عَنِ ابْنِ عَبَّاسٍ رَضِيَ اللَّهُ عَنْهُما قَالَ:
إِنَّ اللهَ عَزَّ وَجَلَّ أَنْزَلَ: {وَمَنْ لَمْ يَحْكُمْ بِمَا أَنْزَلَ اللهُ فَأُولَئِكَ هُمِ الْكَافِرُونَ} [المائدة: 44] وَ {فَأُولَئِكَ هُمُ الظَّالِمُونَ} [المائدة: 45] وَ {فَأُولَئِكَ هُمُ الْفَاسِقُونَ} [المائدة: 47] ، قَالَ: قَالَ ابْنُ عَبَّاسٍ: أَنْزَلَهَا اللهُ فِي الطَّائِفَتَيْنِ مِنَ اليَهُودِ، وَكَانَتْ إِحْدَاهُمَا قَدْ قَهَرَتِ الأُخْرَى فِي الجَاهِلِيَّةِ، حَتَّى ارْتَضَوْا وَاصْطَلَحُوا عَلَى أَنَّ كُلَّ قَتِيلٍ قَتَلَتْهُ العَزِيزَةُ مِنَ الذَّلِيلَةِ فَدِيَتُهُ خَمْسُونَ وَسْقًا، وَكُلَّ قَتِيلٍ قَتَلَتْهُ الذَّلِيلَةُ مِنَ العَزِيزَةِ فَدِيَتُهُ مِائَةُ وَسْقٍ، فَكَانُوا عَلَى ذَلِكَ حَتَّى قَدِمَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ المَدِينَةَ، وَذَلَّتِ الطَّائِفَتَانِ كِلْتَاهُمَا لِمَقْدَمِ رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، ورَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَوْمَئِذٍ لَمْ يَظْهَرْ، وَلَمْ يُوطِئْهُمَا عَلَيْهِ، وَهُوَ فِي الصُّلْحِ، فَقَتَلَتِ الذَّلِيلَةُ مِنَ العَزِيزَةِ قَتِيلًا، فَأَرْسَلَتِ العَزِيزَةُ إِلَى الذَّلِيلَةِ: أَنِ ابْعَثُوا إِلَيْنَا بِمِائَةِ وَسْقٍ، فَقَالَتِ الذَّلِيلَةُ: وَهَلْ كَانَ هَذَا فِي حَيَّيْنِ قَطُّ دِينُهُمَا وَاحِدٌ، وَنَسَبُهُمَا وَاحِدٌ، وَبَلَدُهُمَا وَاحِدٌ، دِيَةُ بَعْضِهِمْ نِصْفُ دِيَةِ بَعْضٍ؟ إِنَّا إِنَّمَا أَعْطَيْنَاكُمْ هَذَا ضَيْمًا مِنْكُمْ لَنَا، وَفَرَقًا مِنْكُمْ، فَأَمَّا إِذْ قَدِمَ مُحَمَّدٌ فَلَا نُعْطِيكُمْ ذَلِكَ، فَكَادَتِ الحَرْبُ تَهِيجُ بَيْنَهُمَا، ثُمَّ ارْتَضَوْا عَلَى أَنْ يَجْعَلُوا رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ بَيْنَهُمْ، ثُمَّ ذَكَرَتِ العَزِيزَةُ، فَقَالَتْ: وَاللهِ مَا مُحَمَّدٌ بِمُعْطِيكُمْ مِنْهُمْ ضِعْفَ مَا يُعْطِيهِمْ مِنْكُمْ، وَلَقَدْ صَدَقُوا، مَا أَعْطَوْنَا هَذَا إِلَّا ضَيْمًا مِنَّا، وَقَهْرًا لَهُمْ، فَدُسُّوا إِلَى مُحَمَّدٍ مَنْ يَخْبُرُ لَكُمْ رَأْيَهُ: إِنْ أَعْطَاكُمْ مَا تُرِيدُونَ حَكَّمْتُمُوهُ، وَإِنْ لَمْ يُعْطِكُمْ حَذِرْتُمْ فَلَمْ تُحَكِّمُوهُ، فَدَسُّوا إِلَى رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ نَاسًا مِنَ المُنَافِقِينَ لِيَخْبُرُوا لَهُمْ رَأْيَ رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، فَلَمَّا جَاءَ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ أَخْبَرَ اللهُ رَسُولَهُ بِأَمْرِهِمْ كُلِّهِ وَمَا أَرَادُوا، فَأَنْزَلَ اللهُ عَزَّ وَجَلَّ {يَا أَيُّهَا الرَّسُولُ لَا يَحْزُنْكَ الَّذِينَ يُسَارِعُونَ فِي الْكُفْرِ مِنَ الذِينَ قَالُوا آمَنَّا} [المائدة: 41] إِلَى قَوْلِهِ: {وَمَنْ لَمْ يَحْكُمْ بِمَا أَنْزَلَ اللهُ فَأُولَئِكَ هُمِ الْفَاسِقُونَ} [المائدة: 47] ثُمَّ قَالَ فِيهِمَا: وَاللهِ نَزَلَتْ، وَإِيَّاهُمَا عَنَى الله عَزَّ وَجَلَّ.
