+ -

عَنْ عَائِشَةَ أُمِّ المؤْمِنين رَضيَ اللهُ عنها قَالَتْ:
جَاءَتْنِي مِسْكِينَةٌ تَحْمِلُ ابْنَتَيْنِ لَهَا، فَأَطْعَمْتُهَا ثَلَاثَ تَمَرَاتٍ، فَأَعْطَتْ كُلَّ وَاحِدَةٍ مِنْهُمَا تَمْرَةً، وَرَفَعَتْ إِلَى فِيهَا تَمْرَةً لِتَأْكُلَهَا، فَاسْتَطْعَمَتْهَا ابْنَتَاهَا، فَشَقَّتِ التَّمْرَةَ الَّتِي كَانَتْ تُرِيدُ أَنْ تَأْكُلَهَا بَيْنَهُمَا، فَأَعْجَبَنِي شَأْنُهَا، فَذَكَرْتُ الَّذِي صَنَعَتْ لِرَسُولِ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، فَقَالَ: «إِنَّ اللهَ قَدْ أَوْجَبَ لَهَا بِهَا الْجَنَّةَ، أَوْ أَعْتَقَهَا بِهَا مِنَ النَّارِ».

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2630]
المزيــد ...

ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેમણે કહ્યું:
મારી પાસે એક ગરીબ સ્ત્રી આવી, જેણે પોતાની બે બાળકીઓને ઉઠાવી રાખી હતી, મેં તેને ત્રણ ખજૂર ખાવા માટે આપી, તેણીએ બન્નેને એક એક ખજૂર આપી દીધી, અને પોતે એક ખજૂર ખાવા માટે મોઢા તરફ લઈ ગઈ, આ સ્થિતિમાં તેણીની બન્ને બાળકીઓએ તે ખજૂર પણ ખાવા માટે માંગી, તેણીએ તે ખજૂરના બે ભાગ કરી એક એક ટૂકડો બંને બાળકીઓને આપી દીધો, તેણીના આ અમલ પર મને ખૂબ આશ્ચર્ય થયું, મેં સંપૂર્ણ વાત આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને જણાવી, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: આ અમલના કારણે અલ્લાહ તઆલાએ તેના માટે જન્નત અનિવાર્ય કરી દીધી અથવા તેને જહન્નમથી છુટકારો આપી દીધો.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 2630]

સમજુતી

મોમિનોની માતા આયશા રઝી અલ્લાહુ અન્હા વર્ણન કરે છે કે એક ગરીબ સ્ત્રી પોતાની બન્ને બાળકીઓને ઉઠાવી આવી, જે મારી પાસે કંઈક માંગી રહી હતી, મેં તેણીને ત્રણ ખજૂર આપી, તેણીએ એક એક ખજૂર પોતાની બન્ને બાળકીઓને આપી દીધી, અને એક ખજૂર પોતે ખાવા માટે મોઢા તરફ લઈ ગઈ, તો તેણીની બાળકીઓએ તે ખજૂર પણ તેની પાસે માંગી લીધી, તેણીએ ખજૂરના બે ટૂકડા કર્યા, અને તેણીએ બન્ને બાળકીઓને એક એક ટૂકડો આપી દીધો, આયશા રઝી અલ્લાહુ અન્હાને આ કાર્ય પર આશ્ચર્ય થયો, અને તેમણે સંપૂર્ણ વાત આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને જણાવી, તો આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું: ખરેખર આ કાર્યના કારણે અલ્લ્લાહએ તેના પર જન્નત અનિવાર્ય કરી દીધી અને તેને જહન્નમથી છુટકારો આપી દીધો.

હદીષથી મળતા ફાયદા

  1. આ હદીષમાં સદકો કરવાની મહત્ત્વતા વર્ણન કરવામાં આવી છે, ભલેને તેની માત્રા થોડી કેમ ન હોય, જે મોમિનના તેના પાલનહાર પ્રત્યે ઈમાન અને તેના વચન અને કૃપા પર ભરોસામાં સત્યતાનો પુરાવો છે.
  2. માતાઓની પોતાના બાળકો પ્રત્યે કરુણા અને તેમના વેડફી જવાનો ભય.
  3. પોતાના પર બીજાને પ્રાથમિકતા આપવાની મહત્ત્વતા, નાના બાળકો પર કૃપા, તેમજ બાળકીઓ પ્રત્યે વધુ ઉપકાર અને દયા, કારણકે તે બાળકીઓ જન્નતમા પ્રવેશ તેમજ જહન્નમથી છુટકારોનું સ્ત્રોત છે.
  4. નાની રકમને સદકો તુચ્છ સમજી સદકો આપવાથી રુકી ન જવું જોઈએ, પરંતુ સદકો કરનાર માટે જરૂરી છે કે તે સદકો કરે, ભલેને રકમ થોડી હોય કે વધુ.
  5. આ હદીષમાં આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ઘરની પરિસ્થિતિ જાણવા મળે છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમના ઘરના લોકોનું જીવન કેવું હતું, તેમના ઘરમાં ત્રણ કરતા વધારે ખજૂર પણ નહતી.
ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી સ્વાહીલી થાય આસામી الأمهرية الهولندية الدرية الرومانية المجرية الجورجية المقدونية الخميرية الماراثية
ભાષાતર જુઓ
વધુ