عَنْ سَلْمَانَ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللَّهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«إِنَّ رَبَّكُمْ حَيِيٌّ كَرِيمٌ، يَسْتَحْيِي مِنْ عَبْدِهِ إِذَا رَفَعَ يَدَيْهِ إِلَيْهِ أَنْ يَرُدَّهُمَا صِفْرًا».
[حسن] - [رواه أبو داود والترمذي وابن ماجه] - [سنن أبي داود: 1488]
المزيــد ...
સલમાન રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેમણે કહ્યું: નબી ﷺએ કહ્યું:
«અલ્લાહ "હય્યુન કરીમુન" અર્થાત્ હયાદાર અને કરમ કરવાવાળો છે, તેને એ વાતથી શરમ આવે છે કે જ્યારે કોઈ બંદો તેની સામે હાથ ફેલાવે છે તો તેને ખાલી હાથ નિરાશ મોકલે».
[હસન] - [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ ઈબ્ને માજહ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સુનન્ અબી દાઉદ - 1488]
આ હદીષમાં નબી ﷺએ દુઆ દરમિયાન હાથ ઉઠાવવા પર ઊભાર્યા છે, અને જણાવ્યું કે પવિત્ર અલ્લાહ (હય્યુન) ખૂબ જ હયાદાર છે, અને તે આપવાનું છોડતો નથી, અને તે બંદા સાથે તે જ વ્યવહાર કરે છે, જેનાથી તે ખુશ થાય છે, અને તેને નુકસાનમાં નથી છોડતો, અને તે (કરીમ) અર્થાત્ તે સવાલ કર્યા વગર આપનાર છે તો પછી સવાલ કરવા પર કેમ ન આપે! તેણે પોતાના મોમિન બંદાથી શરમ આવે છે કે તે દુઆ માટે હાથ ઉઠાવે અને તે પોતાના હાથ નિરાશ અને ખાલી નીચે કરી દે.