عَنِ ابْنِ أَبِي مُلَيْكَةَ:
عَنْ بَعْضِ أَزْوَاجِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ -قَالَ: أَبُو عَامِرٍ، قَالَ نَافِعٌ: أُرَاهَا حَفْصَةَ- أَنَّهَا سُئِلَتْ عَنْ قِرَاءَةِ رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ فَقَالَتْ: إِنَّكُمْ لَا تَسْتَطِيعُونَهَا قَالَ: فَقِيلَ لَهَا أَخْبِرِينَا بِهَا. قَالَ: فَقَرَأَتْ قِرَاءَةً تَرَسَّلَتْ فِيهَا قَالَ أَبُو عَامِرٍ: قَالَ نَافِعٌ: فَحَكَى لَنَا ابْنُ أَبِي مُلَيْكَةَ {الحَمْدُ لِلَّهِ رَبِّ الْعَالَمِينَ} [الفاتحة: 2] ثُمَّ قَطَّعَ {الرَّحْمَنِ الرَّحِيمِ} [الفاتحة: 1] ثُمَّ قَطَّعَ {مَالِكِ يَوْمِ الدِّينِ}.
[صحيح] - [رواه أحمد] - [مسند أحمد: 26470]
المزيــد ...
ઈબ્ને અબૂ મુલૈકહ રિવાયત કરે છે:
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની પવિત્ર પત્નીઓ માંથી કોઈ એક, -અબૂ આમિરે કહ્યું: નાફીએ કહ્યું: મારું અનુમાન છે કે હફસા રઝી અલ્લાહુ અન્હા- આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની કિરાઅત (કુરઆનની તિલાવત) વિશે પૂછવામાં આવ્યું તેમણે કહ્યું: તમે તે પ્રમાણે નહીં પઢી શકો, કહ્યું: તો પણ તમે જણાવો, તો અબૂ આમિરની સામે આ તિલાવત કરી જે અબૂ મુલૈકહએ સૂરે ફાતિહામાં અલ્ હમ્દુ લિલ્લાહી રબ્બિલ્ આલમીન [અલ ફાતિહા: ૨] પર વકફ (રુકિ જવું) કર્યું, અર રહમાનીર રહીમ [અલ્ ફાતિહા: ૩] પછી રુકી જતા, {માલિકિ યવ્મિદ્ દીન}.
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [મુસ્નદ એહમદ - 26470]
ઉમ્મુલ્ મુઅમિનીન હફસા રઝી અલ્લાહુ અન્હાને સવાલ કરવામાં આવ્યો: આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કુરઆનની તિલાવત કઈ રીતે કરતા હતા? તેમણે કહ્યું: તમે તે પ્રમાણે નહીં પઢી શકો, તો તેમને કહેવામાં આવ્યું: અમને જણાવો તો ખરા. નાફિએ કહ્યું: ઈબ્ને અબૂ મુલૈકહએ ધીમે ધીમે તિલાવત કરીને બતાવ્યું અને આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની જેમ તિલાવત કરવાનો પ્રયત્ન કર્યો, અને પઢયું: અલ્ હમ્દુ લિલ્લાહી રબ્બિલ્ આલમીન [અલ ફાતિહા: ૨] પર વકફ કર્યો, અર રહમાનીર રહીમ [અલ્ ફાતિહા: ૩], પછી રુકી ગયા, {માલિકિ યવ્મિદ્ દીન}.