+ -

عَنْ أَبِي مُوسَى رضي الله عنه عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«إِنَّ اللهَ عَزَّ وَجَلَّ يَبْسُطُ يَدَهُ بِاللَّيْلِ لِيَتُوبَ مُسِيءُ النَّهَارِ، وَيَبْسُطُ يَدَهُ بِالنَّهَارِ لِيَتُوبَ مُسِيءُ اللَّيْلِ، حَتَّى تَطْلُعَ الشَّمْسُ مِنْ مَغْرِبِهَا».

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2759]
المزيــد ...

અબૂ મુસા અશ્અરી રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું:
«અલ્લાહ તઆલા રાતના સમયે પોતાનો હાથ ફેલાવે છે, કે દિવસ દરમિયાન ગુનાહ કરનાર વ્યક્તિ પોતાના ગુનાહથી તૌબા કરી લે, અને સવારના સમયે હાથ ફેલાવે છે, જેથી રાત દરમિયાન ગુનાહ કરનાર વ્યક્તિ પોતાના ગુનાહની માફી માંગી લે, આ પ્રમાણે કરતો રહે છે જ્યાં સુધી સૂર્ય પશ્ચિમ માંથી ન નીકળે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 2759]

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ જણાવી રહ્યા છે કે અલ્લાહ તઆલા પોતાના બંદાની તૌબા કબૂલ કરે છે, જો બંદો દિવસ દરમિયાન કોઈ ગુનોહ કરે અને રાત્રે તે ગુનાહની માફી માંગી લે, તો અલ્લાહ તેની તૌબા કબૂલ કરે છે, અને જો બંદો રાત્રે કોઈ ગુનોહ કરે અને સવારે તે ગુનાહની માફી માંગી લે, તો અલ્લાહ તેની તૌબા કબૂલ કરે છે, પવિત્ર અલ્લાહ હાથ ફેલાવે છે, પોતાના બંદાની તૌબા કરવાની અદા પર ખુશ થઈ અને તેની તૌબાને કબૂલ કરે છે, અને તૌબાનો દ્વાર ત્યાં સુધી ખુલ્લો છે, જ્યાં સુધી સૂર્ય પશ્ચિમ માંથી ન નીકળે, જે દુનિયા ખતમ થવાની નિશાની હશે, જ્યારે સૂર્ય પશ્ચિમ માંથી નીકળશે તો તૌબાનો દ્વાર પણ બંધ થઈ જશે.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી થાય પૂશ્તો આસામી السويدية الأمهرية الهولندية Kirgisisch النيبالية Yoruba الدرية الصربية الصومالية Kinyarwanda الرومانية الموري Malagasy Oromo Kanadische Übersetzung الجورجية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. તૌબા સતત કબૂલ કરવામાં આવશે, જ્યાં સુધી તેનો દ્વાર ખુલ્લો છે, જ્યારે સૂર્ય પશ્ચિમ માંથી નીકળશે, તો તેનો દ્વાર બંધ કરી દેવામાં આવશે, અને એક માનવી માંતે જ્યારે તેની આત્મા ગળા સુધી પહોંચે ત્યારે પણ તેના માંતે તૌબાનો દ્વાર બંધ કરી દેવામાં આવે છે, જેથી માનવીએ તે પહેલા તૌબા કરી લેવી જોઈએ.
  2. પોતાના ગુનાહના કારણે નિરાશ અને હતાશ ન થવું જોઈએ, કારણકે અલ્લાહ માફ કરવાવાળો છે, તે પવિત્ર છે, તેની રહેમત ખૂબ વિશાળ છે, અને તૌબાનો દ્વાર ખુલ્લો છે.
  3. તૌબાની શરતો: પહેલી શરત: તે ગુનાહને છોડી દેવો, બીજી શરત: તે ગુનાહ કરવા પર પસ્તાવો અને અફસોસ થવો, ત્રીજી શરત: અને બીજી વખત ગુનાહ ન કરવાનો મક્કમ ઇરાદો કરવો, આ ત્રણેય શરતો ત્યારે લાગું પડશે જ્યારે ગુનાહનો સંબંધ અલ્લાહના અધિકારો સાથે હોય અર્થાત્ અલ્લાહની અવજ્ઞા કરી હોય, પરંતુ જો ગુનાહનો સંબંધ બંદાઓ અધિકારો સાથે હોય તો એક ચોથી શરત પણ લાગું પડશે કે જેના હકને ભંગ કર્યો હોય તેનો હક આપી દેવો ત્યારે જ તૌબા સહીહ ગણાશે.
વધુ