عَنْ حُذَيْفَةَ رَضيَ اللهُ عنه قَالَ:
كُنَّا إِذَا حَضَرْنَا مَعَ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ طَعَامًا لَمْ نَضَعْ أَيْدِيَنَا حَتَّى يَبْدَأَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ فَيَضَعَ يَدَهُ، وَإِنَّا حَضَرْنَا مَعَهُ مَرَّةً طَعَامًا، فَجَاءَتْ جَارِيَةٌ كَأَنَّهَا تُدْفَعُ، فَذَهَبَتْ لِتَضَعَ يَدَهَا فِي الطَّعَامِ، فَأَخَذَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ بِيَدِهَا، ثُمَّ جَاءَ أَعْرَابِيٌّ كَأَنَّمَا يُدْفَعُ فَأَخَذَ بِيَدِهِ، فَقَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ: «إِنَّ الشَّيْطَانَ يَسْتَحِلُّ الطَّعَامَ أَنْ لَا يُذْكَرَ اسْمُ اللهِ عَلَيْهِ، وَإِنَّهُ جَاءَ بِهَذِهِ الْجَارِيَةِ لِيَسْتَحِلَّ بِهَا فَأَخَذْتُ بِيَدِهَا، فَجَاءَ بِهَذَا الْأَعْرَابِيِّ لِيَسْتَحِلَّ بِهِ فَأَخَذْتُ بِيَدِهِ، وَالَّذِي نَفْسِي بِيَدِهِ، إِنَّ يَدَهُ فِي يَدِي مَعَ يَدِهَا».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2017]
المزيــد ...
હુઝૈફહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું:
જ્યારે અમે આપ સલલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે ખાવા બેસતા તો ત્યાં સુધી થાળીમા હાથ નહતા નાખતા જ્યાં સુધી આપ સલલ્લાહુ અલૈહિ વસલ્લમ ખાવાનું શરૂ ન કરતા, એકવાર અમે આપની સાથે બેસીને ખાઈ રહ્યા હતા, એક સ્ત્રી આવી, એવું લાગ્યું કે તેને કોક હાંકી રહ્યું હોય, તે અમારી સાથે બેસી ગઈ અને ખાવામાં હાથ નાખવા જઈ રહી હતી કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેનો હાથ પકડી લીધો, એવી જ રીતે એક ગામડિયો આવ્યો અને તે પણ હાથ નાખવા જઇ રહ્યો હતો કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેનો હાથ પકડી લીધો, પછી આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: «શૈતાન પોતાના માટે તે ખોરાક હલાલ કરી લે છે, જે ખોરાક પર અલ્લાહનું નામ લેવામાં ન આવે, શૈતાન આ છોકરીને લઈને આવ્યો, જેથી કરીને તે પોતાના માટે ખોરાક હલાલ કરી શકે, પરંતુ મેં તેનો હાથ પકડી લીધો, એવી જ રીતે તે ગામડિયાને પણ પોતાના માટે ખોરાક હલાલ કરવા માટે લઈને આવ્યો, પરંતુ મેં તેનો હાથ પકડી લીધો, પછી (આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:) કસમ છે તે ઝાતની જેના હાથમાં મારા પ્રાણ છે, શૈતાનનો હાથ તે છોકરીના હાથ વડે મારા હાથમા છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 2017]
આ હદીષમાં હુઝૈફહ રઝી અલ્લાહુ અન્હુએ વર્ણન કર્યું કે જ્યારે અમે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સાથે ખાવા બેસતા તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યાં સુધી થાળીમા હાથ નાખી શરૂ ન કરતા, અમે હાથ નહતા નાખતા, એકવાર અમે સાથે ખાવા બેઠા હતા, ઝડપથી એક છોકરી આવી જાણે કે તેને કોઈ ધક્કો મારી રહ્યું હોય, તેણે સીધા ખાવા માટે હાથ થાળમા નાખ્યો, પરંતુ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેનો હાથ પકડી લીધો, એવી જ રીતે એક ગામડિયો આવ્યો અને તે પણ અંદર થાળમા હાથ નાખવા જતો હતો, પરંતુ આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ તેનો પણ હાથ પકડી લીધો, અને પયગંબર સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: જ્યારે માનવી અલ્લાહના ઝિક્ર વગર ખાવાનું શરૂ કરે છે, તો શૈતાન તેના ખાવા માંથી લઈ લે છે, અને શૈતાન આ છોકરીના દ્વારા તેનો ખોરાક હલાલ કરવા જતો હતો, મેં તેનો હાથ પકડી લીધો, એવી જ રીતે ગામડિયા દ્વારા પણ તેના માટે ખાવાનું હલાલ કરવા જતો હતો, પરંતુ મેં હાથ પકડી લીધો, તે ઝાતની કસમ! જેના હાથમાં મારા પ્રાણ છે, શૈતાનનો હાથ મારા હાથમાં હતો, પછી અલ્લાહનું નામ લીધું અને ખાવાનું શરૂ કર્યું.