عَنْ ‌عَائِشَةَ رَضِيَ اللهُ عَنْهَا قَالَتْ:
تَلَا رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ هَذِهِ الْآيَةَ: {هُوَ الَّذِي أَنْزَلَ عَلَيْكَ الْكِتَابَ مِنْهُ آيَاتٌ مُحْكَمَاتٌ هُنَّ أُمُّ الْكِتَابِ وَأُخَرُ مُتَشَابِهَاتٌ فَأَمَّا الَّذِينَ فِي قُلُوبِهِمْ زَيْغٌ فَيَتَّبِعُونَ مَا تَشَابَهَ مِنْهُ ابْتِغَاءَ الْفِتْنَةِ وَابْتِغَاءَ تَأْوِيلِهِ، وَمَا يَعْلَمُ تَأْوِيلَهُ إِلَّا اللَّهُ، وَالرَّاسِخُونَ فِي الْعِلْمِ يَقُولُونَ آمَنَّا بِهِ كُلٌّ مِنْ عِنْدِ رَبِّنَا وَمَا يَذَّكَّرُ إِلَّا أُولُو الْأَلْبَابِ} [آل عمران: 7]. قَالَتْ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «فَإِذَا رَأَيْتِ الَّذِينَ يَتَّبِعُونَ مَا تَشَابَهَ مِنْهُ فَأُولَئِكَ الَّذِينَ سَمَّى اللهُ، فَاحْذَرُوهُمْ».

[صحيح] - [متفق عليه]
المزيــد ...

આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેઓ કહે છે:
આપ ﷺ એ આ આયતની તિલાવત કરી, {તે જ અલ્લાહ તઆલા છે, જેણે તમારા પર કિતાબ ઉતારી, જેમાં કેટલીક આયતો તો મુહકમ્ (સ્પષ્ટ) આયતો છે, અને આ જ આયતો કિતાબની મૂળયુ છે, અને કેટલીક સંદિગ્ધ આયતો છે, બસ ! જે લોકોના હૃદયોમાં આડાઇ છે તે તો આ (કિતાબ) ની સંદિગ્ધ આયતોની પાછળ લાગી જાય છે, અને તેઓ પોતાની મનેચ્છા પ્રમાણે અર્થઘટન કરે છે, પરંતુ તે આયતોનો સાચો અર્થ અલ્લાહ સિવાય કોઈ જાણતું નથી, અને સચોટ જ્ઞાની એવું જ કહે છે કે અમે તો આના પર (સંદિગ્ધ આયતો પર) ઇમાન લાવી ચુકયા, સંપૂર્ણ આયતો અમારા પાલનહાર તરફથી છે અને શિખામણ તો ફકત બુધ્ધીશાળી લોકો જ પ્રાપ્ત કરે છે} [આલિ ઇમરાન: ૭] આપ ﷺ એ કહ્યું: «જ્યારે તમે જુઓ કે લોકો મુતશાબહ આયત (એવી આયત જેની સ્પષ્ટતા અલ્લાહને જ ખબર હોય) પાછળ પડ્યા હોય તો સમજી લો કે આ તે જ લોકો છે, જેમનું વર્ણન ઉપરોક્ત આયતમાં કરવામાં આવ્યું છે, તમે લોકો તેમનાથી બચો».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - મુત્તફકુન્ અલયહિ

