+ -

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللَّهُ عَنْهُ:
عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ: «قَالَ اللَّهُ: كَذَّبَنِي ابْنُ آدَمَ وَلَمْ يَكُنْ لَهُ ذَلِكَ، وَشَتَمَنِي وَلَمْ يَكُنْ لَهُ ذَلِكَ، فَأَمَّا تَكْذِيبُهُ إِيَّايَ فَقَوْلُهُ: لَنْ يُعِيدَنِي، كَمَا بَدَأَنِي، وَلَيْسَ أَوَّلُ الخَلْقِ بِأَهْوَنَ عَلَيَّ مِنْ إِعَادَتِهِ، وَأَمَّا شَتْمُهُ إِيَّايَ فَقَوْلُهُ: اتَّخَذَ اللَّهُ وَلَدًا وَأَنَا الأَحَدُ الصَّمَدُ، لَمْ أَلِدْ وَلَمْ أُولَدْ، وَلَمْ يَكُنْ لِي كُفْؤًا أَحَدٌ».

[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 4974]
المزيــد ...

અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે:
નબી ﷺ એ કહ્યું: «અલ્લાહ તઆલાએ કહ્યું: આદમના સંતાને મને જૂઠલાવ્યો, જો કે તેના માટે આ યોગ્ય ન હતું, તેણે મને ગાળો આપી, જોકે તેનો આ અધિકાર ન હતો, મને જૂઠલાવવાનો અર્થ એ કે આદમના સંતાન કહે છે: હું તેને બીજી વખત જીવિત નહીં કરું, જો કે મારા માટે તેને ફરી વાર જીવિત કરવું, પહેલી વખત જીવિત કરતા વધુ સરળ છે, અને મને ગાળો આપવી કે તેનું આ પ્રમાણે કહેવું: અલ્લાહએ પોતાના માટે સંતાન બનાવી, જો કે હું એકલો છું, બે નિયાઝ છું, ન તો મારી કોઈ સંતાન છે, ન તો હું કોઇની સંતાન છું».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહુલ્ બુખારી - 4974]

સમજુતી

આ હદીષમાં નબી ﷺ એ હદીષે કુદસીમાં જણાવ્યું કે સર્વ શ્રેષ્ઠ અલ્લાહ તઆલાએ મુશરિકો અને કાફિરો વિષે જણાવ્યું કે તેઓએ મને જૂઠલાવ્યો, અને અલ્લાહ માટે ખામી વર્ણન કરી જો કે આમ કરવું તેમનો અધિકાર ન હતો,
બસ અલ્લાહને જૂઠલાવવું: અલ્લાહ તેમને તેમના મૃત્યુ પછી ફરી વાર જીવિત નહીં કરી શકે, જેમકે તેમને બિનઅસ્તિત્વ માંથી પહેલી વખત જીવિત કર્યા હતા, તો અલ્લાહ તઆલાએ તેમને જવાબ આપ્યો કે જેણે સર્જન કરવાની શરૂઆત કરી છે, શું તે બીજી વખત સર્જન કરવા પર શક્તિ નથી ધરાવતો? જો આ કાર્ય અલ્લાહ માટે છે, તો તેના માટે પહેલી વખત સર્જન કરવું બીજી વખત સર્જન કરવું બંને સરખું છે, અને અલ્લાહ દરેક વસ્તુ પર સંપૂર્ણ કુદરત ધરાવે છે.
અને અલ્લાહને ગાળો આપવાનો અર્થ: તેના માટે સંતાન છે, તો અલ્લાહ તઆલાએ તેનો જવાબ આપ્યો કે તે અહદ છે, અર્થાત્: પોતાના દરેક નામો, ગુણો અને કાર્યોમાં એકલો છે, અને તે દરેક પ્રકારની ખામીઓથી પાક છે, તે સમદ છે, અર્થાત્: જે કોઈનો મોહતાજ નથી, અને દરેક લોકો તેના મોહતાજ છે, જે ન તો કોઈનો પિતા છે ન તો કોઈની સંતાન, ન તો તેના જેવું કોઈ હતું ન છે, અને અલ્લાહ તઆલા દરેક પ્રકારની ખામીઓથી પવિત્ર છે.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી થાય પૂશ્તો આસામી السويدية الأمهرية الهولندية Kirgisisch النيبالية Yoruba الليتوانية الدرية الصربية الصومالية Kinyarwanda الرومانية المجرية التشيكية الموري Malagasy Oromo Kanadische Übersetzung الولوف الجورجية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. અલ્લાહની સંપૂર્ણ શક્તિને સાબિત કરવી.
  2. મૃત્યુ પછી ફરી વાર જીવિત કરવામાં આવશે.
  3. જે મૃત્યુ પછી ફરીવાર જીવિત કરવાનો ઇન્કાર કરે અને કોઈને અલ્લાહ તઆલાની સંતાન બનાવે તે કાફિર છે.
  4. અલ્લાહ તઆલા માટે કોઈ ઉદાહરણ અને સમાનતા નથી.
  5. પવિત અલ્લાહની વિશાળ હિકમત, અને કાફિરોને મહેતલ આપવી કે તેઓ તૌબા કરી લે અને પાછા ફરી જાય.
વધુ