عَنْ سَمُرَةَ بْنِ جُنْدَبٍ وَالْمُغِيرَةِ بْنِ شُعْبَةَ رضي الله عنهما قَالَا: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«مَنْ حَدَّثَ عَنِّي بِحَدِيثٍ يُرَى أَنَّهُ كَذِبٌ، فَهُوَ أَحَدُ الْكَاذِبِينَ».
[صحيح] - [رواه مسلم في مقدمته]
المزيــد ...
સમુરહ બિન જુનદુબ અને મુગૈરહ બિન શોઅબહ રઝી અલ્લાહુ અન્હુમા (અલ્લાહ તે બંનેથી રાજી થાય) રિવાયત કરે છે, તે બંને એ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ કહ્યું:
«જે વ્યક્તિ પણ મારા તરફથી કોઈ વાત કહે અને તે સમજે કે આ વાત જૂઠ્ઠી છે, તો તે પણ બે જૂઠ્ઠાણા માંથી એક છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [رواه مسلم في مقدمته] - [સહીહ મુસ્લિમ]
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય)એ જણાવ્યું કે જે વ્યક્તિ પણ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) દ્વારા કોઈ પણ હદીષ વર્ણન કરે અને તે જાણતો હોય અથવા તેને શંકા હોય અથવા તેને યકીન હોય કે આ હદીષ જૂઠ્ઠી છે, તો તે જુઠ્ઠો છે, અને તેણે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) તરફથી જૂઠ બાંધ્યું, અને રિવાયત કરનાર પણ તે જૂઠમાં ભાગીદાર છે.