+ -

عَنْ عَبْدِ اللهِ بْنِ مَسْعُودٍ رضي الله عنه قَالَ: سَمِعْتُ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ:
«نَضَّرَ اللَّهُ امْرَأً سَمِعَ مِنَّا شَيْئًا فَبَلَّغَهُ كَمَا سَمِعَ، فَرُبَّ مُبَلِّغٍ أَوْعَى مِنْ سَامِعٍ».

[صحيح] - [رواه الترمذي وابن ماجه وأحمد] - [سنن الترمذي: 2657]
المزيــد ...

અબ્દુલ્લાહ બિન મસ્ઉદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: મેં નબીﷺને કહેતા સાંભળ્યા:
«અલ્લાહ તે વ્યક્તિને આનંદમય રાખે, જે અમારી પાસેથી કોઈ વાત સાંભળે અને તે એવી જ રીતે પહોંચાડી દે, જે રીતે તેણે સાંભળી હોય, ઘણીવાર જેને વાત પહોંચાડવામાં આવે છે, તે સાંભળનાર વ્યક્તિ કરતા વધુ ચપળ હોય છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે] - [સુનન્ અત્ તિર્મિઝી - 2657]

સમજુતી

આ હદીષમાં નબી ﷺએ તે વ્યક્તિ માટે દુનિયામાં આનંદ, તાજગી અને ભલાઈની દુઆ કરી છે, અને તે પણ દુઆ માંગી કે અલ્લાહ તેને આખિરતમાં જન્નતની નેઅમતો અને આનદમાં પહોંચાડે; કારણકે તેણે હદીષ સાંભળી, તેને યાદ કરી અહીં સુધી કે તેને બીજા સુધી પહોંચાડી, ક્યારેક જેના સુધી હદીષ નકલ કરી પહોંચાડવામાં આવી છે, ક્યારેક તે હદીષ નકલ કરનાર કરતાં ચપળ, સમજદાર, અને આદેશોને કાઢવામાં વધુ સક્ષમ હોય શકે છે, બસ પહેલો વ્યક્તિ યાદ કરવામાં અને નકલ કરવામાં સક્ષમ છે અને બીજો તેણે સમજવા અને તાના દ્વારા ફાયદો ઊઠવવામાં અને તેના દ્વારા આદેશો કાઢવામાં વધુ સક્ષમ છે.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ સ્વાહીલી આસામી الأمهرية الهولندية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. આ હદીષમાં નબીﷺએ હદીષોને યાદ કરવા અને તેને અન્ય સુધી પહોંચાડવા પર પ્રોત્સાહન આપ્યું છે.
  2. હદીષના જાણકાર વ્યક્તિઓનું મહત્વ અને તેનું ઇલ્મ પ્રાપ્ત કરનારની શ્રેષ્ઠતા.
  3. હદીષની સમજ ધરાવનાર અને તેના દ્વારા મસલા મસાઇલ વર્ણન કરનાર આલિમોનું મહત્ત્વ વર્ણન કરવામાં આવ્યું છે.
  4. સહાબા રઝી અલ્લાહુ અન્હુમની મહત્ત્વતાનું વર્ણન કે તેમણે નબી
  5. ﷺ દ્વારા હદીષો સાંભળી અને તેને આપણા સુધી પહોંચાડી.
  6. ઈમામ માનવી રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષમાં જણાવવામાં આવ્યું કે સમજદારી હદીષ વર્ણન કરનારની શરત માંથી નથી, પરંતુ તેને યાદ રાખવી, તે શરત માંથી છે, અને સમજદાર વ્યક્તિ પર હદીષને સમજવું અને તેમાં ચિંતન મનન કરવું છે.
  7. ઈમામ ઈબ્ને ઉયૈનહ રહિમહુલ્લાહએ કહ્યું: જે વ્યક્તિ પણ હદીષનું ઇલ્મ પ્રાપ્ત કરે છે, આ હદીષ પ્રમાણે તેનો ચહેરો આનંદમય રહેશે.
  8. હદીષના આલિમો પાસે હદીષ યાદ કરવાના બે પ્રકાર છે: ૧- દિલમાં યાદ કરવી, ૨- પુસ્તકમાં લખી તેને સુરક્ષિત કરવી, અને બંને રીત આ દુઆમાં શામેલ છે.
  9. લોકોની સમજ એકબીજા કરતાં જુદી હોય છે, ઘણીવાર જેને વાત પહોંચાડવામાં આવે, તે જે હદીષ વર્ણન કરી રહ્યો છે, તેના કરતા વધુ સમજદાર હોઈ છે, અને ક્યારેક હદીષને યાદ કરનાર વધુ સમજદાર હોય છે, તેની સમજણ રાખનાર કરતાં.
વધુ