عن أبي موسى الأشعري رضي الله عنه عن النبي صلى الله عليه وسلم قال:
«تَعَاهَدُوا هَذَا الْقُرْآنَ، فَوَالَّذِي نَفْسُ مُحَمَّدٍ بِيَدِهِ لَهُوَ أَشَدُّ تَفَلُّتًا مِنَ الْإِبِلِ فِي عُقُلِهَا».
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 791]
المزيــد ...
અબૂ મુસા અશ્અરી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺ એ કહ્યું:
«આ કુરઆનની હિફાજત (દેખરેખ) કરો, કસમ છે, તે હસ્તીની, જેના હાથમાં મુહમ્મદની જાન છે, આ કુરઆન લોકોના દિલો માંથી નીકળવા બાબતે તે ઊંટ કરતાં પણ વધુ જડપી છે જેણે દોરડા વડે બાંધી દેવામાં આવ્યું હોય».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહ મુસ્લિમ - 791]
નબી ﷺ જણાવી રહ્યા કે કુરઆનની હિફાજત તેને પાબંદી સાથે તિલાવત કરીને કરો જેથી જો તમે યાદ કર્યું હોય તો તે તમારા હૃદય માંથી નીકળી ન જાય અને ભૂલી ન જવાય, કારણકે નબી ﷺ એ કસમ ખાઈ તાકીદ કરી કે કુરઆન દિલો માંથી એવી રીતે જતું રહેશે જેવું કે એક બાંધેલુ ઊંટ દોરી તોડીને ભાગતું હોય છે, અર્થાત્ તે દોરી જે તેના આગળના બન્ને પગની વચ્ચે બાંધવામાં આવે છે, જો માનવી તેની દેખરેખ કરે તો તે બાંધેલું જ રહે છે અને જો તે તેને છોડી દે તો ઊંટ જતું રહે અને ગાયબ થઈ જાય.