+ -

عَنْ عَلِيٍّ رضي الله عنه قَالَ: قَالَ لِي رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«قُلِ اللهُمَّ اهْدِنِي وَسَدِّدْنِي، وَاذْكُرْ بِالْهُدَى هِدَايَتَكَ الطَّرِيقَ، وَالسَّدَادِ سَدَادَ السَّهْمِ».

[صحيح] - [رواه مسلم] - [صحيح مسلم: 2725]
المزيــد ...

અલી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: મને નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«તમે કહો: "અલ્લાહુમ્મહ્ દિની વસદ્દિદની" હે અલ્લાહ! મને હિદાયત આપ અને મને સત્ય માર્ગ બતાવ, અને હે અલી ! હિદાયત માંગતી વખતે સાચો માર્ગ દિમાગમાં રાખો, અને સત્ય માર્ગ વિચાર કરતી વખતે તદ્દન તીરની જેમ સાચો માર્ગ દિમાગમાં હોવો જોઈએ».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ મુસ્લિમ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહ મુસ્લિમ - 2725]

સમજુતી

આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અલી રઝી અલ્લાહુ અન્હુને અલ્લાહથી આ દુઆ કરવાનો આદેશ આપ્યો અને કહ્યું (હે અલ્લાહ મને હિદાયત આપ) મને સાચો માર્ગ બતાવ, અને તે તરફ મને માર્ગદર્શન આપ, (અને સત્ય માર્ગ પર રાખ) મને તૌફીક આપ અને મારી દરેક બાબતમાં સત્ય માર્ગ તરફ મને માર્ગદર્શન આપ.
હિદાયત: સંક્ષિપ્ત રીતે તેમજ વિસ્તારપૂર્વક મને સત્ય માર્ગ પર કરી દે અને જાહેર તેમજ બાતેન રીતે તારું અનુસરણ કરવાની તૌફીક આપ.
સત્ય માર્ગ: મારા દરેક કામમાં સત્યતા અને અડગ રહેવાની તૌફીક આપ, તેમજ મારા કાર્યો, મારી જબાન અને મને અકીદામાં સત્યતા નસીબ કર.
એટલા માટે કે નૈતિક બાબત મહેસુસ કરવાથી સ્પષ્ટ થાય છે; એટલા માટે આ દુઆ કરતી વખતે વિચારમાં રાખવું જોઈએ: હિદાયત: સત્ય માર્ગ તરફ માર્ગદર્શન) દિલ હાજર રાખી આ દુઆ કરવી જોઈએ તેમજ એક મુસાફિરની જેમ દુઆ કરવી જોઈએ, જે જમણી કે ડાબી બાજુ પોતાના માર્ગથી ભટકતો નથી, એટલા માટે કે તે નુકસાનથી સુરક્ષિત રહે અને તેની સુરક્ષા સાથે પોતાના લક્ષ્ય સુધી પહોંચી જાય.
(સત્ય માર્ગ, તીરની જેમ) જ્યારે તીર ચલાવવામાં આવે છે તો તમે જુઓ છો કે કેટલું જલ્દી તે લક્ષ્ય સુધી પહોંચે છે, જો તીર ચલાવનાર તીર ચલાવતો હોય છે, તો તે લક્ષ્ય નક્કી કરી તીર ચલાવે છે, એવી જ રીતે તમે અલ્લાહથી દુઆ કરો છો કે જે બાબત મારી પાસે આવી છે તે તીરની જેમ સીધી હોય, તમે આ સવાલમાં અત્યંત સાચો માર્ગ અને અત્યંત સત્ય માર્ગ માટે સવાલ કરી રહ્યા છો.
જેથી તમે આ અર્થને પોતાના દિમાગમાં લાઓ, જેથી તમે અલ્લાહ પાસે સત્ય માર્ગનો સવાલ કરી શકો, અને તમે જે કઈ પણ કરવાનો ઇરાદો ધરાવો છો તમને તેનો હાલ પ્રાપ્ત થાય અને તમે મુશ્કેલીઓથી બચી જાઓ.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી પુરતગાલી સ્વાહીલી થાય પૂશ્તો આસામી الأمهرية الهولندية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. દુઆ કરનારે અમલમાં અડગ રહેવાની તૌફીક તેમજ તે અમલ સુન્નત પ્રમાણે અને ઇખલાસ સાથે કરવાની તૌફીક માંગવી જોઈએ.
  2. આ વિસ્તૃત શબ્દો સાથે દુઆ કરવી મુસ્તહબ છે, જેમાં અલ્લાહથી તૌફીક અને સત્ય માર્ગદેશન માંગવામાં આવે છે.
  3. બંદા માટે જરૂરી છે કે તે પોતાના દરેક કામમાં અલ્લાહથી મદદ માંગે.
  4. શિક્ષા આપવા માટે ઉદાહરણ અને ઉપમા આપવી જોઈએ.
  5. હિદાયત અને દરેક કામમાં સચોટતા બન્ને આ દુઆમાં ભેગી કરી દેવામાં આવ્યા છે, તેના પર જ અડગ રહેવા, પલક જપકાવવા બરાબર પણ તેનાથી હટવું ન જોઈએ અને મનેચ્છાઓની ઇસ્લાહ માંગવી જોઈએ, કહેવામાં આવ્યું: "મને હિદાયત આપ" હિદાયત માટેના દરેક માર્ગ મારા માટે સરળ બનાવી દે. અને કહેવું "મને સત્ય માર્ગદર્શન આપ", હું મુસીબત અને હિદાયતના માર્ગથી ક્યારેય વિપરીત ન થાઉં.
  6. દુઆ કરનારે ચોક્સાઇ સાથે દુઆનો ખ્યાલ કરવો જોઈએ તેમજ દિલની હાજરી સાથે અને તેનો અર્થ જાણી દુઆ માંગવી જોઈએ; તે દુઆ કબૂલ થવાની શક્યતા વધી જાય છે.
વધુ