સમજુતી

આપ ﷺ એ આયત તિલાવત કરી: {તે જ અલ્લાહ તઆલા છે, જેણે તમારા પર કિતાબ ઉતારી, જેમાં કેટલીક આયતો તો મુહકમ્ (સ્પષ્ટ) આયતો છે, અને આ જ આયતો કિતાબની મૂળયુ છે, અને કેટલીક સંદિગ્ધ આયતો છે, બસ ! જે લોકોના હૃદયોમાં આડાઇ છે તે તો આ (કિતાબ) ની સંદિગ્ધ આયતોની પાછળ લાગી જાય છે, અને તેઓ પોતાની મનેચ્છા પ્રમાણે અર્થઘટન કરે છે, પરંતુ તે આયતોનો સાચો અર્થ અલ્લાહ સિવાય કોઈ જાણતું નથી, અને સચોટ જ્ઞાની એવું જ કહે છે કે અમે તો આના પર (સંદિગ્ધ આયતો પર) ઇમાન લાવી ચુકયા, સંપૂર્ણ આયતો અમારા પાલનહાર તરફથી છે અને શિખામણ તો ફકત બુધ્ધીશાળી લોકો જ પ્રાપ્ત કરે છે},ખરેખર અલ્લાહ તઆલા વર્ણન કરી રહ્યો છે કે તે જ છે, જેણે પોતાના નબી પર કુરઆન ઉતાર્યું, જેમાં સ્પષ્ટ ઈશારો કરતી આયતો, સ્પષ્ટ આદેશો વર્ણન છે, અને વિવાદ વખતે નિર્ણાયક કિતાબ છે, કિતાબમાં બીજી આયતો પણ છે, જેમનો અર્થ અલગ અલગ હોય શકે છે, જેના અર્થને લઈને કેટલાક લોકો શંકાસ્પદ બની ગયા છે, તેઓ સમજે છે કે આ આયત બીજી આયતની વિરુદ્ધ છે, તો અલ્લાહ તઆલાએ આ પ્રકારના લોકો સાથે કેવો વ્યવહાર કરવો જોઈએ તે વર્ણન કર્યું છે, અને જે લોકોના દિલ સત્ય વાત તરફ ઝુકેલા હોય છે, તેઓ નિર્ણય અલ્લાહ પર છોડી દે છે, અને જે લોકો તે આયતના અર્થઘટન કરતા હોય છે, વધારે પડતા લોકોના દિલોમાં શંકાઓ ઉભી કરે છે અને લોકોને ગુમરાહ કરે છે, અને પોતાની મનેચ્છા પ્રમાણે આયતનું અર્થઘટન કરવા બેસે છે, અને જે લોકો ઠોસ ઇલ્મ ધરાવે છે તેઓ જાણે છે કે આ શંકાસ્પદ છે, તેઓ મૂળ તરફ ફેરવે છે અને અલ્લાહ તઆલા પવિત્ર છે, કુરઆનમાં કોઈ વિરોધી વાતો નથી, તે તેને યાદ કરે છે અને જ્ઞાની વ્યક્તિ સિવાય કોઈની સામે વર્ણન નથી કરતો, પછી આપ ﷺ એ આયશા રઝી અલ્લાહુ અન્હાને કહ્યું: જે લોકો અલ્લાહની મુશતબહ આયતમાં અર્થઘટન કરે છે, તેમના જ વિશે આ આયત અલ્લાહએ ઉતારી છે, (આ તે લોકો ના હૃદયોમાં રોગ છે) તેમનાથી બચો અને તેમની વાત ન સાંભળશો.

