عن جابر رضي الله عنه قال: سمعت رسول الله صلى الله عليه وسلم يقول:
«أَفْضَلُ الذِّكْرِ: لَا إِلَهَ إِلَّا اللهُ، وَأَفْضَلُ الدُّعَاءِ: الْحَمْدُ لِلهِ».
[حسن] - [رواه الترمذي والنسائي في الكبرى وابن ماجه] - [سنن الترمذي: 3383]
المزيــد ...
જાબીર રઝી અલ્લાહુ અન્હુ વર્ણન કરે છે કે મેં રસુલ ﷺ કહેતા સાંભળ્યા:
«સૌથી શ્રેષ્ઠ ઝિક્ર "લા ઇલાહ ઈલ્લ્લાહ" અને સૌથી શ્રેષ્ઠ દુઆ “અલ્ હમદુ લિલ્લાહ” છે».
[હસન] - [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ નસાઇ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ કુબ્રામાં રિવાયત કરી છે] - [સુનન્ અત્ તિર્મિઝી - 3383]
આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે સૌથી ઉત્તમ ઝિક્ર “લા ઇલાહ ઇલ્લલ્લાહ” છે જેનો અર્થ: અલ્લાહ સિવાય કોઈ સાચો પૂજ્ય નથી, અને સૌથી ઉત્તમ દુઆ “અલ્ હમ્દુ લિલ્લાહ” છે જેમાં એ વાતનો એકરાર છે કે દરેક પ્રકારની નેઅમતો આપવાવાળો અલ્લાહ જ છે, જે સંપૂણ સુંદર ગુણોનો હકદાર છે.