عن الْأَغَرِّ رضي الله عنه، وَكَانَ مِنْ أَصْحَابِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«يَا أَيُّهَا النَّاسُ تُوبُوا إِلَى اللهِ، فَإِنِّي أَتُوبُ فِي الْيَوْمِ إِلَيْهِ مِائَةَ مَرَّةٍ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2702]
المزيــد ...
અગર્ર રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, અને તેઓ આપ ﷺના સહાબાઓ માંથી હતા, તેમણે કહ્યું: અલ્લાહના પયગંબર ﷺએ કહ્યું:
«હે લોકો ! તમે અલ્લાહ સામે તૌબા કરો એટલા માટે કે હું દરરોજ સો કરતા પણ વધારે વખત તૌબા કરું છું».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 2702]
આપ ﷺ વધુમાં વધુ તૌબા કરવાનો અને ઇસ્તિગફાર (માફી માંગવી) કરવાનો આદેશ આપી રહ્યા છે, અને જણાવી રહ્યા છે કે તેઓ પોતે પણ અલ્લાહ પાસે દરરોજ સો વખત તૌબા અને ઇસ્તિગફાર કરે છે, જો કે તેમના આગળના અને પાછળના દરેક ગુનાહ માફ કરી દેવામાં આવ્યા છે, અર્થાત્ તેમાં તેમની સપૂર્ણતા અને શ્રેષ્ઠતા તેમજ ઉચ્ચ અને પ્રતિષ્ઠિત અલ્લાહની ઈબાદત છે.