عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«بَادِرُوا بِالْأَعْمَالِ فِتَنًا كَقِطَعِ اللَّيْلِ الْمُظْلِمِ، يُصْبِحُ الرَّجُلُ مُؤْمِنًا وَيُمْسِي كَافِرًا، أَوْ يُمْسِي مُؤْمِنًا وَيُصْبِحُ كَافِرًا، يَبِيعُ دِينَهُ بِعَرَضٍ مِنَ الدُّنْيَا».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 118]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ (અલ્લાહ તેમનાથી રાજી થાય) રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ કહ્યું:
«તમે સત્કાર્યો તરફ આગળ વધો, તે ફિતનાઓ આવતા પહેલા જે સખત કાળી રાતની માફક હશે, (તેની સ્થિતિ એ હશે કે) માનવી સવારે મોમિન હશે, તો સાંજે કાફિર અને સાંજે મોમિન હશે, તો સવારે કાફિર હશે, દુનિયાની સામાન્ય વસ્તુઓના બદલામાં માનવી પોતાનો દીન વેચી દેશે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 118]
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ (તેમના પર દરૂદ અને સલામતી થાય) એ એક મોમિનને સત્કાર્યો કરવામાં જલ્દી કરવાનું કહી રહ્યા છે, એ પહેલા કે તે સારા કામો કરવાને રોકનાર ફિતનાઓ અને શંકાઓ આવવાના કારણે અશક્ય થઈ જાય, અને માનવી સત્કાર્યો કરી ન શકે, તે ફિતના અંધારી રાતની માફક આવશે, જેમક રાતનો ટુકડો હોય, તેના કારણે સત્ય જૂઠ સાથે એવી રીતે ભળી જશે કે માનવી માટે તે બંને વચ્ચે તફાવત કરવો અશક્ય થઈ જશે, અને સ્થિતિ એ હશે કે માનવી શંકામાં પડી જશે, સવારે મોમિન હશે તો સાંજે કાફિર થઈ જશે, સાંજે મોમિન હશે તો સવારે કાફિર બની જશે, અને નષ્ટ થવા વાલી દુનિયાના સમાન માટે દીનથી દૂર થઈ જશે.