عَنْ شَدَّادِ بْنِ أَوْسٍ رَضِيَ اللَّهُ عَنْهُ عَنِ النَّبِيِّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«سَيِّدُ الِاسْتِغْفَارِ أَنْ تَقُولَ: اللَّهُمَّ أَنْتَ رَبِّي لاَ إِلَهَ إِلَّا أَنْتَ، خَلَقْتَنِي وَأَنَا عَبْدُكَ، وَأَنَا عَلَى عَهْدِكَ وَوَعْدِكَ مَا اسْتَطَعْتُ، أَعُوذُ بِكَ مِنْ شَرِّ مَا صَنَعْتُ، أَبُوءُ لَكَ بِنِعْمَتِكَ عَلَيَّ، وَأَبُوءُ لَكَ بِذَنْبِي فَاغْفِرْ لِي، فَإِنَّهُ لاَ يَغْفِرُ الذُّنُوبَ إِلَّا أَنْتَ» قَالَ: «وَمَنْ قَالَهَا مِنَ النَّهَارِ مُوقِنًا بِهَا، فَمَاتَ مِنْ يَوْمِهِ قَبْلَ أَنْ يُمْسِيَ، فَهُوَ مِنْ أَهْلِ الجَنَّةِ، وَمَنْ قَالَهَا مِنَ اللَّيْلِ وَهُوَ مُوقِنٌ بِهَا، فَمَاتَ قَبْلَ أَنْ يُصْبِحَ، فَهُوَ مِنْ أَهْلِ الجَنَّةِ».
[صحيح] - [رواه البخاري] - [صحيح البخاري: 6306]
المزيــد ...
શદ્દાદ બિન ઔસ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે કે નબી ﷺએ કહ્યું:
«સય્યદુલ્ ઇસ્તિગફાર કે તમે કહો: "અલ્લાહુમ્મ અન્ત રબ્બી લા ઇલાહ ઇલ્લા અન્ત, ખલકતની વ અન અબ્દુક, વ અન અલા અહ્દિક વવઅદિક મસ્તતઅતુ, અઊઝૂબિક મિન્ શર્રિ મા સનઅતુ, અબૂઉ લક બિનિઅમતિક અલય્ય, વઅબૂઉ લક બિઝન્બી ફગ્ફિલી, ફઇન્નહુ, લા યગ્ફિરુઝ્ ઝુનૂબ્ ઇલ્લા અન્ત" (અર્થ : હે અલ્લાહ ! તું મારો પાલનહાર છે, તારા સિવાય કોઈ સાચો ઇબાદતને લાયક નથી, તે મને પેદા કર્યો અને હું તારો બંદો છું, અને હું મારી તાકાત પ્રમાણે તારા વચન પર કાયમ છું, મેં કરેલા ગુનાહથી તારી પનાહ માગું છું, મારા પર તે કરેલી નેઅમતોનો એકરાર કરું છું, અને હું તારી સમક્ષ મારા ગુનાહનો એકરાર કરું છું, તું મને માફ કરી દે, એટલા માટે કે તારા સિવાય કોઈ ગુનાહ માફ નથી કરી શકતું), નબી ﷺ એ કહ્યું: «જે વ્યક્તિ યકીન સાથે સવારે આ દુઆ પઢશે, અને સાંજ થતા પહેલ તેનું મૃત્યુ થઈ જશે તો તે જન્નતી લોકો માંથી ગણાશે, અને જે રાત્રે યકીન સાથે આ દુઆ પઢશે અને સવાર થતા પહેલા પહેલા તેનું મૃત્યુ થઈ જશે તો તે જન્નતી લોકો માંથી હશે».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ બુખારી રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સહીહુલ્ બુખારી - 6306]
