عَنْ عَبْدِ اللَّهِ بنِ مَسْعُودٍ رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ: قَالَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«لَيْسَ مِنَّا مَنْ لَطَمَ الخُدُودَ، وَشَقَّ الجُيُوبَ، وَدَعَا بِدَعْوَى الجَاهِلِيَّةِ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 1294]
المزيــد ...
અબ્દુલ્લાહ બિન મુગફ્ફલ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«તે વ્યક્તિ અમારા માંથી નથી, જે ગાલ પર મારે, કપડાં ફાડે અને અજ્ઞાનતાના સમય જેવી વાતો કરે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 1294]
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અજ્ઞાનતાના કેટલાક અમલથી રોક્યા છે અને તેનાથી સંપૂર્ણ બચવાની તાકીદ કરી છે, કહ્યું:તે અમારા માંથી નથી:
પહેલું: જે ગાલ પર મારે, ચહેરા પર વધારે પડતો એરિયો ગાલનો છે, એટલે ગાલનું વર્ણન કરવામાં આવ્યું, નહીં તો ચહેરાનો પણ સમાવેશ થાય છે, ચહેરા પર પણ મારવાથી રોક્યા છે.
બીજું: કપડાંમાં કાણું કરી સખત રીતે તેમાંથી માથું કાઢવાની કોશિશ કરવી.
ત્રીજું: અજ્ઞાનતાના સમયની અવાજો, જેવા કે હાય, હલાકત, ચીખવું વગેરે.