عَنْ حُذَيْفَةَ بْنِ اليَمَانِ رَضيَ اللهُ عنه:
أَنَّ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ كَانَ إِذَا أَرَادَ أَنْ يَنَامَ وَضَعَ يَدَهُ تَحْتَ رَأْسِهِ، ثُمَّ قَالَ: «اللَّهُمَّ قِنِي عَذَابَكَ يَوْمَ تَجْمَعُ أَوْ تَبْعَثُ عِبَادَكَ».
[صحيح] - [رواه الترمذي] - [سنن الترمذي: 3398]
المزيــد ...
હુઝૈફહ બિન્ યમાન રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે:
જ્યારે આપ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સૂવાનો ઈરાદો કરતા, તો પોતાનો જમણો હાથ જમણા ગાલની નીચે મુકતા અને આ દુઆ પઢતા: «"અલ્લાહુમ્મ કિની અઝાબક યવ્મ તજ્મઉ અવ્ તબ્અષુ ઇબાદક" (અર્થ: હે અલ્લાહ! મને તે દિવસે અઝાબથી બચાવીને રાખજે, જે દિવસે તું પોતાના બંદાઓને ફરી વખત જીવિત એકઠા કરે)».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે - An-Nasaa’i - આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે - આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સુનન્ અત્ તિર્મિઝી - 3398]
આપ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે સૂવા માટે પથારીમાં જતા, તો પોતાના જમણા હાથને જમણા ગાલની નીચે રાખતા અને કહેતા: «"અલ્લાહુમ્મ" (હે અલ્લાહ!)» હે મારા પાલનહાર!, «"કિની" (મારી રક્ષા કર)» મારી હિફાજત કર, «"અઝાબક" (તારા અઝાબથી)» તારી પકડથી, «"યવ્મ તજમઉ અવ્ તબ્અષુ ઇબાદક" (જે દિવસે તું લોકોને ફરી વખત જીવિત કરી એકઠા કરે)», કયામતના દિવસે હિસાબના સમયે.