આ હદીષમાં નબી ﷺએ જણાવ્યું કે ઇસ્તિગફાર માટેના શબ્દો આ પ્રમાણે છે, અને તે શબ્દો સૌથી મહત્વ અને મહાન છે કે બંદો કહે: "અલ્લાહુમ્મ અન્ત રબ્બી લા ઇલાહ ઇલ્લા અન્ત, ખલકતની વ અન અબ્દુક, વ અન અલા અહ્દિક વવઅદિક મસ્તતઅતુ, અઊઝૂબિક મિન્ શર્રિ મા સનઅતુ, અબૂઉ લક બિનિઅમતિક અલય્ય, વઅબૂઉ લક બિઝન્બી ફગ્ફિલી, ફઇન્નહુ, લા યગ્ફિરુઝ્ ઝુનૂબ્ ઇલ્લા અન્ત" (અર્થ : હે અલ્લાહ ! તું મારો પાલનહાર છે, તારા સિવાય કોઈ સાચો ઇબાદતને લાયક નથી, તે મને પેદા કર્યો અને હું તારો બંદો છું, અને હું મારી તાકાત પ્રમાણે તારા વચન પર કાયમ છું, મેં કરેલા ગુનાહથી તારી પનાહ માગું છું, મારા પર તે કરેલી નેઅમતોનો એકરાર કરું છું, અને હું તારી સમક્ષ મારા ગુનાહનો એકરાર કરું છું, તું મને માફ કરી દે, એટલા માટે કે તારા સિવાય કોઈ ગુનાહ માફ નથી કરી શકતું). સૌ પ્રથમ બંદો અલ્લાહની તૌહીદનો એકરાર કરે છે, અને અલ્લાહ જ સર્જન કરનાર છે અને તે જ ઈબાદતને લાયક છે, તેનો કોઈ ભાગીદાર નથી, અને સર્વશક્તિમાન અલ્લાહએ તેને જે ઈમાન અને શક્તિ પ્રમાણે અનુસરણ કરવાના કારણે જે વચન આપ્યું છે; તેથી બંદો કેટલી પણ ઈબાદતો પણ કેમ ન કરી લે, તે દરેક કામ નથી કરી શકતો જેનો અલ્લાહએ તેને આદેશ આપ્યો છે, અને ન તો તે કામ કરી શકે છે જે અલ્લાહ આપેલ નેઅમતો (ભેટો) ના આભારના કારણે, જરૂરી છે, તેથી તે અલ્લાહ તરફ પાછો ફરે છે, તેની પાસે આશરો માંગે છે; કારણકે તે તેની તે કાર્યોથી પનાહ માંગે છે જે તેને કર્યું છે, અને તે સ્વેછિકરૂપે તેના પર અલ્લાહએ કરેલી નેઅમતોનો સ્વીકાર કરે છે, અને જે તેણે અવજ્ઞા કરી છે તેને પણ સ્વીકારે છે અને અલ્લાહ તરફ પાછો ફરે છે, અલ્લાહ પાસે આ વિનંતી કર્યા પછી, તે અલ્લાહ સામે દુઆ કરે છે કે તે તેના ગુનાહોને ઢાંકીને તેને માફ કરે અને તેની ક્ષમા, કૃપા અને દયા કરે અને તેને તેને પાપોથી બચાવે; કારણ કે તે સર્વશક્તિમાન અલ્લાહ સિવાય કોઈ ગુનાહોને માફ કરતું નથી. ફરી નબી ﷺએ જણાવ્યું કે આ દુઆઓ સવાર સાંજ પઢવામાં આવતી દુઆઓ માંથી એક છે, બસ જે વ્યક્તિ સવારે સૂર્યાસ્ત પછી અને ઝવાલ દરમિયાન ઈમાન, યકીન અને તેના અર્થોની સમજૂતી સાથે પઢે, અને તે સવારનો સમય છે, બસ જો તે મૃત્યુ પામે તો તે જન્નતમ દાખલ થશે, અને જે વ્યક્તિ સાંજે પઢશે અર્થાત્ સૂર્યાસ્ત થી લઈ કે ફજર સુધી અને સવાર થતા પહેલા તે મૃત્યુ પામે તો તે જન્નતમાં દાખલ થશે.