عَنْ أَنَسِ بْنِ مَالِكٍ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ:
«الدُّعَاءُ لاَ يُرَدُّ بَيْنَ الأَذَانِ وَالإِقَامَةِ».
[صحيح] - [رواه أبو داود والترمذي والنسائي] - [سنن الترمذي: 212]
المزيــد ...
અનસ બિન માલિક રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«અઝાન અને ઈકામત દરમિયાન દુઆ રદ કરવામાં નથી આવતી».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ નસાઈ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સુનન્ અત્ તિર્મિઝી - 212]
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અઝાન અને ઈકામત વચ્ચે દુઆ કરવાની મહત્ત્વતા વર્ણન કરી; કારણકે તે રદ કરવામાં નથી આવતી, તેનો જવાબ આપવામાં આવે છે માટે તમે તે સમયે અલ્લાહથી દુઆ કરો.