+ -

عَنْ أَبِي هُرَيْرَةَ رَضِيَ اللهُ عَنْهُ قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«مَنْ نَسِيَ وَهُوَ صَائِمٌ، فَأَكَلَ أَوْ شَرِبَ، فَلْيُتِمَّ صَوْمَهُ، فَإِنَّمَا أَطْعَمَهُ اللهُ وَسَقَاهُ».

[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 1155]
المزيــد ...

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર ﷺએ કહ્યું:
«જે રોજદારે ભૂલથી ખાઈ પી લીધું તે પોતાનો રોઝો પૂરો કરે, કારણકે તેને અલ્લાહએ ખવડાવ્યું અને પીવડાવ્યું».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહ મુસ્લિમ - 1155]

સમજુતી

આપ ﷺ વર્ણન કરી રહ્યા છે કે જે રોજદાર ભૂલમાં કંઈક ખાઈ પી લે, તે રોઝો ફર્ઝ હોય કે નફીલ, તો તે પોતાનો રોઝો પૂરો કરે અને તેને તોડવાની જરૂર નથી; કારણકે તેણે જાણી જોઈને નથી ખાધું, તે તેનો ખોરાક છે, જે અલ્લાહએ તેને ખવડાવ્યો અને પીવડાવ્યો.

હદીષથી મળતા ફાયદા

  1. ભૂલથી ખાઇ-પી લેવાથી રોઝો યોગ્ય ગણાશે.
  2. ભૂલથી ખાઈ પી લેવા પર કોઈ ગુનોહ નથી; કારણકે તે તેની પસંદગી નથી.
  3. અલ્લાહ તઆલાનો પોતાના બંદાઓ પર ઉપકાર, કે તેણે પોતાના બંદાઓ માટે આસાની કરી અને તેમના પરથી તકલીફ દૂર કરી.
  4. રોઝો ત્યાં સુધી તૂટતો નથી જ્યાં સુધી આ ત્રણ શરતો ન હોય: પહેલી શરત: તે જાણતો હોવો જોઈએ, જો તેને જાણ ન હોય તો તેનો રોઝો યોગ્ય ગણાશે, બીજી શરત: તેને યાદ હોવું જોઈએ, જો તે ભૂલી જાય તો તેનો રોઝો યોગ્ય ગણાશે, અને તેને રોઝાની કઝા પણ કરવાની જરૂર નથી, ત્રીજી શરત: તેની ઈચ્છા હોય, તેના પર ઝબરદસ્તી કરવામાં ન આવી હોય, તે પોતાની પસંદથી ખાતો હોવો જોઈએ.
ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ સ્વાહીલી થાય આસામી الأمهرية الهولندية الرومانية
ભાષાતર જુઓ
વધુ