عَنْ عَائِشَةَ أُمِّ المُؤمنينَ رضي الله عنها قَالَتْ:
دَخَلَ عَلَيَّ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ، وَقَدْ سَتَرْتُ سَهْوَةً لِي بِقِرَامٍ فِيهِ تَمَاثِيلُ، فَلَمَّا رَآهُ هَتَكَهُ وَتَلَوَّنَ وَجْهُهُ وَقَالَ: «يَا عَائِشَةُ، أَشَدُّ النَّاسِ عَذَابًا عِنْدَ اللهِ يَوْمَ الْقِيَامَةِ الَّذِينَ يُضَاهُونَ بِخَلْقِ اللهِ» قَالَتْ عَائِشَةُ: «فَقَطَعْنَاهُ فَجَعَلْنَا مِنْهُ وِسَادَةً أَوْ وِسَادَتَيْنِ».
[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 2107]
المزيــد ...
ઉમ્મુલ્ મુઅમિનીન આયશા રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે, તેઓએ કહ્યું:
એક વખત નબી ﷺ મારી પાસે આવ્યા, અને તે સમયે અજાણતામાં મેં ઘરમાં એક પડદો લટકાવ્યો હતો જેમાં ચિત્રો હતા, નબી ﷺ તે પરદો જોઈ સખત ગુસ્સે થયા અને તેમના ચહેરાનો રંગ પણ બદલાઈ ગયો, અને કહ્યું: «હે આયશા ! કયામતના દિવસે સૌથી સખત અઝાબ તે લોકોને થશે, જેઓ સર્જન કરવામાં અને બનાવવામાં અલ્લાહની સરખામણી કરે છે» આયશ રઝી અલ્લાહુ અન્હાએ કહ્યું: «અમે તે પડદાને કાપી નાખ્યો અને તેમાંથી એક અથવા બે ઓશીકા બનાવ્યા».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહ મુસ્લિમ - 2107]
નબી ﷺ આયશા રઝી અલ્લાહુ અન્હા પાસે આવ્યા, તો જોયું કે તેઓએ નાની અલમારી પર એક પડદો લટકાવેલો છે, જેમાં જીવિત સર્જનના ચિત્રો છે, તો નબી ﷺ સખત ગુસ્સે થયા અને તેમના ચહેરાનો રંગ પણ બદલાઈ ગયો, અને કહ્યું: કયામતના દિવસે સૌથી સખત અઝાબ તે લોકોને થશે જેઓ અલ્લાહએ પેદા કરેલી જીવિત વસ્તુઓની સરખામણી કરે છે. આયશ રઝી અલ્લાહુ અન્હા એ કહ્યું: તો અમે તેના એક અથવા બે ઓશીકા બનાવી દીધા.