عَنْ أَبِي عُبَيْدٍ، مَوْلَى ابْنِ أَزْهَرَ، قَالَ:
شَهِدْتُ العِيدَ مَعَ عُمَرَ بْنِ الخَطَّابِ رَضِيَ اللَّهُ عَنْهُ، فَقَالَ: هَذَانِ يَوْمَانِ نَهَى رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ عَنْ صِيَامِهِمَا: يَوْمُ فِطْرِكُمْ مِنْ صِيَامِكُمْ، وَاليَوْمُ الآخَرُ تَأْكُلُونَ فِيهِ مِنْ نُسُكِكُمْ.
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 1990]
المزيــد ...
અબૂ ઉબૈદ ઈબ્ને અઝહરના આજાદ કરેલ ગુલામો માંથી હતા, તેઓ રિવાયત કરે છે:
મેં ઉમર બિન ખત્તાબ રઝી અલ્લાહુ અન્હુ સાથે ઈદની નમાઝ પઢી, તેમણે કહ્યું: આ બન્ને દિવસે અલ્લાહના રસૂલ
ﷺએ રોઝા રાખવાથી રોક્યા છે, એક (રમઝાનના) રોઝા રાખ્યા બાદ (ઇદુલ્ ફિતરનો) દિવસ, બીજો દિવસ જેમાં તમે પોતાની કુરબાની કરેલ જાનવરનું શાક ખાઓ છો, (બકરી ઈદ).
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 1990]
નબી ﷺએ ઇદુલ્ ફિતર અને ઇદુઝ ઝોહા બન્ને દિવસે રોઝા રાખવાથી રોક્યા છે, ઇદુલ્ ફિતર રમઝાનના રોઝા રાખ્યા પછીનો દિવસ, અને ઈદુલ્ અઝહા, જે દિવસે તમે પોતાના જાનવરની કુરબાનીનું શાક ખાઓ છો.