+ -

عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«مَنْ نَفَّسَ عَنْ مُؤْمِنٍ كُرْبَةً مِنْ كُرَبِ الدُّنْيَا نَفَّسَ اللهُ عَنْهُ كُرْبَةً مِنْ كُرَبِ يَوْمِ الْقِيَامَةِ، وَمَنْ يَسَّرَ عَلَى مُعْسِرٍ يَسَّرَ اللهُ عَلَيْهِ فِي الدُّنْيَا وَالْآخِرَةِ، وَمَنْ سَتَرَ مُسْلِمًا سَتَرَهُ اللهُ فِي الدُّنْيَا وَالْآخِرَةِ، وَاللهُ فِي عَوْنِ الْعَبْدِ مَا كَانَ الْعَبْدُ فِي عَوْنِ أَخِيهِ، وَمَنْ سَلَكَ طَرِيقًا يَلْتَمِسُ فِيهِ عِلْمًا سَهَّلَ اللهُ لَهُ بِهِ طَرِيقًا إِلَى الْجَنَّةِ، وَمَا اجْتَمَعَ قَوْمٌ فِي بَيْتٍ مِنْ بُيُوتِ اللهِ يَتْلُونَ كِتَابَ اللهِ وَيَتَدَارَسُونَهُ بَيْنَهُمْ إِلَّا نَزَلَتْ عَلَيْهِمِ السَّكِينَةُ، وَغَشِيَتْهُمُ الرَّحْمَةُ، وَحَفَّتْهُمُ الْمَلَائِكَةُ، وَذَكَرَهُمُ اللهُ فِيمَنْ عِنْدَهُ، وَمَنْ بَطَّأَ بِهِ عَمَلُهُ لَمْ يُسْرِعْ بِهِ نَسَبُهُ».

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2699]
المزيــد ...

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી ﷺએ કહ્યું:
«જે વ્યક્તિએ કોઈ મોમિનની દુનિયાની પરેશાનીઓ માંથી કોઈ પરેશાની દૂર કરશે, તો અલ્લાહ કયામતના દિવસે તેની પરેશાનીઓ માંથી એક પરેશાની દૂર કરશે, જે કોઈ પરેશાન વ્યક્તિ માટે આસાની કરશે, તો અલ્લાહ તેના માટે દુનિયા અને આખિરતમાં આસાની કરશે, જે કોઈ મુસલમાનની ખામી છુપાવશે તો અલ્લાહ તઆલા દુનિયા અને આખિરતમાં તેની ખામી છુપાવશે, અલ્લાહ સતત તે બંદાની મદદ કરતો રહે છે, જ્યાં સુધી બંદો પોતાના ભાઈની મદદ કરતો રહે છે, જે વ્યક્તિ ઇલ્મ પ્રાપ્ત કરવા માટે કોઈ માર્ગ પર ચાલશે, તો અલ્લાહ તેના માટે જન્નતનો માર્ગ સરળ કરી દેશે, જ્યારે કોઈ કોમ અલ્લાહના ઘરો માંથી કોઈ ઘરમાં ભેગી થઈ અલ્લાહની કિતાબની તિલાવત કરે છે અને તેને એકબીજાને શીખવાડતા હશે તો તેમના પર સકીનત (શાંતિ) ઉતારવામાં આવે છે, અલ્લાહની રહમત તેમને ઢાંકી લે છે, અને અલ્લાહ પોતાની પાસે હાજર ફરિશ્તાઓ સામે તેમનું વર્ણન કરે છે, અને જેનો અમલ તેને પાછળ કરી દેશે તો તેનો નસબ (ખાનદાન) તેને આગળ લઈ જઈ નહીં શકે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 2699]

