હદીષનું અનુક્રમણિકા

જ્યારે તમારા માંથી કોઈ વ્યક્તિ એવું સપનું જુએ, જે તેને સારું લાગે, તો તે અલ્લાહ તરફથી છે, તો તે તેના પર અલ્લાહના વખાણ કરે, અને તેના વિષે અન્ય સાથે ચર્ચા કરી શકે છે, અને જો તે એવું સપનું જુએ, જે તેને નાપસંદ હોય, તો તે શૈતાન તરફથી છે, બસ તેની બુરાઈથી અલ્લાહ પાસે પનાહ માંગે, અને તેના વિષે કોઇની સાથે પણ ચર્ચા ન કરે, કારણકે તેનાંથી તેને કોઈ નુકસાન નહીં થાય
عربي અંગ્રેજી ઉર્દુ
સારા સપના અલ્લાહ તરફથી હોય છે, અને ખરાબ સપના શૈતાન તરફથી હોય છે, જ્યારે તમારા માંથી કોઈ વ્યક્તિ ખરાબ સપનું જુએ તો પોતાની ડાબી બાજુ ત્રણ વાર થૂંકે અને શૈતાનની બુરાઈથી પનાહ માંગે, આમ કરવા પર તેને તે ખરાબ સપનું કોઈ નુકસાન નહીં પહોંચાડે
عربي અંગ્રેજી ઉર્દુ