عَنْ أَبِي هُرَيْرَةَ قَالَ: قَالَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«السَّاعِي عَلَى الأَرْمَلَةِ وَالمِسْكِينِ، كَالْمُجَاهِدِ فِي سَبِيلِ اللَّهِ، أَوِ القَائِمِ اللَّيْلَ الصَّائِمِ النَّهَارَ».
[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 5661]
المزيــد ...
અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું કે નબી ﷺએ કહ્યું:
«વિદ્વા સ્ત્રી અને લાચાર માટે પ્રયત્ન કરનાર વ્યક્તિ અલ્લાહના માર્ગમાં જિહાદ કરનાર જેવા છે, અથવા રાત્રે કિયામ કરનાર (અર્થાત્ તહજ્જુદ પઢનાર) અથવા તો રોઝદાર જેવા છે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 5661]
આ હદીષમાં નબી ﷺ જણાવી રહ્યા છે કે જે વ્યક્તિ કોઈ એવી સ્ત્રીની જરૂરિયાતનું ધ્યાન રાખતો હોય, જેના પતિનું મૃત્યુ થઈ ગયું હોય, તેની જરૂરિયાત પૂરી કરનાર કોઈ ન હોય, અને તે અલ્લાહ પાસે સવાબની આશા રાખતા, તે સ્ત્રી પર ખર્ચ કરે, તો તે વ્યક્તિનો સવાબ અલ્લાહના માર્ગમાં જિહાદ કરનાર અર્થવા રાત્રે તહજ્જુદ પઢનાર વ્યક્તિ અથવા તો એક રોઝદારના સવાબ જેટલો સવાબ મળશે.