+ -

عَنْ جَابِرِ بْنِ عَبْدِ اللَّهِ رضي الله عنهما أَنَّ النَّبِيَّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«أُعْطِيتُ خَمْسًا لَمْ يُعْطَهُنَّ أَحَدٌ قَبْلِي: نُصِرْتُ بِالرُّعْبِ مَسِيرَةَ شَهْرٍ، وَجُعِلَتْ لِي الأَرْضُ مَسْجِدًا وَطَهُورًا، فَأَيُّمَا رَجُلٍ مِنْ أُمَّتِي أَدْرَكَتْهُ الصَّلاَةُ فَلْيُصَلِّ، وَأُحِلَّتْ لِي المَغَانِمُ، وَلَمْ تَحِلَّ لِأَحَدٍ قَبْلِي، وَأُعْطِيتُ الشَّفَاعَةَ، وَكَانَ النَّبِيُّ يُبْعَثُ إِلَى قَوْمِهِ خَاصَّةً وَبُعِثْتُ إِلَى النَّاسِ عَامَّةً».

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 335]
المزيــد ...

જાબિર બિન અબ્દુલ્લાહ રઝી અલ્લાહુ અન્હુમા રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«મને પાંચ વસ્તુઓ એવી આપવામાં આવી, જે મારા પહેલા કોઈ નબીને આપવામાં નથી આવી, એક મહિના જેટલા અંતરે (દુશ્મનના દિલમાં) મારો ભય નાખી મારી મદદ કરવામાં આવી, મારા માટે સંપૂર્ણ જમીન મસ્જિદ અને પાકી મેળવવાનો સ્ત્રોત બનાવી દેવામાં આવી, મારી ઉમ્મતનો કોઈ પણ વ્યક્તિ જે જગ્યા પર નમાઝનો સમય પામી લે, તે ત્યાં જ નમાઝ પઢી લે, મારા માટે ગનીમતનો માલ હલાલ કરવામાં આવ્યો, મારા પહેલા કોઈના માટે તે માલ હલાલ ન હતો, મને શફાઅત (ભલામણ) કરવાનો હક આપવામાં આવ્યો, અને અન્ય નબીઓ ફક્ત પોતાની કોમ માટે જ નબી બનાવી મોકલવામાં આવતા હતા, પરંતુ મને સંપૂર્ણ માનવતા માટે નબી બનાવી મોકલવામાં આવ્યો છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 335]

સમજુતી

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જણાવ્યું કે અલ્લાહ તઆલાએ મને પાંચ વસ્તુઓ એવી આપી છે, જે આજ પહેલા કોઈ નબીને આપવામાં આવી નથી:
પહેલી: મદદ માટે દુશ્મનના દિલમાં મારો ભય, ભલે ને તેમની અને મારી વચ્ચે એક મહિનાના સફર જેટલું અંતર કેમ ન હોય.
બીજી : મારા માટે સંપૂર્ણ જમીન મસ્જિદ બનાવી દેવામાં આવી કે અમે જ્યાં ઈચ્છીએ ત્યાં નમાઝપઢી શકીએ છીએ, અને પાણી વાપરવાની શક્તિ ન હોવા પર અને પાણીની અછત વખતે માટીને પાકી પ્રાપ્ત કરવાનો એક સ્ત્રોત બનાવ્યો.
ત્રીજી: યુદ્ધ પછી મળેલ ગનીમતનો માલ મારા માટે હલાલ કરવામાં આવ્યો, ગનીમતના માલનો અર્થ તે માલ જે કાફિરો સાથે યુદ્ધ કરતા મુસલમાનોને મળે છે.
ચોથી: કયામતના દિવસે ભયાનક પરિસ્થિતિથી છૂટકારા માટે ભલામણ કરવાનો અધિકાર આપ્યો.
પાંચમી: મને સંપૂર્ણ માનવીઓ અને જિન્નાત માટે પયગંબર બનાવી મોકલવામાં આવ્યો, પહેલાના પયગંબરોને ફક્ત તેમની કોમ માટે જ નબી બનાવી મોકલવામાં આવતા હતા.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ સ્વાહીલી થાય પૂશ્તો આસામી الأمهرية الهولندية الرومانية Oromo
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. બંદા માટે જાઈઝ છે કે અલ્લાહએ તેના પર કરેલ નેઅમતોની ગણતરી કરી તેને વર્ણન કરે અને તેના પર અલ્લાહનો આભાર વ્યક્ત કરે.
  2. સર્વશ્રેષ્ઠ અલ્લાહએ આ કોમ પર કૃપા કરી અને વર્ણવેલ પાંચ વસ્તુ દ્વારા પોતાના પયગંબરને શ્રેષ્ઠતા આપી.
  3. નમાઝને તેના સમય પર કોઈ પણ સંજોગોમાં પઢવી જરૂરી છે, અને નમાઝની જેટલી શરતો, તેના અરકાન અને અનિવાર્ય કામો કરી શકતા હોય, તે કરવા જોઈએ.
  4. અલગ અલગ પરિસ્થિતિમાં નબીઓ વચ્ચે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને શફાઅતનો અધિકાર આપવામાં આવ્યો છે, તેમાંથી પહેલી: નિર્ણય કરતી વખતે લોકો માટે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમની ભલામણ, તેમાંથી બીજું: જન્નતમાં દાખલ થવા બાબતે કેટલાક લોકો માટે ભલામણ, તેમાંથી એક ત્રીજું: આપના કાકા અબુ તાલિબ માટે ભલામણ, સહેજ હલકા અઝાબ માટે ભલામણ, તેમને જહન્નમથી છૂટકારો નહીં મળે; કારણકે તેઓ કુફ્રની સ્થિતિમાં મૃત્યુ પામ્યા હતા.
  5. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ માટે ઘણી શ્રેષ્ઠતાઓ અલ્લાહ તઆલાએ આપી છે, જે અહીંયા વર્ણન કરવામાં નથી આવી, તેમાંથી: જવામિઉલ્ કલિમ આપવામાં આવ્યું, નબીઓની શ્રુખલાનો અંત, આપની સફોને ફરિશ્તાની સફો જેવી બનાવી અને અન્ય શ્રેષ્ઠતાઓ પણ છે.
વધુ