતા આ હદીષ લોકોને જણાવી દીધી.
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 128]
મુઆઝ બિન જબલ રઝી અલ્લાહુ અન્હુ નબી ﷺ ની પાછળ સવારી પર બેઠા હતા, નબી ﷺ એ તેમનું નામ લઈ ત્રણ વખત કહ્યું: હે મુઆઝ ! નબી ﷺ એ તેમણે ત્રણ વખત એટલા માટે સંબોધિત કર્યા કે આગળ જે વાત કહેવામાં આવી રહી છે તે મહત્વની છે.
અને ત્રણેય વખત નબી ﷺ ને મુઆઝ રઝી અલ્લાહુ અન્હુ એ જવાબ આપ્યો: હું હાજર છું, હું તમારાથી ખુશ છું, હું તમને જવાબ આપી રહ્યો છું, હે અલ્લાહના રસૂલ ! અને તમારા જવાબ આપવા પર મને ખુશી થઈ રહી છે.
નબી ﷺ એ જણાવ્યું કે જે વ્યક્તિ ગવાહી આપે કે અલ્લાહ સિવાય કોઈ સાચો ઇલાહ નથી, અર્થાત્: અલ્લાહ સિવાય કોઈ સાચો મઅબૂદ (પૂજ્ય) નથી, અને મુહમ્મદ ﷺ અલ્લાહના રસૂલ છે, અને આ ગવાહી સાચા દિલથી આપે, જૂઠું બોલ્યા વગર, અને તે તેજ સ્થિતિમાં મૃત્યુ પામે તો જહન્નમની આગ તેના પર હરામ થઈ જશે.
મુઆઝ રઝી અલ્લાહુ અન્હુ એ સવાલ કર્યો કે હે અલ્લાહના રસૂલ ! લોકોને આ ખુશખબર જણાવી દઉં, જેથી લોકો ખુશ થાય અને લોકો આ સાંભળી રાજી થઈ જશે?
નબી ﷺ ડરી ગયા કે ક્યાંક લોકો આ વાત પર જ ભરોસો ન કરી લે અને અમલ કરવાનું ઓછું ન કરી દે.
તો મુઆઝ રઝી અલ્લાહુ અન્હુ એ પોતાના મૃત્યુ સુધી કોઈને આ વાત ન જણાવી, મૃત્યુના સમયે ઇલ્મ છુપાવવાના ગુનાહના કારણે જણાવી દીધી.