+ -

عَنْ عَلِيٍّ رَضيَ اللهُ عنهُ أَنَّ مُكَاتَبًا جَاءَهُ، فَقَالَ: إِنِّي قَدْ عَجَزْتُ عَنْ مُكَاتَبَتِي فَأَعِنِّي، قَالَ: أَلاَ أُعَلِّمُكَ كَلِمَاتٍ عَلَّمَنِيهِنَّ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ، لَوْ كَانَ عَلَيْكَ مِثْلُ جَبَلِ صِيرٍ دَيْنًا أَدَّاهُ اللَّهُ عَنْكَ، قَالَ:
«قُلْ: اللَّهُمَّ اكْفِنِي بِحَلاَلِكَ عَنْ حَرَامِكَ، وَأَغْنِنِي بِفَضْلِكَ عَمَّنْ سِوَاكَ».

[حسن] - [رواه الترمذي] - [سنن الترمذي: 3563]
المزيــد ...

અલી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે એક મુકાતિબ (એવો ગુલામ જે લખાણ કરી પોતાને જ પોતાના માલિક પાસેથી ખરીદે છે) તેમની પાસે આવ્યો, અને કહ્યું: હું મારા લખાણને પૂરો કરવામાં અસક્ષમ છું, જેથી મારી મદદ કરો, અલી રઝી અલ્લાહુ અન્હુએ કહ્યું: શું હું તને બે એવા કલિમા ન શીખવાડું જે મને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ શીખવાડયા હતા, અને જો તમારા શિરે સીર પર્વત જેટલું પણ દેવું હશે તે અલ્લાહ તરફથી આપી દેવામાં આવશે, કહ્યું:
«કહો: "અલ્લાહુમ્મક્ ફિની બિહલાલિક અન હરામિક, વઅગ્નિની બિફઝ્લિક અમ્મન સિવાક" (હે અલ્લાહ! મને મારા હલાલ વસ્તુની સાથે પોતાની હરામ કરેલ વસ્તુઓથી પૂરતો થઈ જા અને મને તારી કૃપાથી પોતાના સિવાય બધાથી બે નિયાઝ કરી દે)».

[હસન] - [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે - આ હદીષને ઈમામ અહમદ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સુનન્ અત્ તિર્મિઝી - 3563]

સમજુતી

મોમિનોના અમીર અલી રઝી અલ્લાહુ અન્હુ પાસે એક મુકાતિબ આવ્યો, જેણે પોતાના માલિક સાથે પોતાને જ ખરીદી આઝાદ કરવાનું લખાણ કયું હતું, જેથી તે આઝાદ થઈ જાય, અને તેની પાસે માલ ન હતો, તો તેણે કહ્યું: ખરેખર હું મારા લખાણને પૂરો કરવામાં અસક્ષમ છું, જેથી મને માલ અથવા શિક્ષા આપી મારી મદદ કરો, અલી રઝી અલ્લાહુ અન્હુએ તેને કહ્યું: શું હું તને બે એવા કલિમા ન શીખવાડું જે મને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ શીખવાડયા હતા, અને જો તમારા શિરે સીર પર્વત જેટલું પણ દેવું હશે, જે તઈ ખાનદાન પાસે છે, તો અલ્લાહ તમને તેની નિંદાથી છુટકારો આપશે, કહ્યું: કહો: "અલ્લાહુમ્મક્ ફિની" (હે અલ્લાહ! મારા માટે પૂરતો થઈ જા) મારાથી ફેરવી દે અને મારાથી દૂર કરી દે, "બિહલાલિક" (જે તે હલાલ કરી છે) તેનાથી દૂર રાખ જેથી હું બેનિયાઝ થઈ જાઉં, "અન" (તેનાથી) તેમાં સપડાવવાથી, "હરામિક" (જે તે હરામ કરી છે), "વઅગ્નિની" (મારા માટે પૂરતો થઈ જા), મને કોઈનો મોહતાજ ન બનાવ, "બિફઝ્લિક" (તારી કૃપાથી) તારી ઉદારતાથી, "અમ્મન સિવાક" (તારા સિવાય) તારા સમગ્ર સર્જનથી.

હદીષથી મળતા ફાયદા

  1. જ્ઞાની અને ધાર્મિક લોકોની સલાહ લેવી અને અભિપ્રાય લેવો જોઈએ.
  2. આલિમો અને અલ્લાહ તરફ દઅવત આપનાર લોકો માટે જરૂરી છે કે તેઓ તે લોકોને માર્ગદર્શન આપે જેઓ પોતાની સમસ્યાઓ લઈ તેમની પાસે આવે છે, અને તેનો ઉકેલ શોધવામાં તેમની મદદ કરે.
  3. મુકાતિબ ગુલામની મદદ કરવા પર ઉભારવામાં આવ્યા છે.
  4. આ દુઆ શીખવા અને તેના દ્વારા અલ્લાહ પાસે સવાલ કરવા પર ઉભારવામાં આવ્યા છે.
  5. થોડી માત્રામાં હલાલ રોજી વધુ માત્રામાં હરામ રોજી કરતાં વધુ શ્રેષ્ઠ છે.
  6. સર્જન પર નિર્ભય રહ્યા વિના અલ્લાહ પર ભરોસો કરવો.
  7. જો તમારી પાસે આપવા માટે કઈ ન હોય તો સવાલ કરનારને યોગ્ય જવાબ આપવો.
ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી સ્વાહીલી થાય આસામી الأمهرية الهولندية الدرية الرومانية المجرية الجورجية الخميرية الماراثية
ભાષાતર જુઓ
વધુ