عن أبي هريرة رضي الله عنه أن رسول الله صلى الله عليه وسلم قال:
«أَقْرَبُ مَا يَكُونُ الْعَبْدُ مِنْ رَبِّهِ وَهُوَ سَاجِدٌ، فَأَكْثِرُوا الدُّعَاءَ».

[صحيح] - [رواه مسلم]
المزيــد ...

અબુ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ થી રિવાયત છે કે નબી ﷺ એ કહ્યું:
«બંદો પોતાના પાલનહારની સૌથી નજીક સિજદાની સ્થિતિમાં હોય છે, તો તમે તે સ્થિતિમાં ખુબ જ દુઆઓ કરો».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે

સમજુતી

આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે બંદો પોતાના પાલનહારની સૌથી નજીક સિજદાની સ્થિતિમાં હોય છે, એટલા માટે કે માનવી પોતાના શરીરનો સૌથી શ્રેષ્ઠ ભાગ અલ્લાહ માટે વિનમ્રતા પ્રાપ્ત કરવા માટે જમીન પર મૂકી દે છે.
નબી ﷺ એ આદેશ આપ્યો કે તમે સિજદાની સ્થિતિમાં વધુમાં વધુ દુઆ કરો, જેમાં અલ્લાહ સમક્ષ અલ્લાહ માટે પોતાની વાત અને અમલ બન્ને વડે પોતાની લાચારી જાહેર કરી શકે.

ભાષાતર: અંગ્રેજી ફ્રેન્ચ સ્પેનિશ તુર્કી ઉર્દુ ઇન્ડોનિષયન બોસ્નિયન રસિયન બંગાલી ચાઈનીઝ ફારસી ટગાલોગ હિન્દી વિયેતનામીસ સિન્હાલા ઉઇગુર કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ બુર્મીસ થાય જર્મન જાપનીઝ પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية الدرية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. સત્કાર્યો કરવા બંદાને પવિત્ર અને મહાન અલ્લાહની નજીક કરી દે છે.
  2. સિજદાની સ્થિતિમાં વધુમાં વધુ દુઆ કરવાનો જાઈઝ છે, કારણકે સિજદો દુઆ કબૂલ થવાની જગ્યાઓ માંથી એક છે.
વધુ