‌عن عَلِيٍّ قَالَ: إِنِّي كُنْتُ رَجُلًا إِذَا سَمِعْتُ مِنْ رَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ حَدِيثًا نَفَعَنِي اللهُ مِنْهُ بِمَا شَاءَ أَنْ يَنْفَعَنِي بِهِ، وَإِذَا حَدَّثَنِي رَجُلٌ مِنْ أَصْحَابِهِ اسْتَحْلَفْتُهُ، فَإِذَا حَلَفَ لِي صَدَّقْتُهُ، وَإِنَّهُ حَدَّثَنِي ‌أَبُو بَكْرٍ، وَصَدَقَ أَبُو بَكْرٍ، قَالَ: سَمِعْتُ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ:
«مَا مِنْ رَجُلٍ يُذْنِبُ ذَنْبًا، ثُمَّ يَقُومُ فَيَتَطَهَّرُ، ثُمَّ يُصَلِّي، ثُمَّ يَسْتَغْفِرُ اللهَ، إِلَّا غَفَرَ اللهُ لَهُ»، ثُمَّ قَرَأَ هَذِهِ الْآيَةَ: {وَالَّذِينَ إِذَا فَعَلُوا فَاحِشَةً أَوْ ظَلَمُوا أَنْفُسَهُمْ ذَكَرُوا اللهَ فَاسْتَغْفَرُوا لِذُنُوبِهِمْ} [آل عمران: 135].

[صحيح] - [رواه أبو داود والترمذي والنسائي في الكبرى وابن ماجه وأحمد]
المزيــد ...

અલી રઝી અલ્લાહુ અન્હુ કહે છે: હું એ વ્યક્તિ છું, જ્યારે કોઈ હદીષ નબી ﷺ દ્વારા સાંભળતો, તો અલ્લાહ જેટલો મને તે હદીષ દ્વારા ફાયદો પહોંચાડવા ઇચ્છતો એટલો મને ફાયદો પહોંચતો, અને જ્યારે કોઈ સહાબી દ્વારા કોઈ હદીષ સાંભળતો, તો હું તેમને કસમ ખાવાનું કહેતો, જ્યારે તે કાસમ ખાઈ લે તો હું તેમની વાત સાચી માની લેતો, મને અબૂ બકર રઝી અલ્લાહુ અન્હુ હદીષ વર્ણન કરી, અને તેમણે સાચુ કહ્યું, તેમણે કહ્યું: મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા:
«કોઈ વ્યક્તિ એવો નથી જે ગુનોહ કરે, ફરી સારી રીતે વઝૂ કરે, ફરી નમાઝ પઢે, ફરી અલ્લાહ પાસે માફી માંગે તો અલ્લાહ તેને માફ કરી દે છે» ફરી નબી ﷺ એ આયત પઢી: {જ્યારે તેમનાથી કોઇ નિર્લજ્જ કાર્ય થઇ જાય અથવા કોઇ ગુનોહ કરી લે તો તરત જ અલ્લાહના નામનું સ્મરણ અને પોતાના પાપો માટે માફી માંગે છે} [આલિ ઇમરાન: ૧૩૫].

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) - આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે

સમજુતી

આ હદીષમાં નબી ﷺ એ જણાવ્યું કે કોઈ વ્યક્તિ જ્યારે ગુનોહ કરી લે, ફરી તે સારી રીતે વઝૂ કરે, ફરી ઊભો થઈ તૌબાની નિયતથી બે રકાઅત નમાઝ પઢે, ફરી અલ્લાહ પાસે માફી માંગે તો અલ્લાહ તેને, માફ કરી દે છે. ફરી નબી ﷺ એ આ આયત તિલાવત કરી: {જ્યારે તેમનાથી કોઇ નિર્લજ્જ કાર્ય થઇ જાય અથવા કોઇ ગુનોહ કરી લે તો તરત જ અલ્લાહના નામનું સ્મરણ અને પોતાના પાપો માટે માફી માંગે છે. અલ્લાહ તઆલા સિવાય બીજું કોણ ગુનાહ માફ કરી શકે છે ? અને જાણ હોવા છતાંય પોતે કરેલ કામો પર અડગ નથી રહેતા} [આલિ ઇમરાન: ૧૩૫].

ભાષાતર: અંગ્રેજી ફ્રેન્ચ ઉર્દુ ઇન્ડોનિષયન બોસ્નિયન ચાઈનીઝ ફારસી હિન્દી સિન્હાલા ઉઇગુર કુરદી હૌસા મલ્યાલમ સ્વાહીલી તામિલ બુર્મીસ થાય પૂશ્તો આસામી السويدية الأمهرية الهولندية الدرية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. આ હદીષમાં ગુનોહ કર્યા પછી તૌબા કરવા અને નમાઝ પઢવાની તાકીદ કરવામાં આવી છે.
  2. સર્વશ્રેષ્ઠ અલ્લાહની માફી અને તૌબા તેમજ ઇસ્તિગ્ફાર કબૂલ કરવાની વિશાળતા.
વધુ