+ -

عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه، عَنِ النَّبِيِّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ قَالَ:
«مَا جَلَسَ قَوْمٌ مَجْلِسًا لَمْ يَذْكُرُوا اللَّهَ فِيهِ وَلَمْ يُصَلُّوا عَلَى نَبِيِّهِمْ إِلاَّ كَانَ عَلَيْهِمْ تِرَةً، فَإِنْ شَاءَ عَذَّبَهُمْ وَإِنْ شَاءَ غَفَرَ لَهُمْ».

[صحيح] - [رواه أبو داود والترمذي والنسائي في الكبرى] - [سنن الترمذي: 3380]
المزيــد ...

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺએ કહ્યું:
«જો કોઈ કોમ એવી સભામાં બેસશે, જેમાં તેમણે અલ્લાહનો ઝિક્ર ન કર્યો હોય અને ન તો તેના નબી પર દરૂદ પઢયું હોય, તો આ બેઠક તેમના માટે નુકસાન કારક સાબિત થશે, પછી જો અલ્લાહ ઈચ્છશે તો તેમને અઝાબ આપશે અને ઈચ્છશે તો તેમને માફ કરી દેશે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - - [સુનન્ અત્ તિર્મિઝી - 3380]

સમજુતી

આ હદીષમાં નબી ﷺએ અલ્લાહના ઝિક્રથી ગાફેલ થઈ જવા પર સચેત કર્યા છે, અને જો કોઈ એવી સભામાં બેસે જેમાં તે અલ્લાહ તઆલાને યાદ ન કરે અને ન તો તેના પયગંબર ﷺ પર દરૂદ મોકલે તો તે સભા તેના માટે નુકસાન કારક સાબિત થશે, અને તેણે કયામતના દિવસે તેનો અફસોસ થશે, બસ જો અલ્લાહ ઇચ્છશે તો તેમને પાછળ ગુનાહ અને આળસના કારણે અઝાબ આપશે અને જો ઈચ્છશે તો તેમને પોતાની કૃપા અને દયા દ્વારા માફ કરી દે શે.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ સ્વાહીલી તામિલ થાય આસામી الأمهرية الهولندية الرومانية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. અલ્લાહનો ઝિક્ર કરવા પર પ્રોત્સાહન.
  2. તે મજલિસોની મહત્ત્વતા જેમાં અલ્લાહ તઆલાનો ઝિક્ર કરવામાં આવે છે, અને નબી ﷺનો ઝિક્ર કરવામાં આવે છે, અને જે મજલિસોમાં અલ્લાહનો અને તેના પયગંબરનો ઝિક્ર કરવામાં નથી આવતો તો તે મજલિસો કયામતના દિવસે અભદ્ર મજલિસો હશે.
  3. અલ્લાહની યાદથી ગાફેલ થવાના કારણે જે ચેતવણી વર્ણન કરવામાં આવી છે, તે ફક્ત મજલિસ માટે નથી, પરંતુ તે ચેતવણી સામાન્ય છે, અર્થાત્ દરેક લોકો માટે છે, ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: જે વ્યક્તિ પણ કોઈ જગ્યાએ બેસે, તો તેના માટે યોગ્ય નથી કે અલ્લાહનો ઝિક્ર કર્યા વગર ઊભો થઈ જાય.
  4. કયામતના દિવસે તેમને જે દુ:ખ પ્રાપ્ત થશે: તે અલ્લાહનું અનુસરણ કરી ફાયદો ન ઉઠાવી શક્યા અને સવાબ પ્રાપ્ત ન કરી શક્યા અથવા અલ્લાહની અવજ્ઞા કરી સમય પસાર કરવાના કારણે.
  5. આ ચેતવણી જો યોગ્ય મજલિસો બાબતે આપવામાં આવી છે, તો હરામ મજલિસો બાબતે શું પરિણામ હશે, જેમાં અપશબ્દો, નિંદા અને ચાડી કરવી શામેલ હોય છે?!
વધુ