عَنْ عُمَرَ بْنِ الخَطَّابِ رَضِيَ اللَّهُ عَنْهُ:
قَدِمَ عَلَى النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ سَبْيٌ، فَإِذَا امْرَأَةٌ مِنَ السَّبْيِ قَدْ تَحْلُبُ ثَدْيَهَا تَسْقِي، إِذَا وَجَدَتْ صَبِيًّا فِي السَّبْيِ أَخَذَتْهُ، فَأَلْصَقَتْهُ بِبَطْنِهَا وَأَرْضَعَتْهُ، فَقَالَ لَنَا النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «أَتُرَوْنَ هَذِهِ طَارِحَةً وَلَدَهَا فِي النَّارِ؟» قُلْنَا: لاَ، وَهِيَ تَقْدِرُ عَلَى أَلَّا تَطْرَحَهُ، فَقَالَ: «لَلَّهُ أَرْحَمُ بِعِبَادِهِ مِنْ هَذِهِ بِوَلَدِهَا».  
                        
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 5999]
                        
 المزيــد ... 
                    
ઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું:
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે કેટલાક કેદીઓને લાવવામાં આવ્યા, કેદીઓમાં એક સ્ત્રી હતી, જે દોડી રહી હતી, એટલામાં જ એક બાળક તેને તે કેદીઓ સાથે મળ્યો, તેણીએ તેને તરત જ છાતીએ લગાવ્યો અને તેને દૂધ પીવડાવવા લાગી, અમને અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ પૂછ્યું: શું તમે અનુમાન લગાવી શકો છો કે આ સ્ત્રી પોતાના બાળકને આગમાં નાખી પણ શકે છે? અમે કહ્યું: અલ્લાહની કસમ! ક્યારેય નહીં, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «અલ્લાહ પોતાના બંદાઓ પર તેના કરતાં પણ વધારે દયાળુ છે, જેટલું આ સ્ત્રી પોતાના બાળક પ્રત્યે દયા દાખવી રહી છે». 
                                                     
                                                                                                    
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 5999]                                            
હવાઝિન કબીલાના કેટલાક કેદીઓ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે લાવવામાં આવ્યા, એક સ્ત્રી પોતાના નાના બાળકને શોધી રહી હતી, જ્યારે તેને એક બાળક મળી ગયું, તો તેણે તેની છાતીથી લગાવી તેને દૂધ પીવડાવવા લાગી, તેનું દૂધ છાતીમાં એકઠું થવાથી તેને તકલીફ તહી રહી હતી, એટલા માટે જયારે તેણીને પોતાનો બાળક મળ્યો તો તરત જ તેને પોતાની છાતીએ લગાડી દૂધ પીવડાવવા લાગી, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ સહાબાઓને કહ્યું: શું તમે અનુમાન લગાવી શકો છો કે આ સ્ત્રી પોતાના બાળકને આગમાં ફેંકી શકે છે? અમે કહ્યું: કદાપિ નહીં, તે આવું નહીં કરે. તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: અલ્લાહની કસમ! અલ્લાહ પોતાના મુસલમાન બંદાઓ માટે તેના કરતા પણ વધુ દયાળુ છે.