عن شداد بن أوس رضي الله عنه قال: ثِنْتَانِ حَفِظْتُهُمَا عَنْ رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«إِنَّ اللهَ كَتَبَ الْإِحْسَانَ عَلَى كُلِّ شَيْءٍ، فَإِذَا قَتَلْتُمْ فَأَحْسِنُوا الْقِتْلَةَ، وَإِذَا ذَبَحْتُمْ فَأَحْسِنُوا الذَّبْحَ، وَلْيُحِدَّ أَحَدُكُمْ شَفْرَتَهُ، فَلْيُرِحْ ذَبِيحَتَهُ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 1955]
المزيــد ...
શદ્દાદ બિન ઔસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે તેઓ કહે છે: બે વાતો એવી છે, જેને મેં નબી ﷺ પાસે થી યાદ રાખી છે, નબી ﷺ એ કહ્યું:
«નિઃશંક અલ્લાહ તઆલાએ દરેક વસ્તુને સારી રીતે કરવાનો આદેશ આપ્યો છે, તમે કતલ કરો તો સારી રીતે કતલ કરો, જ્યારે તમે ઝબેહ કરો તો સારી રીતે ઝબેહ કરો, એવી રીતે કે જ્યારે તમે ઝબેહ કરો તો છરીને ધારદાર કરી દો, અને તમારા જાનવરને આરામ પહોંચાવો».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 1955]
નબી ﷺ એ આ હદીષમાં જણાવ્યું છે કે અલ્લાહ તઆલાએ દરેક વસ્તુને સારી રીતે કરવાનો આદેશ આપ્યો છે, અહેસાન: હમેંશા અલ્લાહની નિગરાનીનો ખ્યાલ કરવો, ઈબાદતમાં, ભલાઈના કામો કરતા, લોકોને તકલીફ આપવાથી બચવામાં, કતલ અને ઝબેહ કરવામાં પણ અહેસાન એટલે કે નેકીનો સમાવેશ થાય છે.
જેથી કિસાસ રૂપે જ્યારે કતલ કરવામાં આવે તો ત્યાં એહસાન એ છે કે કતલ કરવાનો સૌથી સરળ અને હલકો અને જલ્દી જાન લેવા વાળો તરીકો અપનાવો જોઈએ.
કુરબાની વખતે જાનવરને ઝબેહ કરવામાં અહેસાનનો અર્થ જાનવર પર રહેમ કરી હથિયારને ધારદાર કરી લેવામાં આવે, અને તેને જાનવરની નજરો સમક્ષ ધારદાર કરવામાં ન આવે, અને બીજા જાનવરો સામે એવી રીતે ઝબેહ કરવામાં ન આવે કે તેઓ જોઈ રહ્યા હોય.