[حسن] - [رواه أحمد] - [مسند أحمد: 2212]
المزيــد ...
ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે, તેમણે કહ્યું:
અલ્લાહ તઆલાએ આયત ઉતારી: {અને જે લોકો અલ્લાહએ આપેલ આદેશો મુજબ નિર્ણય ન કરે, તો તે જ કાફિર છે}[અલ્ માઈદહ :૪૪] અને {તે લોકો જ અત્યાચારી લોકો છે} [અલ્ માઈદહ: ૪૭] અને {તે લોકો જ વિદ્રોહી છે} [અલ્ માઈદહ: ૪૭], અને કહ્યું: ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમાએ કહ્યું: આ આયત યહૂદીના બે પંથ વિશે ઉતારવામાં આવી, અજ્ઞાનતા સમયમાં એક જૂથ બીજા પર વિજય પામ્યું, અને પ્રભુત્વ મેળવેલ જૂથે આ વાત પર સમાધાન કરી, તે હારી ગયેલા જૂથના જેટલા વ્યક્તિઓને કતલ કર્યા છે, તેમની દિયત (હત્યા અથવા અન્ય કોઈ ગુનાના બદલામાં દંડ રૂપે મૃતકને આપવામાં આવતા પૈસા અથવા મિલકત) ૫૦ વસક (એક પ્રકારનું માપણું, જેમાં સાહીઠ સાઅ ફળ આવે) હશે, અને હારી ગયેલ વ્યક્તિએ વિજય પામેલ જૂથના જે વ્યક્તિને કતલ કર્યો હશે તેમના એક વ્યક્તિની દિયત ૧૦૦ વસક હશે, તેઓ આ કરાર પર કાયમ રહ્યા, અહીં સુધી કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ મદીનહ આવ્યા, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના આવ્યા પછી આ બન્ને જુથો હારી ગયા, પરંતુ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમના પર કોઈ લશ્કર મોકલી યુદ્ધ ન કર્યું, અને ન તો તેમની જમીનોને બરબાદ કરી, પરંતુ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેમની સાથે સમાધાન કર્યું, આ દરમિયાન હારી ગયેલા જૂથે વિજય પામેલા જૂથના એક વ્યક્તિનું કતલ કરી દીધું, તો વિજય પામેલા જૂથે હારી ગયેલા જૂથને સંદેશો મોકલાવ્યો કે તેઓ સો વસક દંડ કે દિયત મોકલે, હારી ગયેલ કબીલાએ કહ્યું: શું આ વાત ક્યારેય થઈ શકે છે કે જેનો દીન પણ એક હોય, નસબ પણ એક હોય અને શહેર પણ એક જ હોય? અને એકની દિયત પૂરી અને એકની અડધી? પહેલા અમે આ દંડ ડર અને ભયના કારણે આપતા હતા, પરંતુ હવે જ્યારે કે નબી સલ્લલ્લાહુ અલયહિ વસલ્લમ આવી ગયા છે, અમે આ દિયત તમને કંઈ પણ રીતે નહીં આપીએ, પરંતુ હવે જ્યારે મુહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આવી ગયા છે, તો આ દિયત અમે કોઈ પણ સંજોગોમાં નહીં આપીએ, તે બન્ને વચ્ચે યુદ્ધ થવાની નજીક જ હતું, તે બન્ને જૂથ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને નિર્ણાયક બનાવવા માટે રાજી થઈ ગયા, પછી વિજય પામેલ કબીલાને યાદ આવ્યું અને કહેવા લાગ્યા, અલ્લાહની કસમ! મુહમ્મદ તમને તેની બાબતે બમણી દિયત નહીં અપાવી શકશે, અને તમે કહી પણ રહ્યા છો કે તમે અમારાથી ભયભીત થઈ અને ડર રાખીને દિયત આપતા રહ્યા છો, એટલા માટે તમે મુહમ્મદ પાસે કોઈ એવા વ્યક્તિને છાની રીતે મોકલો, જે તેમના મંતવ્ય વિશે તમને જાણ આપી શકે, જો તે તમારી તે જ દિયત અપાવશે, તો જે તમે ઇચ્છો છો તો તમે તેમને નિર્ણાયક બનાવી લો, અને જો તે નથી અપાવતા તો તમે તેમનો પીછો છોડો અને કોઈ ત્રીજાને નિર્ણાયક માટે શોધો, તો તે લોકોએ મુનાફિક (દંભી) માંથી કેટલાક લોકોને છાની રીતે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે મોકલ્યા, જેથી આપનું મંતવ્ય જાણીને તેની ખબર કાઢી પહોંચાડી શકે, જ્યારે તે લોકો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પાસે આવ્યા, તો અલ્લાહ તઆલાએ પયગંબરને તેમની સંપૂર્ણ માહિતી અને તેમના હેતુઓની જાણ કરી દીધી અને આ આયત ઉતારી: {હે પયગંબર! તમે તે લોકો માટે ઉદાસ ન થશો, જેઓ કૂફરમાં ભાગદોડ કરી રહ્યા છે, તેમના માંથી કેટલાક તો એવા છે, જે જબાન વડે તો કહે છે કે અમે ઈમાન લાવ્યા} [અલ્ માઈદહ: ૪૧] આ આયત સુધી {અને જે અલ્લાહ તઆલાએ આપેલ આદેશ મુજબ નિર્ણય ન કરે તો આ લોકો જ અવજ્ઞાકારી લોકો છે} [અલ્ માઈદહ: ૪૭], અલ્લાહની કસમ આ આયત તે બન્ને જૂથ વિશે ઉતારવામાં આવી, અને આયત આ જ બન્ને જૂથ વિશે છે.
[હસન] - [આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [મુસ્નદ એહમદ - 2212]
મદીનામાં યહૂદીઓના બન્ને જૂથ, જેમનું નામ બનૂ કુરૈઝહ અને બનૂ નઝીર હતું, અજ્ઞાનતા સમયમાં એક જૂથે બીજા પર પ્રભુત્વ મેળવ્યું હતું, અને વિજય પામ્યા હતા, પ્રભુત્વ મેળવેલ જૂથે આ વાત પર સમાધાન કર્યું હતું કે તે હારી ગયેલા જૂથના જેટલા વ્યક્તિઓને કતલ કર્યા છે, તેમની દિયત ૫૦ વસક આપશે, અને હારી ગયેલ વ્યક્તિએ વિજય પામેલ જૂથના જે વ્યક્તિને કતલ કર્યો હશે તેમના એક વ્યક્તિની દિયત ૧૦૦ વસક આપશે, એક વસખ સાઈઠ સાઅ બરાબર હોય છે. તેઓ તે જ સ્થિતિમાં રહ્યા જ્યાં સુધી પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ, એક મુહાજિર તરીકે મદીનહ આવ્યા, અને બંને જૂથોએ તેમના આગમનને સ્વીકાર્યું, તે સમયે, તેમણે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ હજુ સુધી તેમના દુશ્મનો પર વિજય મેળવ્યો ન હતો, અને ન તો તેમને તેમનું પાલન કરવા માટે મજબૂર કર્યા; કારણ કે તે હિજરતની