عَنْ ابْنِ عُمَرَ رَضِيَ اللَّهُ عَنْهُما أَنَّ رَسُولَ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«مَفَاتِحُ الغَيْبِ خَمْسٌ، {إِنَّ اللَّهَ عِنْدَهُ عِلْمُ السَّاعَةِ وَيُنْزِلُ الغَيْثَ وَيَعْلَمُ مَا فِي الأَرْحَامِ وَمَا تَدْرِي نَفْسٌ مَاذَا تَكْسِبُ غَدًا وَمَا تَدْرِي نَفْسٌ بِأَيِّ أَرْضٍ تَمُوتُ إِنَّ اللَّهَ عَلِيمٌ خَبِيرٌ}».
[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 4627]
المزيــد ...
ઈબ્ને ઉમર રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે અલ્લાહના પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«પાંચ ગેબની ચાવીઓ ફક્ત અલ્લાહ પાસે જ છે, {નિ:શંક અલ્લાહ તઆલાની પાસે જ કયામતનું જ્ઞાન છે, તે જ વરસાદ વરસાવે છે અને માતાના પેટમાં જે કંઈ છે, તેને જાણે છે, કોઇ નથી જાણતું કે આવતીકાલે શું કરશે, ન કોઇને જાણ છે કે કેવી ધરતી પર મૃત્યુ પામશે, (યાદ રાખો) અલ્લાહ તઆલા જ સંપૂર્ણ જ્ઞાનવાળો અને સાચી ખબર રાખનારો છે}».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહુલ્ બુખારી - 4627]
ગેબનું ઇલ્મ ફક્ત એક અલ્લાહ પાસે જ છે, અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આપણને જણાવ્યું કે પાંચ બાબતો વિશે ફક્ત અલ્લાહ જ જાણે છે: પહેલી વાત: અલ્લાહ સિવાય કોઈ નથી જાણતું કે કયામત ક્યારે આવશે, તેના વિશે ફક્ત અલ્લાહ જ જાણે છે, આખિરતના જ્ઞાન તરફ ઈશારો કરવામાં આવ્યો છે; કારણકે કયામતનો દિવસ તે આખિરતનો પહેલો દિવસ છે, જો નજીકની વસ્તુના જ્ઞાનને નકારવામાં આવે તો તેના પછી આવનારી વસ્તુઓને પણ નકારવામાં આવશે. બીજી વાત: અલ્લાહ સિવાય કોઈ નથી જાણતું કે વરસાદ ક્યારે વરસશે, ઉપરના વિશ્વની બાબતોના જ્ઞાન તરફ ઈશારો કરવામાં આવ્યો છે, અને ખાસ કરીને વરસાદનો ઉલ્લેખ કરીને, જોકે તેના કારણો રિવાજ મુજબ તેની ઘટના સૂચવી શકે છે, પરંતુ ચકાસણી અને નિશ્ચિતતા નહીં. ત્રીજી વાત: માતાના પેટમાં શુ છે; અર્થાત્ બાળક છે કે બાળકી, સફેદ રંગની છે કે કાળા, સંપૂર્ણ છે કે અધૂરું, સદાચારી છે કે દુરાચારી આ પ્રમાણેની દરેક વાતો. ગર્ભાશયનો ઉલ્લેખ એટલા માટે કર્યો કે મોટાભાગના લોકો સામાન્ય રીતે તેના વિશે જાણે છે, છતાં તેમણે તે વાતનો ઇનકાર કર્યો કે કોઈને તેનું સાચું સ્વરૂપ ખબર નથી, તેથી બીજું કંઈપણ તેના વિશે જાણવાની શક્યતા વધારે છે. ચોથી વાત: અલ્લાહ સિવાય કોઈ નથી જાણતું કે કાલે શું થવાનું છે, સમયમાં થતા ફેરફાર અને તેમાં બનતી ઘટનાઓના સંદર્ભમાં, તેમણે "કાલ" શબ્દનો ઉપયોગ કરી તેની વાસ્તવિકતાને સૌથી નજીકનો સમય બનાવ્યો, અને જો તેની નિકટતા સાથે કોઈને ખબર ન હોય કે તેમાં શું બનશે, સંકેતની શક્યતા સાથે, તો તેનાથી આગળ શું છે, તે વધુ યોગ્ય છે. પાંચમી વાત: કોઈ પણ વ્યક્તિ નથી જાણતો કે તે ક્યાં મૃત્યુ પામશે, તે અંદરની બાબતોનો સંદર્ભ છે, જો કે મોટાભાગના લોકો માટે તેમના પોતાના દેશમાં મૃત્યુ પામવું સામાન્ય છે, પરંતુ એવું નથી; તેના બદલે, જો કોઈ તેમના પોતાના દેશમાં મૃત્યુ પામે છે, તો તેઓ જાણતા નથી કે તે કયા સ્થળે દફનાવવામાં આવશે, જો કે તેમના પૂર્વજોને અહીંયા જ દફન કરવામાં આવ્યા હોય છે: {નિઃશંક અલ્લાહ તઆલા બધું જ જાણવા વાળો અને ખબર રાખવાવાળો છે}, જેમાં જાહેર અને બાતેન બન્નેનો સમાવેશ થાય છે, છૂપું અને જાહેર દરેક બાબતોને ખૂબ સારી રીતે જાણે છે, આ આયતમાં ગેબની ખાંસી વાતો વર્ણન કરવામાં આવી છે, અને બધા ખોટા દાવા દૂર કરવામાં આવ્યા છે.