عن عائشة أم المؤمنين وعبد الله بن عباس رضي الله عنهما قالا:
لَمَّا نَزَلَ بِرَسُولِ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ طَفِقَ يَطْرَحُ خَمِيصَةً لَهُ عَلَى وَجْهِهِ، فَإِذَا اغْتَمَّ بِهَا كَشَفَهَا عَنْ وَجْهِهِ، فَقَالَ وَهُوَ كَذَلِكَ: «لَعْنَةُ اللَّهِ عَلَى اليَهُودِ وَالنَّصَارَى، اتَّخَذُوا قُبُورَ أَنْبِيَائِهِمْ مَسَاجِدَ» يُحَذِّرُ مَا صَنَعُوا.
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 435]
المزيــد ...
આયશા રઝી અલ્લાહુ અન્હા અને અબ્દુલ્લાહ બિન અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા બંને રિવાયત કરે છે, અને કહે છે:
જ્યારે નબી ﷺ નો (મૃત્યુનો) સમય નજીક આવ્યો, તો આપ એક ચાદર પોતાના મોઢા પર ઓઢી લેતા અને જ્યારે જીવ ઘભરાવવા લાગતો તો તેને મોઢા પરથી હટાવી દેતા, અને આ શબ્દો કહેતા: « યહૂદી અને નસ્રાની લોકો પર અલ્લાહની લઅનત થાય, તેઓએ તેમના પયગંબરોની કબરોને સિજદો કરવાની જગ્યા બનાવી લીધી», આપ લોકોને તેમનું અનુસરણ કરવાથી સચેત રહ્યા હતા.
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 435]
આયશા રઝી અલ્લાહુ અન્હા અને ઈબ્ને અબ્બાસ રઝી અલ્લાહુ અન્હુમા બંનેએ અમને જણાવ્યું, તે બંને નબી ﷺ ના મૃત્યુના સમયે તેમની પાસે હાજર હતા, અને આપ પોતાના ચહેરા પર કપડાનો ટુકડો રાખતા, અને જો મૃત્યની તકલીફના કારણે શ્વાસ લેવાનું મુશ્કેલ થઈ જતું, તો આપ ચહેરા પરથી તે કપડાંને હટાવી દેતા, આવી સખત પરિસ્થિતિમાં પણ નબી ﷺ એ કહ્યું: યહૂદી અને નસ્રાની લોકો પર અલ્લાહની લઅનત થાય અને તેઓ અલ્લાહની રહેમતથી દુર થઇ જાય, એટલા માટે કે તેઓએ પોતાના પયગંબરોની કબરોને સિજદો કરવાનું મથક બનાવી દીધું, જો આ ગુનાહની ગંભીરતા ન હોત તો નબી ﷺ એ આ પરિસ્થિતિમાં આ વસ્તુનો ઉલ્લેખ કર્યો ન હોત, એટલા માટે નબી ﷺ એ પોતાની કોમને આ પ્રમાણે કરવાથી રોક્યા છે, કારણકે આ યહૂદી અને નસ્રાનીઓનો તરીકો છે, જે અલ્લાહ સાથે શિર્કનું સૌથી મોટી કારણ બની શકે છે.