શરૂઆતમાં હતું, અને તેઓ એક સમાધાનના કરારમાં બંધાયેલા હતા. આ દરમિયાન હારી ગયેલા જૂથે વિજય પામેલા જૂથના એક વ્યક્તિનું કતલ કરી દીધું, તો વિજય પામેલા જૂથે હારી ગયેલા જૂથને સંદેશો મોકલાવ્યો કે તેઓ સો વસક દંડ કે દિયત મોકલે, હારી ગયેલ કબીલાએ કહ્યું કે આ વાત ક્યારેક થઈ શકે છે કે જેમનો દીન પર એક હોય, નસબ પણ એક હોય અને શહેર પણ એક જ હોય? અને એકની દિયત પૂરી અને એકની અડધી? પહેલા અમે આ દંડ ડર અને ભયના કારણે આપતા હતા, અને અમારા પર જુલમ છે, પરંતુ હવે જ્યારે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ આવી ગયા છે, અમે ક્યારેય દિયત આ પ્રમાણે નહીં આપીએ. તેમની વચ્ચે યુદ્ધ લગભગ શરૂ થઈ ગયું હતું, પરંતુ પછી તેઓ સંમત થયા કે પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને તેમની વચ્ચે ન્યાય કરવા દો, પછી ઉચ્ચ પદવાળી સ્ત્રીએ વિચાર કર્યો અને કહ્યું: "અલ્લાહની કસમ, મુહમ્મદ તમને જે આપે છે તેનાથી બમણું નહીં આપે, અને તેઓએ સત્ય કહ્યું છે; તેઓએ ફક્ત અમારા અન્યાય અને તેમના પરના જુલમને કારણે અમને આ આપ્યું, તેથી ગુપ્ત રીતે કોઈને મુહમ્મદ પાસે મોકલો, જેથી તે તમને તેમનો અભિપ્રાય આપી શકે, જો તે તમને જે ઇચ્છે છે તે આપે, તો તમે તેનો નિર્ણય સ્વીકારશો; અને જો તે તમને જે ઇચ્છે છે તે ન આપે, તો તમે તેને છોડી દેશો અને તેમને તમારી વચ્ચે ન્યાય કરવા ન દેશો". જ્યારે તે લોકો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ પાસે આવ્યા, તો અલ્લાહ તઆલાએ પયગંબરને તેની સંપૂર્ણ માહિતી અને તેમના હેતુઓની જાણ કરી દીધી અને આ આયત ઉતારી: {હે પયગંબર! તમે તે લોકો માટે ઉદાસ ન થશો, જેઓ કૂફરમાં ભાગદોડ કરી રહ્યા છે, તેમના માંથી કેટલાક તો એવા છે, જે જબાન વડે તો કહે છે કે અમે ઈમાન લાવ્યા} [અલ્ માઈદહ: ૪૧]. આ આયત સુધી: {અને જે અલ્લાહ તઆલાએ આપેલ આદેશ મુજબ નિર્ણય ન કરે તો આ લોકો જ અવજ્ઞાકારી લોકો છે} [અલ્ માઈદહ: ૪૭]. તો ફરી ઇબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમાએ કહ્યું: અલ્લાહની કસમ આ આયત તે બન્ને જૂથ વિશે ઉતારવામાં આવી, અને આયત આ જ બન્ને જૂથ વિશે છે: {અને જે લોકો અલ્લાહએ આપેલ આદેશો મુજબ નિર્ણય ન કરે, તો તે જ કાફિર છે} [અલ્ માઇદહ: ૪૪]. અને {...તે લોકો જ અત્યાચારી લોકો છે} [અલ્ માઇદહ: ૪૫]. અને {...અને તે લોકો જ વિદ્રોહી છે} [ અલ્ માઈદહ: ૪૭], અને આ આયત તે લોકો વિશે જ ઉતારવામાં આવી છે.