+ -

عَنْ عَائِشَةَ رضي الله عنها قَالَتْ:
كَانَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَسْتَحِبُّ الْجَوَامِعَ مِنَ الدُّعَاءِ، وَيَدَعُ مَا سِوَى ذَلِكَ.

[صحيح] - [رواه أبو داود وأحمد] - [سنن أبي داود: 1482]
المزيــد ...

આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેમણે કહ્યું:
નબી ﷺ વ્યાપક દુઆઓને પસંદ કરતાં હતા અને તે સિવાયની દુઆઓને છોડી દેતા હતા.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે] - [સુનન્ અબી દાઉદ - 1482]

સમજુતી

નબી ﷺ તે દુઆઓને વધુ પસંદ કરતા હતા જેમાં દુનિયા અને આખિરત બંનેની ભલાઈ શામેલ હોય અને જેના શબ્દો ઓછા અને અર્થ વધારે હોય, અને જેમાં ખૂબ જ અલ્લાહના વખાણ હોય, અને જેમાં સારા હેતુઓ હોય, તે સિવાયની દુઆઓ છોડી દેતા હતા.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ સ્વાહીલી આસામી الأمهرية الهولندية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. વ્યાપક શબ્દો વાળી દુઆઓ જેમાં દરેક પ્રકારની ભલાઈ શામેલ હોય, તે દુઆઓ કરવી મુસ્તહબ છે, અને કોઈ સવાલ પ્રત્યે પોતાને સંકટમાં નાખવો યોગ્ય નથી, અને ન તો અલ્લાહના નબી ﷺનું માર્ગદર્શન છે.
  2. વ્યાપક શબ્દો ફક્ત નબી ﷺને જ આપવામાં આવ્યા હતા.
  3. નબી ﷺ દ્વારા સાબિત દુઆઓ કરવા પર પ્રોત્સાહન, ભલેને તે લાંબી દુઆઓ હોય, તે પણ અલ્લાહના નબીની વ્યાપક દુઆઓ માંથી છે.
વધુ