+ -

عَن أَبي مُوْسى الأَشْعريِّ رضي الله عنه قال: قال رسولُ اللهِ صلى اللهُ عليه وسلم:
«مَثَلُ الْمُؤْمِنِ الَّذِي يَقْرَأُ الْقُرْآنَ كَمَثَلِ الْأُتْرُجَّةِ، رِيحُهَا طَيِّبٌ وَطَعْمُهَا طَيِّبٌ، وَمَثَلُ الْمُؤْمِنِ الَّذِي لَا يَقْرَأُ الْقُرْآنَ كَمَثَلِ التَّمْرَةِ، لَا رِيحَ لَهَا وَطَعْمُهَا حُلْوٌ، وَمَثَلُ الْمُنَافِقِ الَّذِي يَقْرَأُ الْقُرْآنَ مَثَلُ الرَّيْحَانَةِ، رِيحُهَا طَيِّبٌ وَطَعْمُهَا مُرٌّ، وَمَثَلُ الْمُنَافِقِ الَّذِي لَا يَقْرَأُ الْقُرْآنَ كَمَثَلِ الْحَنْظَلَةِ، لَيْسَ لَهَا رِيحٌ وَطَعْمُهَا مُرٌّ».

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 5427]
المزيــد ...

અબૂ મૂસા અશ્અરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી ﷺ એ કહ્યું:
«તે મોમિન વ્યક્તિનું ઉદાહરણ જે કુરઆન પઢે છે, સિટ્રોન (એક પ્રકારનું નારંગી જેવું ફળ) જેવુ છે, જેની સુગંધ પણ સારી હોય છે અને સ્વાદ પણ, અને તે મોમિન વ્યક્તિનું ઉદાહરણ જે કુરઆન નથી પઢતો, ખજૂર જેવુ છે, જેનો સ્વાદ તો સારો છે, પણ તેમાં સુગંધ નથી હોતી, અને તે મુનાફિકનું ઉદાહરણ, જે કુરઆન પઢે છે, તકમરિયાં (તુલસીના પાંદળા) જેવુ છે, જેમાં સુગંધ તો હોય છે પરંતુ સ્વાદ નથી હોતો, અને તે મુનાફિકનું ઉદાહરણ, જે કુરઆન નથી પઢતો, બાવળના ઝાડ જેવુ છે, જેમાં ન તો સુગંધ હોય છે ન તો સ્વાદ».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 5427]

સમજુતી

આ હદીષમાં નબી ﷺ એ કુરઆન પઢનાર અને તેનાથી ફાયદો ઉઠાવનાર લોકોના પ્રકાર વર્ણન કર્યા:
પહેલો પ્રકાર: તે મોમિન જે કુરઆન પઢે છે અને તેના દ્વારા ફાયદો પણ ઉઠાવે છે, તેનું ઉદાહરણ સિટ્રોન (એક પ્રકારનું ફળ) જેવુ છે, જે સુગંધ સ્વાદ અને રંગમાં સારું હોય છે, અને તેના ઘણા ફાયદા પણ હોય છે, તો તે જે કુરઆન પઢે છે તેના પર અમલ પણ કરે છે, અને તેના દ્વારા અલ્લાહના બંદાઓને ફાયદો પણ પહોંચાડે છે.
બીજો પ્રકાર: તે મોમિન જે કુરઆન પઢે છે, તેનું ઉદાહરણ ખજૂર જેવુ છે, જેનો સ્વાદ તો મીઠો છે, પરંતુ તેમાં કોઈ સુગંધ હોતી નથી, તો તેનું દિલ ઈમાનથી ભરેલું છે, જેમકે ખજૂરમાં અંદર સુધી મીઠાસ હોય છે, પરંતુ તેની બહાર કોઈ સુગંધ નથી હોતી જે લોકો સૂંઘી શકે, અને તે મોમિનના કુરઆન પઢવામાં એવો ફાયદો નથી જોવા મળતો, જેના દ્વારા લોકો તેને સાંભળી ફાયદો ઉઠાવે.
ત્રીજો પ્રકાર: તે મુનાફિક જે કુરઆન પઢે છે, તેનું ઉદાહરણ તકમરિયાં (તુલસીના પાંદળા) જેવુ છે, જેમાં સુગંધ તો સારી હોય છે, પરંતુ તેનો સ્વાદ કડવો હોય છે, તે એવી રીતે કે તેણે પોતાના દિલની ઈમાન વડે ઇસ્લાહ કરી અને ન તો તેણે કુરઆનના આદેશો પર અમલ કર્યો, અને લોકો સમક્ષ જાહેર કરતો રહ્યો કે તે મોમિન છે, તો તેની સુગંધ તો કુરઆન પઢવાની માફક સારી છે, પરંતુ તેનો સ્વાદ તેના કુફ્રની માફક કડવો છે.
ચોથો પ્રકાર: તે મુનાફિક જે કુરઆન નથી પઢતો, તેનું ઉદાહરણ બાવળના ઝાડ જેવુ છે, જેમાં ન તો સારી સુગંધ હોય, અને તેનો સ્વાદ પણ કડવો હોય છે, તેમાં સુગંધ ન હોવાનું ઉદાહરણ તેના કુરઆન ન પઢવાની માફક છે, અને તેના કડવા સ્વાદનું ઉદાહરણ તેના કુફ્ર જેવું છે, તો તેની આંતરિક સ્થિતિ ઈમાનથી ખાલી હોય છે, અને તેનું જાહેર જેમાં કોઈ ફાયદો નથી, પરંતુ તે નુકસાનકારક છે.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી થાય પૂશ્તો આસામી السويدية الأمهرية الهولندية Kirgisisch النيبالية Yoruba الليتوانية الدرية الصربية الصومالية Kinyarwanda الرومانية المجرية التشيكية الموري Malagasy Oromo Kanadische Übersetzung الولوف الأوكرانية الجورجية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. કુરઆન પઢનાર, તેને યાદ કરનાર અને તેના પર અમલ કરનારની મહત્ત્વતા.
  2. ઉદાહરણ આપી શીખવાડવું જોઈએ, જેથી સરળતાથી સમજી શકાય.
  3. મોમિન માટે જરૂરી છે કે તે સતત અલ્લાહની કિતાબ (કુરઆન) પઢતો રહે.
વધુ