+ -

عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«أَيُّهَا النَّاسُ، إِنَّ اللهَ طَيِّبٌ لَا يَقْبَلُ إِلَّا طَيِّبًا، وَإِنَّ اللهَ أَمَرَ الْمُؤْمِنِينَ بِمَا أَمَرَ بِهِ الْمُرْسَلِينَ، فَقَالَ: {يَا أَيُّهَا الرُّسُلُ كُلُوا مِنَ الطَّيِّبَاتِ وَاعْمَلُوا صَالِحًا، إِنِّي بِمَا تَعْمَلُونَ عَلِيمٌ} [المؤمنون: 51] وَقَالَ: {يَا أَيُّهَا الَّذِينَ آمَنُوا كُلُوا مِنْ طَيِّبَاتِ مَا رَزَقْنَاكُمْ} [البقرة: 172] ثُمَّ ذَكَرَ الرَّجُلَ يُطِيلُ السَّفَرَ أَشْعَثَ أَغْبَرَ، يَمُدُّ يَدَيْهِ إِلَى السَّمَاءِ: يَا رَبِّ، يَا رَبِّ، وَمَطْعَمُهُ حَرَامٌ، وَمَشْرَبُهُ حَرَامٌ، وَمَلْبَسُهُ حَرَامٌ، وَغُذِيَ بِالْحَرَامِ، فَأَنَّى يُسْتَجَابُ لِذَلِكَ؟».

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 1015]
المزيــد ...

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«હે લોકો ! અલ્લાહ તઆલા પવિત્ર છે, અને તે ફક્ત પવિત્ર વસ્તુઓને જ પસંદ કરે છે, અને અલ્લાહ તઆલાએ મોમિનોને એ જ આદેશ આપ્યો છે, જે આદેશ અલ્લાહ તઆલાએ પયગંબરોને આપ્યો, અલ્લાહ તઆલાએ કહ્યું: {હે પયગંબરો ! પાક વસ્તુ ખાઓ અને સત્કાર્ય કરો, તમે જે કંઇ પણ કરી રહ્યા છો તેને હું સારી રીતે જાણું છું} [અલ્ મુઅમિનૂન: ૫૧] અને કહ્યું: {હે ઇમાનવાળાઓ ! જે પવિત્ર વસ્તુઓ અમે તમને આપી છે તેને જ ખાઓ} [અલ્ બકરહ: ૧૭૨], ફરી એક વ્યક્તિનો ઝિકર કર્યો, જે એક લાંબો સફર કરે છે, સફરના કારણે તેના વાળ વિખેરાયેલા તેમજ તેના મોઢા પર ધૂળ હોય છે, તે પોતાના હાથ ઉઠાવે છે અને દુઆ કરે છે કે હે મારા પાલનહાર! હે મારા પાલનહાર! (મારી દુઆ કબૂલ કર) જ્યારે કે તેનો ખોરાક હરામ, તેનું પીણું હરામ, તેનો પોશાક હરામ અહીં સુધી કે તેનું ભરણપોષણ પણ હરામ માલ વડે થયું છે, તો પછી તેની દુઆ કેમ કરી કબૂલ કરવામાં આવે?».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 1015]

