عَنْ عِيَاضِ بْنِ حِمَارٍ أَخِي بَنِي مُجَاشِعٍ رَضيَ اللهُ عنه قَالَ: قَامَ فِينَا رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ ذَاتَ يَوْمٍ خَطِيبًا، فَقَالَ: وَسَاقَ الْحَدِيثَ وَفِيهِ:
«وَإِنَّ اللهَ أَوْحَى إِلَيَّ أَنْ تَوَاضَعُوا حَتَّى لَا يَفْخَرَ أَحَدٌ عَلَى أَحَدٍ، وَلَا يَبْغِي أَحَدٌ عَلَى أَحَدٍ».
[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2865]
المزيــد ...
ઇયાઝ બિન હિમાર રઝી અલ્લાહુ અન્હુ જેઓ બનૂ મુશાજિઅ કબીલાના હતા, તેઓ રિવાયત કરે છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસ્સલમ એક દિવસ વચ્ચે ઉભા થયા અને અમને ખુતબો આપ્યો, આપ સલ્લલ્લાહુ અલૈહિ વસ્સલમએ કહ્યું:
«અલ્લાહ તઆલાએ મારા તરફ વહી કરી છે, તમે વિનમ્રતા અપનાવો, જેથી કોઈ બીજા સમક્ષ પોતાના પર ઘમંડ ન કરે અને કોઈ કોઈના પર અત્યાચાર પણ ન કરે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 2865]
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સહાબા વચ્ચે ઉભા થયા અને ભલામણ કરતા કહ્યું: નિઃશંક અલ્લાહ તઆલાએ મારા તરફ વહી કરી છે કે લોકોએ એકબીજા પ્રત્યે નમ્ર રહેવું જોઈએ, લોકો સાથે વિનમ્રતા અપનાવવી, અહીં સુધી કે કોઈ કોઈના વંશ, ધન દૌલત, તેમજ માન સન્માનના અથવા કોઈ પણ વસ્તુના આધારે કોઈના પર મોટાઈ ન કરે, અને કોઈ બીજાના પર જુલમ અને અત્યાચાર ન કરે.