સમજુતી

આ હદીષમાં નબી ﷺએ જણાવ્યું કે અલ્લાહ પાસે એક મુસલમાનને તેના મુસલમાન ભાઈ સાથે કરવામાં આવતા વ્યવહાર પ્રમાણે બદલો આપવામાં આવે છે, બસ જે વ્યક્તિ પોતાના મુસલમાન ભાઈની દુનિયાની કોઈ તકલીફ, પરેશાની અથવા સંકટ દૂર કરશે તો અલ્લાહ તઆલા કયામતના દિવસે તેના બદલાના સ્વરૂપે તેની મુસીબતને દૂર કરશે. જે કોઈ પરેશાન વ્યક્તિ માટે આસાની કરશે અને તેની પરેશાની દૂર કરવામાં મદદ કરશે, તો અલ્લાહ તેના માટે દુનિયા અને આખિરતમાં આસાની ફરમાવશે. જે કોઈ વ્યક્તિ એક મુસલમાનની ખામી છુપાવશે, તે એવી ખામીઓ જાણતો હોય, જે જાહેર ન થવી જોઈએ, તો અલ્લાહ દુનિયા અને આખિરતમાં તેની ખામીઓ છુપાવશે. અને અલ્લાહ સતત તે બંદાની મદદ કરતો રહે છે, જ્યાં સુધી બંદો કોઈ વ્યક્તિની દીન અને દુનિયા બાબતે મદદ કરતો રહે છે, મદદ ગમે તે રીતે કરતો હોય, તેના માટે દુઆ કરી, પોતાના શરીર વડે અથવા માલ વડે અથવા અન્ય કોઈ રીતે. જે વ્યક્તિ શરીઅતનું ઇલ્મ શીખવા માટે સફર કરશે, તેનો હેતુ ફક્ત અલ્લાહની પ્રસન્નતા મેળવવાનો હશે, તો અલ્લાહ તેના માટે જન્નતનો માર્ગ સરળ કરી દેશે. અલ્લાહના ઘરો માંથી કોઈ ઘરમાં એક કોમ ભેગી થઈ, અલ્લાહની કિતાબની તિલાવત કરતી હશે અથવા તેને એકેબીજા વચ્ચે શીખતા હશે, તો અલ્લાહ તઆલા તેમના માટે શાંતિ અને ઉન્નતિ ઉતારશે, અલ્લાહની રહમત તેમના ઉપર ઉતરે છે, ફરિશ્તાઓ તેમના પર પોતાની પાંખો પાથરે છે, અલ્લાહ પોતાની નજીક રહેલ ફરિશ્તાઓ સામે અલ્લાહ તેમની પ્રશંસા કરે છે, બંદાની પ્રતિષ્ઠા માટે પૂરતું છે કે અલ્લાહ ઉચ્ચ અને પ્રતિષ્ઠિત લોકો સામે તેનું નામ લે છે. જે વ્યક્તિના અમલ થોડા હશે, તે સદાચારી લોકોના દરજ્જા પર પ્રાથમિકતા મેળવી શકશે નહીં, તેથી, તેણે સારા કાર્યોની અપેક્ષા કરતી વખતે પોતાના શ્રેષ્ઠ વંશ અને તેના પૂર્વજોની યોગ્યતા પર આધાર રાખવો જોઈએ નહીં.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ સ્વાહીલી થાય આસામી الأمهرية الهولندية الرومانية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. ઈમામ ઈબ્ને દકીક અલ્ રહિમહુલ્લાહએ કહ્યું: આ એક મહાન હદીષ છે, જેમાં ઇલ્મ, નિયમ અને આદાબના ઘણા પ્રકાર વર્ણન કરવામાં આવ્યા છે, તેમાંથી એક મુસલમાનની જરૂરતના સમયે મદદ કરવી અને તેને ફાયદો પહોંચાડવાની મહત્ત્વતા, જે મદદ ગમે તે રીતે હોય શકે છે, પોતાના ઇલ્મ વડે, માલ વડે તેની મુસીબતમાં કામમાં આવીને, તેને સારા મશવરા આપીને તેને નસીહત કરીને તેમજ અન્ય રીતે પણ.
  2. પરેશાન વ્યક્તિ માટે આસાની કરવા બાબતે પ્રોત્સાહન આપ્યું છે.
  3. એક મુસલમાન ભાઈની મદદ કરવા પર ઉભાર્યા છે, કારણકે અલ્લાહ તે વ્યક્તિની મદદ કરતો રહે છે, જે વ્યક્તિ પોતાની શક્તિ પ્રમાણે એક મુસલમાનની મદદ કરતો રહે છે.
  4. મુસ્લિમની ખામીઓ છુપાવવાની રીતો: તેની ખામીઓ શોધવાથી દૂર રહેવું. કેટલાક સલફ કહે છે: હું એવા લોકોને મળ્યો કે જેમની પાસે કોઈ ખામી ન હતી, છતાં તેઓ બીજાના દોષો વિશે વર્ણન કરતા રહ્યા, તેથી લોકો તેમના દોષોનો ઉલ્લેખ કરવા લાગ્યા. અને હું એવા લોકોને મળ્યો કે જેમની ભૂલો હતી, પણ બીજાના દોષોનો ઉલ્લેખ કરવાનું ટાળ્યું, તેથી લોકો તેમની પણ ભૂલો ભૂલી ગયા.
  5. અન્યની બુરાઈ છુપાવવાનો અર્થ એ નથી કે લોકોને બુરાઈથી રોકવામાં ન આવે અને તેની ઇસ્લાહ કરવાનો પ્રયત્ન ન કરવો, પરંતુ એક જ સમયે તેને બદલવામાં પણ આવે અને તેને છુપાવવામાં પણ આવે, અને આ કાયદો એ લોકો માટે છે, જેઓ સતત ગુનાહ અને અત્યાચાર નથી કરતા, જે લોકો વિશે પ્રખ્યાત હોય, તો તેની બુરાઈ છુપાવવી યોગ્ય નથી, તેના બદલે, તેના પ્રણયને સત્તાવાળાઓને સંદર્ભિત કરવો જોઈએ, જો કે આનાથી વધુ નુકસાન ન થાય, કારણ કે તેના દોષો છુપાવવાથી તેને તેના ભ્રષ્ટાચારમાં પ્રોત્સાહન મળે છે અને તેને અન્યને નુકસાન પહોંચાડવા માટે ઉત્સાહિત કરે છે, તેમજ દુષ્ટ અને હઠીલા લોકોમાંથી અન્ય લોકોને પ્રોત્સાહન આપે છે.
  6. ઇલ્મની દીન પ્રાપ્ત કરવા પર તેમજ કુરઆનની તિલાવત અને તેને એકબીજા વચ્ચે સમજીને પઢવા પર પ્રોત્સાહન આપવામાં આપ્યું છે
  7. ઇમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષ દ્વારા મસ્જિદમાં ભેગા થઈ કુરઆન મજીદની તિલાવત કરવાનો પુરાવો મળે છે.... આ શ્રેષ્ઠતા તે દરેક જગ્યાને પ્રાપ્ત થશે જ્યાં ભેગા થઈ કુરઆન મજીદની તિલાવત કરવામાં આવતી હશે, જેવું કે સ્કૂલ, છાવણી વગેરે. ઇન્ શાઅ અલ્લાહ.
  8. નિઃશંક અલ્લાહ બદલો બંદાના અમલ પ્રમાણે આપે છે, કોઈના નસબ અને વંશ પ્રમાણે આપતો નથી.
વધુ