+ -

عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«قَارِبُوا وَسَدِّدُوا، وَاعْلَمُوا أَنَّهُ لَنْ يَنْجُوَ أَحَدٌ مِنْكُمْ بِعَمَلِهِ» قَالُوا: يَا رَسُولَ اللهِ وَلَا أَنْتَ؟ قَالَ: «وَلَا أَنَا، إِلَّا أَنْ يَتَغَمَّدَنِيَ اللهُ بِرَحْمَةٍ مِنْهُ وَفَضْلٍ».

[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 2816]
المزيــد ...

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«સત્ય માર્ગ પર ચાલો, અને જ્યાં સુધી શક્ય હોય તેની નજીક રહો, અને જાણી લો કે કોઈ પણ વ્યક્તિ પોતાના કાર્યોના બદલામાં નજાત મેળવી નથી શકતો» સહાબા રઝી અલ્લાહુ અન્હુમએ સવાલ કર્યો: હે અલ્લાહના પયગંબર!તમે પણ નહીં? નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હું પણ નહીં, તે અલગ વાત છે કે અલ્લાહ મને પોતાની કૃપા અને રહેમત વડે ઢાંકી લે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહ મુસ્લિમ - 2816]

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પોતાના સહાબાને શિક્ષા આપી રહ્યા છે કે સત્કાર્યો કરો, જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી અલ્લાહથી ડરો, અતિરેક અને આળસ કર્યા વગર, અને દરેક સત્કાર્યો સુન્નત પ્રમાણે અને અલ્લાહ માટે નિખાલસ થઈને કરો, જેથી તે અલ્લાહ પાસે સ્વીકારવામાં આવે અને રહેમતો ઉતરવાનું કારણ બને.
ફરી જણાવ્યું કે તમારા માંથી કોઈ પણ અલ્લાહની કૃપા વગર પોતાના કાર્યોના બદલામાં નજાત નહીં પ્રાપ્ત કરી શકે.
સહાબા રઝી અલ્લાહુ અન્હુમએ કહ્યું: હે અલ્લાહના પયગંબર શું તમે પણ પોતાના મહાન કાર્યોના બદલામાં છુટકારો પ્રાપ્ત નહિ કરી શકો?
તો નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: હું પણ નહીં, જો અલ્લાહ ઇચ્છશે તો મને પોતાની કૃપા વડે ઢાંકી લે શે.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ સ્વાહીલી થાય પૂશ્તો આસામી الأمهرية الهولندية النيبالية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું; (સત્ય માર્ગ પર ચાલો અને જ્યાં સુધી શક્ય હોય ત્યાં સુધી તેણી નજીક રહો): અર્થાત્ અલ્લાહ પાસે સત્ય માર્ગની તૌફીક માંગો, અને સત્કાર્યો કરો, ભલેને તમે અસમર્થ હોવ, મધ્યસ્થ માર્ગ અપનાવો, અર્થાત્ મધ્ય માર્ગ અપનાવો, સીધા માર્ગ પર ચાલો: સત્ય માર્ગ પર, અને તે માર્ગ અતિરેક અને ગફલત દરમિયાનનો માર્ગ છે, જેથી અતિરેક ન કરો અને ન તો ગફલત.
  2. ઈમામ ઈબ્ને બાઝ રહિમહુલ્લાહએ કહ્યું: સત્કાર્યો જન્નતમાં દાખલ થવાનું કારણ છે, એવી જ રીતે ખરાબ કૃત્યો પણ જહન્નમમાં દાખલ થવાનું કારણ છે, અને આ હદીષ દ્વારા જાણવા મળ્યું કે જન્નતમાં પ્રવેશ ફક્ત કાર્યોના આધારે નહીં થાય, પરંતુ તેના માટે પવિત્ર અને ઉચ્ચ અલ્લાહની માફી અને કૃપા જરૂરી છે, બસ જે પોતાના સત્કાર્યો બદલામાં જન્નતમાં દાખલ થઈ જાય, તો તેના માટે પવિત્ર અલ્લાહની કૃપા, રહેમત, માફી અને દરગુજર જરૂરી છે.
  3. બંદાએ પોતાના કાર્યોથી ધોખો ન ખાવો જોઈએ, ભલેને તે કેટલા મોટા પણ કાર્યો ન હોય; કારણકે અલ્લાહની મહાનતા તેના કાર્ય કરતાં વધુ મહાન છે, એટલા માટે બંદાએ અલ્લાહથી આશા અને ડર બંને રાખવો જોઈએ.
