عَنْ أَبِي وَاقِدٍ اللَّيْثِيِّ رضي الله عنه:
أَنَّ رَسُولَ اللهِ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ لَمَّا خَرَجَ إِلَى حُنَيْنٍ مَرَّ بِشَجَرَةٍ لِلْمُشْرِكِينَ يُقَالُ لَهَا: ذَاتُ أَنْوَاطٍ يُعَلِّقُونَ عَلَيْهَا أَسْلِحَتَهُمْ، فَقَالُوا: يَا رَسُولَ اللهِ، اجْعَلْ لَنَا ذَاتَ أَنْوَاطٍ كَمَا لَهُمْ ذَاتُ أَنْوَاطٍ، فَقَالَ النَّبِيُّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ: «سُبْحَانَ اللهِ! هَذَا كَمَا قَالَ قَوْمُ مُوسَى {اجْعَلْ لَنَا إِلَهًا كَمَا لَهُمْ آلِهَةٌ} [الأعراف: 138] وَالَّذِي نَفْسِي بِيَدِهِ لَتَرْكَبُنَّ سُنَّةَ مَنْ كَانَ قَبْلَكُمْ».
[صحيح] - [رواه الترمذي وأحمد] - [سنن الترمذي: 2180]
المزيــد ...
અબૂ વાકિદ અલ્ લૈષી રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે:
નબી ﷺ જ્યારે હુનૈનના યુદ્ધ માટે નીકળ્યા તો કાફિરોના એક એવા વૃક્ષ પાસેથી પસાર થયા જેને તેઓ "ઝાતે અનવાત"ના નામથી ઓળખતા હતા, અને તે વૃક્ષ પર પોતાના હથિયારો લટકાવતા હતા, તો સહાબાઓએ કહ્યું: હે અલ્લાહના રસૂલ ! અમને પણ એક "ઝાતે અનવાત" જેવું વૃક્ષ બનાવી આપો જેવુ કે તેમની પાસે છે, તો નબી ﷺ એ કહ્યું: સુબ્હાનલ્લાહ (અલ્લાહ પાક છે) ! આ તેજ પ્રકારની વાત છે, જે મુસા અલૈહિસ્ સલામની કોમે તેમને કહી હતી: {હે મૂસા ! અમારા માટે પણ એક ઇલાહ આવી જ રીતે નક્કી કરી દો, જેવી રીતે આ લોકોએ નક્કી કર્યા છે} [અલ્ અઅરાફ: 138] તે હસ્તીની કસમ! જેના હાથમાં મારા પ્રાણ છે, તમે પણ તમારા પાછલા લોકોના માર્ગે ચાલવા લાગશો».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ ઈમામ અહમદ રહિમહુલ્લાહએ પણ રિવાયત કરી છે] - [સુનન્ અત્ તિર્મિઝી - 2180]
નબી ﷺ હુનૈન તરફ નીકળ્યા અને હુનૈન તાઈફ અને મક્કાહ વચ્ચેની એક ગુફા છે, અને નબી ﷺ સાથે કેટલાક એવા સહાબાઓ હતા, જે નજીકમાં જ ઇસ્લામ લાવ્યા હતા, તેઓ એક વૃક્ષ પાસેથી પસાર થયા જેને "ઝાતે અનવાત" કહેવામાં આવતું હતું, અર્થાત્ "ઝાતે મુઅલ્લકાત" (લટકાવવાવાળું), અને કાફિરો તેનું પૂજા કરતાં હતા અને બરકત પ્રાપ્ત કરવા માટે પોતાના હથિયારો તેના પર લટકાવતાં હતા, તો તે સહાબાઓ નબી ﷺ પાસે પણ માંગવા લાગ્યા કે તેમની માફક અમારા માટે પણ એક વૃક્ષ બનાવી આપો, જેના પર અમે પોતાના હથિયારો લટકાવીએ અને તેના દ્વારા બરકત પ્રાપ્ત કરીએ; કારણકે તેવો એવું સમજ્યા કે આ કાર્ય જાઈઝ છે, તો નબી ﷺ એ આ વાતને નકારતા અલ્લાહની પવિત્રતા વર્ણન કરી, અને જણાવ્યું કે તમારી વાત પણ મુસા અલૈહિસ્ સલામની કોમના લોકો જેવી વાત છે: {હે મૂસા ! અમારા માટે પણ એક ઇલાહ આવી જ રીતે નક્કી કરી દો, જેવી રીતે આ લોકોએ નક્કી કર્યા છે}, બસ જ્યારે મુસા અલૈહિસ્ સલામની કોમન લોકોએ કાફિરોને મૂર્તિપૂજા કરતાં જોયા તો તેમણે પણ પોતાના માટે એક મૂર્તિ મૂકવાનું કહ્યું જેમકે કાફિરો પાસે હતી, અને આ તેમના તરીકાનું અનુસરણ છે, ફરી નબી ﷺ એ ચેતવણી આપતા કહ્યું કે આ કોમ પણ યહૂદીઓ અને નસ્રાનીઓનું અનુસરણ કરશે અને તે જ કાર્ય કરશે જે તે લોકોએ કર્યું હતું.