ભાષાતર: અંગ્રેજી ફ્રેન્ચ સ્પેનિશ તુર્કી ઉર્દુ ઇન્ડોનિષયન બોસ્નિયન બંગાલી ચાઈનીઝ ફારસી હિન્દી વિયેતનામીસ સિન્હાલા ઉઇગુર કુરદી હૌસા મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ બુર્મીસ થાય પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية الدرية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. કુરઆન મજીદની મુહકમ આયતો: જેનો આદેશ સ્પષ્ટ હોય અને જેના અર્થ તેમજ સમજૂતી પણ સ્પષ્ટ હોય, અલ્ મુતશાબહ: એવી આયતો જેના અર્થ એકથી વધારે થતા હોય, અને જેને સમજવા માટે ઊંડાણપૂર્વક ઇલ્મની જરૂર હોય છે.
  2. મુન્હરિફ: જેઓ ફરી જાય, બિદઅતી લોકો, અને જેમના હૃદયોમાં રોગ હોય, તેઓ અને જે લોકોને દીન બાબતે શંકાઓમાં નાખી દેતા હોય, લોકોને ગુમરાહી તરફ લઈ જતા હોય, આવા દરેક લોકોથી બચવું જોઈએ.
  3. આ આયતનો અંત અલ્લાહના આ શબ્દ વડે થયો: {અને શિખામણ તો ફકત બુધ્ધીશાળી લોકો જ પ્રાપ્ત કરે છે} શંકાસ્પદ વ્યક્તિઓને ખુલ્લા કરવા અને ઠોસ મજબૂત અડગ રહનારા લોકોની પ્રશંસા, અર્થાત્: જે લોકો નસીહત અને ઇલ્મ પ્રાપ્ત નથી કરતા, તેમજ પોતાની મનેચ્છાઓ પાછળ પડ્યા રહે છે, તેઓ બુદ્ધિશાળી લોકો નથી.
  4. મુતશાબહ આયતોનું અનુસરણ દિલમાં રોગ ઉતપન્ન કરવાનું કારણ છે.
  5. મુતશાબહ આયતો, જેના અર્થ સમજી શકાતો ન હોય તેનો જવાબ મુહકમ આયતો દ્વારા આપવો જરૂરી છે.
  6. પવિત્ર અલ્લાહ તઆલાએ કુરઆન માંથી કેટલીક ઠોસ અને નિર્ણાયક આયતો વર્ણન કરી છે તો કેટલીક મુતશાબહ આયતો પણ વર્ણન કરી છે: લોકોની અજમાયશ માટે, તમારા માંથી કોણ મોમિન છે અને કોણ ગુમરાહીમાં પડેલો છે.
  7. કુરઆનમાં મુતશાબહ આયતોના વર્ણનમાં: આલિમોની અન્ય લોકો પર શ્રેષ્ઠતા દર્શાવવી, અને લોકોની બુદ્ધિની ખામીઓ વિશે જાણ કરવી, જેથી તેઓ પોતાના પાલનહાર સમક્ષ પોતાનું માથું ઝુકાવી શકે અને પોતાની અસક્ષમતાને સ્વીકારે.
  8. ઠોસ ઇલ્મ પ્રાપ્તિની મહ્ત્ત્વતા તેમજ તેના પર અડગ રહેવાની જરૂરત.
  9. આયતમાં અલ્લાહ શબ્દ પર વકફ (રૂકવા) બાબતે કુરઆનની સમજૂતી કરનાર વિદ્વાન આલિમોએ આ આયત: { وما يعلم تأويله إلا الله والراسخون في العلم } બે સમજૂતી વર્ણન કરી છે, જો તમે અલ્લાહ શબ્દ પર રૂકો કરો છો, તો તેની સમજૂતી આ પ્રમાણે થશે, કે કોઈ વસ્તુની સત્યતા તેની હકીકત પ્રમાણે છે, તેને સમજવાનો કોઈ માર્ગ નથી, જેવું કે રુહ વિશે અથવા કયામત ક્યારે આવશે તે વિશે જાણકારી, તે જાણકારી અલ્લાહ સિવાય કોઈ નથી જાણતું, એટલા માટે ઠોસ ઇલ્મ ધરાવતા લોકો તેના પર ઈમાન લાવે છે અને તેની સામે ઝૂકી જાય છે. તેઓ પણ આ આયતનો સ્વીકાર કરે છે અને લોકોને પણ સ્વીકાર કરવાનું કહે છે, અને જો અલ્લાહ શબ્દ પર વકફ ન કરીએ, સળંગ જ આયત પઢતા રહીશું તો તેની તફસીર આ પ્રમાણે થશે: આ આયતની સ્પષ્ટતા તો અલ્લાહ જ જાણે છે, અને ઠોસ ઇલ્મ વાળા આલિમો લોકોને પણ આ પ્રમાણે જ તાલિમ આપે છે, તેના પર ઈમાન લાવે છે અને તેનો વિરોધ પણ નથી કરતા.
વધુ