સમજુતી

નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે ખરેખર અલ્લાહ તઆલા પવિત્ર, પ્રતિષ્ઠિત છે, દરેક ખામી અને નુકસથી સંપૂર્ણ રીતે પાક છે, તે સંપૂર્ણતાનો માલિક છે, તે તે જ કાર્યો, વાતો અને માન્યતાઓને સ્વીકારે છે જે પવિત્ર હોય, અને જેને ફકત તેની પ્રસન્નતા માટે અને તેના પયગંબરના તરીકા મુજબ કરવામાં આવ્યા હોય, ફક્ત આ જ માર્ગ અપનાવી આપણે અલ્લાહની નિકટતા પ્રાપ્ત કરી શકીએ છીએ, મોમિન માટે તેમના અમલની પવિત્રતા પ્રાપ્ત કરવા માટેનો એક ભવ્ય માર્ગ એ કે તેનું ખાવાનું હલાલ હોવું જોઈએ, હલાલ ખાવાના કારણે તેના કાર્યો પાક થઈ જાય છે, આજ કારણે અલ્લાહએ પયગંબરને હલાલ રોજી ખાવાનો આદેશ આપ્યો એ જ રીતે મોમિનોને પણ હલાલ રોજી ખાવાનો આદેશ આપ્યો, અને અલ્લાહ તઆલાએ કહ્યું: {હે પયગંબરો ! પાક વસ્તુ ખાઓ અને સત્કાર્ય કરો, તમે જે કંઇ પણ કરી રહ્યા છો તેને હું સારી રીતે જાણું છું}. એક બીજી જગ્યાએ કહ્યું: {હે ઇમાનવાળાઓ ! જે પવિત્ર વસ્તુઓ અમે તમને આપી છે તેને જ ખાઓ}.
ફરી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ હરામ માલ ખાવાથી રોક્યા; કારણકે તે અમલને બાતેલ કરે છે અને અમલ કબૂલ થવામાં રોક લગાવે છે, ભલે ને તે કબૂલ થવા માટે ઘણો પ્રયત્ન કેમ ન કરતો હોય; તેમાંથી:
પહેલું: કોઈ સત્કાર્ય જેમકે હજ, જિહાદ (યુદ્ધ) અને સંબંધ જોડવા માટે તે લાંબો સફર કરે છે.
બીજું: માનવીનું પરેશાન થવું, જેમકે તેના વાળ વિખેરાયેલા હોય, અને માટી લાગવાના કારણે તેના શરીર અને કપડાંનો રંગ બદલાય ગયો હોય.
ત્રીજું: દુઆ કરતા આકાશ તરફ હાથ ઉઠાવવા.
ચોથું: અલ્લાહના પવિત્ર નામોને વસીલો બનાવી ખૂબ વિનંતી સાથે દુઆ કરવી, જેમકે હે મારા પાલનહાર! હે મારા પાલનહાર! કહેવું.
દુઆ કબૂલ થવાના દરેક કારણ હોવા છતાંય માનવીની દુઆ કબૂલ કરવામાં નથી આવતી, કારણકે તેનું ખાવાનું હરામ, તેનું પીવાનું હરામ, તેના કપડાં હરામના છે, અને તેનું ભરણપોષણ પણ હરામ માલ વડે થયું છે, તો તેની દુઆ કઈ રીતે કબૂલ થઈ શકે?!

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી સ્વાહીલી પૂશ્તો આસામી الأمهرية الهولندية Oromo
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. અલ્લાહ તઆલા તેની ઝાત, ગુણો, કાર્યો અને આદેશોમાં સંપૂર્ણ છે.
  2. ફક્ત અલ્લાહ માટે નિખાલસ થઈ તેની પ્રસન્નતા પ્રાપ્ત કરવા અને તેના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના અનુસરણ મુજબ અમલ કરવાનો આદેશ.
  3. અમલ કરવા માટે પ્રોત્સાહિત કરવાની રીત, કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: નિઃશંક અલ્લાહ તઆલાએ મોમિનો તે જ આદેશ આપ્યો છે, જે તેણે પોતાના પયગંબરોને આપ્યો છે, જ્યારે આ વાક્ય એક મોમિન જાણશે, તો તે ખરેખર અમલ કરવા માટે પ્રોત્સાહિત થશે, અને તે ખૂબ ચિંતિત પણ રહેશે.
  4. દુઆઓ કબૂલ ન થવાના કારણો માંથી એક કારણ હરામનો માલ ખાવો.
  5. દુઆ કબૂલ થવા માટેના મુખ્ય પાંચ કારણો: પહેલું: આજીજી કરતા લાંબા સફરે જવું, કારણકે સફર દુઆ કબૂલ થવાનું મુખ્ય કારણ છે, બીજું: પરેશાન સ્થિતિ, ત્રીજું: બન્ને હાથ આકાશ તરફ ઊંચા કરવા, ચોથું: સતત તકરાર સાથે રુબૂબિયતના નામો વડે દુઆ કરવી, કારણકે દુઆ કબૂલ થવાના મુખ્ય કારણો માંથી એક છે, પાંચમું: હલાલ માલ ખાવો.
  6. હલાલ રોજી ખાવી નેક અમલ કબૂલ થવા માટે મદદરૂપ થાય છે.
  7. ઈમામ કાઝી રહિમહુલ્લાહએ કહ્યું: પાક એ નાપાકનું વિરોધી છે, જ્યારે અલ્લાહ તઆલા માટે પાક શબ્દનો ઉપયોગ થાય છે, તો તેનો અર્થ એ કે અલ્લાહ અત્યંત પવિત્ર અને દરેક ખામીથી પાક છે, અને જ્યારે બંદા માટે આ શબ્દનો ઉપયોગ થાય છે, તો તેનો અર્થ એ કે તેણે ખરાબ આદતોથી, બુરા અમલથી સંપૂર્ણ રીતે બચીને રહેવું જોઈએ અને જો આ શબ્દને માલ માટે ઉપયોગ કરવામાં આવે, તો તેનો અર્થ એ કે તે માલ સંપૂર્ણ હલાલ રીતે કમાયેલો હોવો જોઈએ.
વધુ