+ -

عَنْ أَبِي هُرَيْرَةَ رضي الله عنه عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
أَنَّهُ كَانَ يَقُولُ إِذَا أَصْبَحَ: «اللهُمَّ بِكَ أَصْبَحْنَا، وَبِكَ أَمْسَيْنَا، وَبِكَ نَحْيَا، وَبِكَ نَمُوتُ، وَإِلَيْكَ النُّشُورُ» وَإِذَا أَمْسَى قَالَ: «بِكَ أَمْسَيْنَا، وَبِكَ أَصْبَحْنَا، وَبِكَ نَحْيَا، وَبِكَ نَمُوتُ، وَإِلَيْكَ النُّشُورُ» قَالَ: وَمَرَّةً أُخْرَى: «وَإِلَيْكَ الْمَصِيرُ».

[حسن] - [رواه أبو داود والترمذي والنسائي في الكبرى وابن ماجه] - [السنن الكبرى للنسائي: 10323]
المزيــد ...

અબૂ હુરૈરહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જ્યારે સવાર થતી તો આ દુઆ પઢતા: «અલ્લાહુમ્મ બિક અસ્બહના, વબિક અમ્સય્ના, વબિક નહ્યા, વબિક નમૂતુ, વઇલૈકન્ નુશૂર» હે અલ્લાહ ! તારી દેખરેખ હેઠળ અમે સવાર કરી અને તારી જ દેખરેખ હેઠળ અમે સાંજ કરી, તારા જ નામ પર અમે જીવિત છે અને તારા જ નામ પર અમે મૃત્યુ પામીશું અને તારી તરફ જ પાછું ફરવાનું છે, અને જ્યારે સાંજ થતી તો આ દુઆ કરતા: «બિક અમ્સય્ના, વબિક અસ્બહના, વબિક નહ્યા, વબિક નમૂતુ, વઇલૈકન્ નુશૂર» હે અલ્લાહ ! તારી દેખરેખ હેઠળ અમે સાંજ કરી અને તારી દેખરેખ હેઠળ જ અમે સવાર કરી, અને તારા જ નામ પર અમે જીવિત છે અને તારા જ નામ પર અમે મૃત્યુ પામીશું અને તારી તરફ જ પાછું ફરવાનું છે, કહ્યું: બીજી વખત: «વઇલૈકન્ મસીર» ઠેકાણું તારી તરફ જ છે.

[હસન] - - [અસ્ સુનનુલ્ કુબરા લિન્નિસાઇ - 10323]

