عن خَوْلَةَ بِنْتَ حَكِيمٍ السُّلَمِيَّةَ قَالتْ: سَمِعْتُ رَسُولَ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ:
«مَنْ نَزَلَ مَنْزِلًا ثُمَّ قَالَ: أَعُوذُ بِكَلِمَاتِ اللهِ التَّامَّاتِ مِنْ شَرِّ مَا خَلَقَ، لَمْ يَضُرَّهُ شَيْءٌ حَتَّى يَرْتَحِلَ مِنْ مَنْزِلِهِ ذَلِكَ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2708]
المزيــد ...
ખવ્લહ બિન્તે હકીમ અસ્ સુલમી રઝી અલ્લાહુ અન્હા કહે છે કે મેં નબી ﷺ ને કહેતા સાંભળ્યા:
«જે વ્યક્તિ કોઈ જગ્યા પર રોકાણ કરે અને આ દુઆ પઢે: "અઊઝુબિકલિમાતિલ્લાહિત્ તામ્માતિ મિન્ શર્રિ મા ખલક" (અર્થ: હું અલ્લાહના સર્જનના ડરથી અલ્લાહ તઆલાના સંપૂર્ણ કલિમાના શરણમાં આવું છું.) તો તે જ્યાં સુધી ત્યાં રોકાશે, તેને કોઈ વસ્તુ નુકસાન નહીં પહોંચાડી શકે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 2708]
નબી ﷺ એ પોતાની કોમને શ્રેષ્ઠ દુઆ અને ઉત્તમ પનાહ માંગવાના શબ્દો તરફ માર્ગદર્શન આપ્યું છે, જે વ્યક્તિ કોઈ જગ્યાએ રોકાવવા ઇચ્છતો હોય, તો તે આ દુઆ પઢી લે, ભલેને તે સફર પર હોય કે કોઈ પિકનીક પર હોય, કે તેઓ અલ્લાહના સંપૂર્ણ કલિમાને પોતાના ફઝલ અને રહેમત રૂપે ફાયદો પહોંચાડે, જે કોઈ ખામી અને નુકસાન પહોંચાડવા જેવી વસ્તુ સામે પનાહ રૂપે ઉપયોગ કરે છે, તે દરેક સર્જનની બુરાઈથી, જેમાં બુરાઈ હશે, જો તે આ દુઆ પઢશે તો દરેક વસ્તુ જે તેને નુકસાન પહોંચાડી શકે છે, તેનાથી સુરક્ષિત રહેશે.