عَنْ عَبْدِ اللَّهِ بْنِ مَسْعُودٍ رَضيَ اللهُ عنهُ قَالَ:
قَالَ لِي النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «اقْرَأْ عَلَيَّ»، قُلْتُ: يَا رَسُولَ اللَّهِ، أَأَقْرَأُ عَلَيْكَ، وَعَلَيْكَ أُنْزِلَ؟ قَالَ: «نَعَمْ» فَقَرَأْتُ سُورَةَ النِّسَاءِ حَتَّى أَتَيْتُ إِلَى هَذِهِ الآيَةِ: {فَكَيْفَ إِذَا جِئْنَا مِنْ كُلِّ أُمَّةٍ بِشَهِيدٍ، وَجِئْنَا بِكَ عَلَى هَؤُلاَءِ شَهِيدًا} [النساء: 41]، قَالَ: «حَسْبُكَ الآنَ» فَالْتَفَتُّ إِلَيْهِ، فَإِذَا عَيْنَاهُ تَذْرِفَانِ.
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 5050]
المزيــد ...
અબ્દુલ્લાહ બિન્ મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું:
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ મને કહ્યું: «મને કુરઆન સંભળાવો», મેં કહ્યું: શું હું તમને કુરઆન સંભળાવું, જ્યારે કે કુરઆન તો તમારા પર ઉતર્યું છે? આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «હા», મેં સૂરે નિસા પઢવાનું શરૂ કર્યું જ્યારે હું આ આયત પર પહોંચ્યો: {(ઝરાક વિચાર કરો)! તે સમયે તેમની શી દશા થશે, જે સમયે અમે દરેક કોમ માંથી એક સાક્ષી લાવીશું પછી તે સાક્ષીઓ પર (હે પયગંબર) અમે તમને સાક્ષી બનાવી દઈશું}. [અન્ નિસા: ૪૧], આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «રુકી જાઓ», મેં આપની સામે જોયું તો આપની આંખો માંથી આંસુ નીકળી રહ્યા હતા.
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 5050]
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ અબ્દુલ્લાહ બિન્ મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુને કુરઆન સંભળાવવા બાબતે કહ્યું: તેમણે કહ્યું: હે અલ્લાહના પયગંબર! હું કંઈ રીતે તમને સંભળાવવી શકું છું, જ્યારે કે કુરઆન તો તમારા પર ઉતર્યું છે?! આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કહ્યું: હું મારા સિવાય બીજાના મોઢેથી કુરઆન સાંભળાવવા ઇચ્છું છું, તો મેં આપની સમક્ષ સૂરે નિસાની તિલાવત કરી, જ્યારે હું આ આયત પર પહોંચ્યો: {(ઝરાક વિચાર કરો)! તે સમયે તેમની શી દશા થશે, જે સમયે અમે દરેક કોમ માંથી એક સાક્ષી લાવીશું પછી તે સાક્ષીઓ પર (હે પયગંબર) અમે તમને સાક્ષી બનાવી દઈશું}. અર્થાત્ તે વખતે તમારી અને તમારી ઉમ્મતની સ્થિતિ શું હશે, જ્યારે કે અમે તમને તમારી ઉમ્મત પર સાક્ષી બનાવી મોકલવવામાં આવ્યો છો, નિઃશંક તમારે તેમના સુધી તમારા પાલનહારનો સંદેશ પહોંચાડવાનો છે, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું : આ આયત પર રુકી જાઓ, ઈબ્ને મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: જ્યારે મેં આપની સમક્ષ જોયું તો આપની આંખો માંથી ભય અને પોતાની ઉમ્મત પ્રત્યે દયાના કારણે આંસુ વહી રહ્યા હતા.