+ -

عن عُقبة بن عامر الجُهني رضي الله عنه قال: قال رسولُ الله صلَّى الله عليه وسلم:
«الجاهِرُ بالقرآن كالجاهِرِ بالصَّدَقَةِ، والمُسِرُّ بالقرآن كالمُسِرِّ بالصَّدَقَة».

[صحيح] - [رواه أبو داود والترمذي والنسائي] - [سنن أبي داود: 1333]
المزيــد ...

ઉકબા બિન આમિર અલ્ જુહની રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી ﷺ એ કહ્યું:
«ઊંચા અવાજે કુરઆનની તિલાવત કરનાર એવો છે, જેવું કે ઉંચા અવાજે સદકો કરવાવાળો અને ધીમા અવાજે કુરઆનની તિલાવત કરનાર એવો છે જેવું કે છુપી રીતે સદકો કરનાર».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ નસાઈ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સુનન્ અબી દાઉદ - 1333]

સમજુતી

આપ ﷺ એ સ્પષ્ટ કર્યું કે જાહેરમાં ઊંચા અવાજે કુરઆનની તિલાવત કરનાર એવો છે જેવું કે ઊંચા અવાજે સદકો કરનાર વ્યક્તિ, અને ધીમા અવાજે કુરઆન મજીદની તિલાવત કરનાર એવો છે, જેવું કે છુપી રીતે સદકો કરનાર.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી બોસ્નિયન સિન્હાલા હિન્દી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ બુર્મીસ થાય જર્મન પૂશ્તો આસામી અલ્બાનીયન السويدية الأمهرية الهولندية Kirgisisch النيبالية Yoruba الليتوانية الدرية الصربية الصومالية الطاجيكية Kinyarwanda الرومانية المجرية التشيكية Malagasy ઇટાલિયન Oromo Kanadische Übersetzung Aserbaidschanisch الأوزبكية الأوكرانية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. ધીમા અવાજે કુરઆન મજીદની તિલાવત કરવી શ્રેષ્ઠ છે, જેવું કે છુપી રીતે સદકો કરવો ઉત્તમ છે, જેમાં ઇખલાસ હોય છે મોટાઈ તેમજ દેખાડો નથી હોતો, હા, જ્યારે જરૂરત પડે ત્યારે ઊંચા અવાજે કુરઆન મજીદ પઢવાની છૂટ છે, તે પઢી શકે છે, ઉદાહરણ તરીકે કુરઆનની તાલિમ આપવા માટે ઊંચો અવાજ જરૂરી છે.
વધુ