1. હોમ
  2. શ્રેણીઓ
  3. મહત્ત્વતાઓ અને અદબો

હદીષ કોઈ મુસલમાન સ્ત્રી માટે જાઈઝ નથી કે એક દિવસ અથવા એક રાતનો સફર મહરમ (જેની સાથે લગ્ન નથી કરી શકતી) તેના વગર કરે

عن أبِي هُرَيْرَةَ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«لَا يَحِلُّ لِامْرَأَةٍ مُسْلِمَةٍ تُسَافِرُ مَسِيرَةَ لَيْلَةٍ إِلَّا وَمَعَهَا رَجُلٌ ذُو حُرْمَةٍ مِنْهَا».

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર ﷺએ કહ્યું:
«કોઈ મુસલમાન સ્ત્રી માટે જાઈઝ નથી કે એક દિવસ અથવા એક રાતનો સફર મહરમ (જેની સાથે લગ્ન નથી કરી શકતી) તેના વગર કરે».

સહીહ (આ હદીષ સાચા દરજજાની છે) મુત્તફકુન્ અલયહિ સહીહ મુસ્લિમ - 1339

સમજૂતી

આ હદીષમાં નબી ﷺએ જણાવ્યું કે એક મુસ્લમાન સ્ત્રીનું તેના મહરમ વગર એક રાત પણ સફર કરવું હરામ છે, જો તેની સાથે તેનો મહરમ હોય તો પછી જાઈઝ છે.

હદીષથી મળતા ફાયદા

  1. ઈમામ ઈબ્ને હજર રહિમહુલ્લાહએ કહ્યું: મહરમ વગર સ્ત્રીને સફર કરવાથી રોકી છે, એ વાત પર ઇજમાઅ છે કે હજ અને ઉમરહનો સફર મહરમ વગર કરી શકે છે, એવી જ રીતે શિર્કના ઘર માંથી નીકળવા માટે પણ, કેટલાક આલિમોએ આની પણ શરત લગાવી છે.
  2. આ હદીષમાં સંપૂર્ણ ઇસ્લામી શરીઅત અને સ્ત્રીઓની સુરક્ષા અને હિફાજત માટે મજબૂત આદેશ આપવામાં આવ્યો છે.
  3. અલ્લાહ અને આખિરત પર ઇમાન માટે શરીઅતના આદેશોનું પાલન અને તેના હદમાં રહેવું પણ જરૂરી છે.
  4. સ્ત્રીનો મહરમ તેનો પતિ અથવા કોઈ એવી વ્યક્તિ હોય, જે સગપણ, સ્તનપાન અથવા લગ્નને કારણે તેના માટે કાયમ માટે પ્રતિબંધિત છે, અને તે પુખ્તવય, સમજદાર, વિશ્વાસપાત્ર અને ભરોસાપાત્ર મુસ્લિમ હોય. મહરમનો હેતુ સ્ત્રીની રક્ષા, તેની હિફાજત અને તેની કાળજી લેવાનો છે.
  5. ઈમામ બયહકી રહિમહુલ્લાહએ સફરની મુદ્દત વિશે તે રિવાયત બાબતે કહ્યું છે, જેમાં સ્ત્રીને મહરમ વગર સફર કરવાથી રોકી છે, સારાંશ એ કે તે દરેક અંતરને સફર કહેવામાં આવશે, જેનાથી એક સ્ત્રીને મહરમ વગર સફર કરવાથી રોકી છે, તે ત્રણ દિવસનો હોય કે પછી બે દિવસ કે પછી એક દિવસ અથવા બરીદ (એક ખાસ અંતર) અથવા કોઈ પણ સફર; ઈબ્ને અબ્બાસની રિવાયત પ્રમાણે, ઉપરોક્ત વર્ણન કરેલ હદીષ: {સ્ત્રી કોઈ મહરમ વગર સફર નથી કરી શકતી} તે દરેક અંતર જેને આપણે સફર કહી શકીએ, સવાલ કરનારની સ્થિતિ અને તેની જગ્યા જોઈ જવાબ આપવામાં આવશે.

અનુવાદો જુઓ

46 ભાષા
EN English الإنجليزية
UR اردو الأوردية
ES Español الإسبانية
ID Indonesia الإندونيسية
UG ئۇيغۇرچە الأيغورية
BN বাংলা البنغالية
TR Türkçe التركية
RU Русский الروسية
BS Bosanski البوسنية
SI සිංහල السنهالية
HI हिन्दी الهندية
ZH 中文 الصينية
FA فارسی الفارسية
VI Tiếng Việt الفيتنامية
TL Tagalog تجالوج
KU Kurdî الكردية
HA Hausa الهوسا
PT Português البرتغالية
ML മലയാളം المليالم
TE తెలుగు التلغو
SW Kiswahili السواحيلية
TA தமிழ் التاميلية
MY မြန်မာ البورمية
TH ไทย التايلندية
DE Deutsch الألمانية
PS پښتو بشتو
AS অসমীয়া الأسامية
SQ Shqip الألبانية
SV Svenska السويدية
AM አማርኛ الأمهرية
NL Nederlands الهولندية
NE नेपाली النيبالية
PRS دری الدرية
SR Српски الصربية
RO Română الرومانية
HU Magyar المجرية
MOS Moore الموري
MG Malagasy المالاجاشية
KN ಕನ್ನಡ الكانادا
WO Wolof الولوف
UK Українська الأوكرانية
KA ქართული الجورجية
MK Македонски المقدونية
KM ភាសាខ្មែរ الخميرية
PA ਪੰਜਾਬੀ البنجابية
MR मराठी الماراثية