સમજુતી

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ સવાર સવારમાં જ્યારે ફજર નો સમય થતો તો આ દુઆ પઢતા:
"અલ્લાહુમ્મ બિક અસ્બહના" (હે અલ્લાહ! અમે તારી દેખરેખ હેઠળ સવાર કરી) તારી સુરક્ષા હેઠળ, તારી કૃપાથી ફાયદો ઉઠાવતા, તારા ઝિક્રમાં વ્યસ્ત રહી, તારા નામથી મદદ માંગએ છીએ, તારી તૌફીકની આશા કરતા, તારા તરફથી મળેલ શક્તિ અને તાકાતથી હરકત કરતા, "વબિક અમ્સય્ના, વબિક નહ્યા, વબિક નમૂતુ" (અને તારી દેખરેખ હેઠળ જ સાંજ કરી, અને તારું નામ લઈ અમે જીવિત છીએ અને તારુ નામ લઈને જ અમે મૃત્યુ પામીશું) ઉપર વર્ણવલ શબ્દોને ધ્યાનમાં રાખી સાંજે દુઆ કરતા હતા, અને કહેતા: હે અલ્લાહ ! અમે તારી દેખરેખ હેઠળ જ સાંજ કરી, તારુ નામ લઈ અમે જીવિત છે, તું જ જીવન આપનાર છે અને તારું નામ લઈ અમે મૃત્યુ પામીએ છીએ કારણકે મૃત્યુ પણ તું જ આપે છે, "વઇલૈકન્ નુશૂર" (અને તારી તરફ જ પાછા ફરવાનું છે) મૃત્યુ પછી તું અમને ફરી ઉઠાવીશ અને ભેગા થયા પછી જુદાઈ, દરેક સમયે આ સ્થિતિમાં જ અમે હોઈએ છીએ, દરેક પરિસ્થિતિમાં, તારાથી દૂર જઈ નથી શકતા અને તને છોડી નથી શકતા.
અને જ્યારે અસર પછી સાંજ કરતા તો આ દુઆ પઢતા: "અલ્લાહુમ્મ બિક અમ્સય્ના, વબિક અસ્બહના, વબિક નહ્યા, વબિક નમૂતુ, વઇલૈકન્ મસીર" (હે અલ્લાહ ! તારી દેખરેખ હેઠળ અમે સાંજ કરી અને તારી દેખરેખ હેઠળ જ અમે સવાર કરી, અને તારા જ નામ પર અમે જીવિત છે અને તારા જ નામ પર અમે મૃત્યુ પામીશું અને તારી તરફ જ પાછું ફરવાનું છે,) દુનિયાથી પાછા ફરવાનું છે અને આખિરત જ ઠેકાણું છે, તું જ જીવિત કરે છે અને તું જ મૃત્યુ પણ આપે છે.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ સ્વાહીલી થાય જર્મન પૂશ્તો આસામી الأمهرية الهولندية النيبالية الرومانية Oromo
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને આદર્શ માનતા સવાર સાંજ આ દુઆ પઢતા રહેવું જોઈએ.
  2. બંદાએ દરેક સમયે અને દરેક પરિસ્થિતિમાં પોતાના પાલનહાર તરફ ઝુકવું જોઈએ.
  3. આ દુઆ સવારમાં પઢવી બહેતર છે: ફજરના સમયથી લઈ કે જ્યારે સૂર્યોદય થાય ત્યાં સુધી, અને અસર બાદથી લઈ કે સૂર્યાસ્ત પહેલા સુધી, જો ત્યારબાદ પઢવામાં આવે તો પણ પૂરતું છે, અર્થાત્ તેનો અમુક ભાગ ચાશતના સમયે, થોડોક ભાગ ઝોહર બાદ, થોડોક ભાગ મગરિબ બાદ, કારણકે તે પણ ઝિક્રનો સમય છે.
  4. સવાર સવારમાં આ શબ્દો કહેવા વધુ યોગ્ય છે, "વ ઇલયકન્ નૂશૂર" કારણકે આ ઝિકર યાદ અપાવે છે, મૃત્યુ પછી જ્યારે કયામતના દિવસે લોકોને ફરી ઉઠાડવામાં આવશે, તે નવું જીવન હશે, નવો દિવસ હશે, લોકોને ફરી જીવિત કરવામાં આવશે, લોકો અચંબામાં પડી જશે અને વિખેરાઈ જશે, અને લોકો એક નવી સવારમાં શ્વાસ લેશે, જેને અલ્લાહએ સર્જન કરી હશે, જેથી કરીને આદમની સંતાન પર તે સાક્ષી બને અને તે સમય તેમજ ઘડી આદમના સંતાનનો અમલ જ ખજાનો સાબિત થશે.
  5. સાંજના સમયે આ શબ્દો કહેવા યોગ્ય છે "વ ઇલૈકલ્ મસીર" જ્યારે લોકો પોતાના કામકાજ, પોતાની રોજી માટે દિલચસ્પી અને પોતાની વ્યસ્તતાથી પાછા ફરે છે, અને જ્યારે તેઓ આ દરેક સમસ્યાઓનો સામનો કરી શાંતિ શોધે છે, તો તેમને પોતાના પાલનહાર તરફ પાછા ફરવાની યાદ અપાવે છે, અને ખરેખર ઠેકાણું તો તે જ છે.
વધુ