  4. અલ્લાહની પોતાના બંદા પર મહાન કૃપાનું વર્ણન કે તે તેમના કાર્યો કરતાં વધુ વિશાળ છે.
  5. સત્કાર્યો જન્નતમાં દાખલ થવાનું કારણ છે, અને તેના દ્વારા સફળતા પ્રાપ્ત થવી તે અલ્લાહની રહેમત અને કૃપા વડે છે.
  6. ઈમામ કિરમાની રહિમહુલ્લાહએ કહ્યું: "જો દરેક લોકો અલ્લાહની રહેમત (કૃપા) વગર જન્નતમાં દાખલ થઈ શકતા નથી, અહીંયા નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનું નામ ખાસ કરીને લેવામાં આવ્યું એટલા માટે કે તેના દ્વારા સાબિત થાય છે કે ભલેને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જન્નતમાં દાખલ થઈ જાય, પરંતુ તેમના માટે પણ અલ્લાહની રહમત અને કૃપા જરૂરી છે, તો પછી સામાન્ય વ્યક્તિ કઈ રીતે અલ્લાહની કૃપા વગર પ્રવેશી શકે છે.
  7. ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: અલ્લાહ તઆલાની આ આયતનો અર્થ: {જાઓ જન્નતમાં, પોતાના તે કર્મોના બદલામાં, જે તમે કરતા હતા} [અન્ નહલ: ૩૨], {આ જ તે જન્નત છે, જેના તમે વારસદાર બનાવવામાં આવ્યા છો. પોતાના તે કર્મોના બદલામાં, જે તમે (દુનિયામાં) કરતા રહ્યા} [અઝ્ ઝુખ્રુફ્: ૭૨], એવી જ રીતે આ આયતો જેવી બીજી આયતો જે તે વાત દર્શાવે છે કે પોતાના કાર્યોના બદલામાં જન્નતમાં દાખલ થઈ જાઓ, તે આ હદીષ વિરુદ્ધ નથી, પરંતુ આ પ્રકારની આયતોનો અર્થ એ છે કે સત્કાર્યો જન્નતમાં દાખલ થવાનો એક સ્ત્રોત છે, જેથી આ પ્રકારના કામો કરતી વખતે તેમાં ઇખલાસ અપનાવવો જોઈએ, અને દરેક કાર્યો અલ્લાહની રહેમત અને કૃપા વડે કબૂલ થાય છે, જેથી આ વાત સાચી છે કે ફક્ત સત્કાર્યોના કારણે જ જન્નતમાં દાખલ નહીં થવાઈ, જેવુ કે આ હદીષ દ્વારા જાણવા મળ્યું, પરંતુ તે પણ જાણવા મળે છે કે અલ્લાહની મદદ અને કૃપા વડે સત્કાર્યો જન્નતનમાં દાખલ થવાનું કારણ છે.
  8. ઈમામ ઈબ્ને જવ્ઝી રહિમહુલ્લાહએ કહ્યું: તેના ચાર જવાબો આપી શકાય છે, એક: સત્કાર્યો કરવા તે અલ્લાહના માર્ગદર્શન અને રહેમત દ્વારા છે, જો કોઈને અલ્લાહનું માર્ગદર્શન અને તેની કૃપા પ્રાપ્ત ન થાય તો તેને ઈમાન અને અનુસરણ નસીબ થતું નથી, જેના દ્વારા છુટકારો મળે છે, બીજું: નોકરના ફાયદા તેના માલિકને પ્રાપ્ત થાય છે, એટલા માટે કે કાર્યો તો તેના પાલનહાર માટે છે, અને તે ઈચ્છે તો કેટલો મોટો પણ સવાબ આપે તે તેની કૃપાની એક નિશાની છે, ત્રીજું: કેટલીક બીજી હદીષો દ્વારા જાણવા મળે છે કે જન્નતમાં દાખલ કરવું તે અલ્લાહના હાથમાં છે, પરંતુ બંદાના કાર્યો તેના દરજ્જા નક્કી કરે છે, ચોથું: સત્કાર્યો કરવા માટે ફક્ત થોડો જ સમય લાગે છે, પરંતુ તેનો સવાબ કાયમી રહે છે, બસ જ્યારે કોઈ કાયમી વસ્તુ કોઈ ક્ષણિક વસ્તુના બદલામાં આપવામાં આવે, તો તે તેના કાર્યોના બદલામાં તે અલ્લાહની કૃપા દર્શાવે છે.
  9. ઇમામ રાફઇ રહિમહુલ્લાહએ કહ્યું: અમલ કરનાર વ્યક્તિ ફક્ત પોતાના અમલ પર ભરોસો ન કરે કે તેના દ્વારા તે છુટકારો પ્રાપ્ત કરી લેશે અને દરજ્જા મેળવી લેશે; કારણકે અમલ કરવાની તૌફીક પણ અલ્લાહ તરફથી જ મળે છે, અને ગુનાહ છોડવાની ક્ષમતા પણ અલ્લાહ તરફથી જ હોય છે, ખરેખર દરેક કૃપા અને મહેરબાની અલ્લાહ તરફથી જ છે.
વધુ