+ -

عَنْ عَبْدِ اللهِ بنِ مَسعُودٍ رضي الله عنه قَالَ: قَالَ رَسُولُ اللهِ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«عَلَيْكُمْ بِالصِّدْقِ، فَإِنَّ الصِّدْقَ يَهْدِي إِلَى الْبِرِّ، وَإِنَّ الْبِرَّ يَهْدِي إِلَى الْجَنَّةِ، وَمَا يَزَالُ الرَّجُلُ يَصْدُقُ وَيَتَحَرَّى الصِّدْقَ حَتَّى يُكْتَبَ عِنْدَ اللهِ صِدِّيقًا، وَإِيَّاكُمْ وَالْكَذِبَ، فَإِنَّ الْكَذِبَ يَهْدِي إِلَى الْفُجُورِ، وَإِنَّ الْفُجُورَ يَهْدِي إِلَى النَّارِ، وَمَا يَزَالُ الرَّجُلُ يَكْذِبُ وَيَتَحَرَّى الْكَذِبَ حَتَّى يُكْتَبَ عِنْدَ اللهِ كَذَّابًا».

[صحيح] - [متفق عليه] - [صحيح مسلم: 2607]
المزيــد ...

અબ્દુલ્લાહ બિન મસ્ઊદ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«સાચું બોલો, એટલા માટે કે સચ્ચાઈ તમને નેકી તરફ માર્ગદર્શન આપે છે, અને નેકી તમને જન્નત તરફ લઈ જશે, માનવી હંમેશા સાચું બોલતો રહે છે, અને હમેંશા સાચું બોલવાનો જ ઇરાદો રાખતો હોય છે, તો તેના પરિણામે સર્વશ્રેષ્ઠ અલ્લાહ પાસે તેને સિદ્દીક (ખૂબ સાચો) લખી દેવામાં આવે છે, એવી જ રીતે જૂઠ બોલવાથી સંપૂર્ણ રીતે બચો; કારણકે જૂઠ ગુનાહ (પાપ) તરફ માર્ગદર્શન આપે છે, અને પાપ તમને જહન્નમ તરફ લઈ જશે, માનવી હંમેશા જૂઠ બોલતો રહે છે, અને હંમેશા જૂઠ બોલવાનો જ ઇરાદો રાખે છે, તો તેના પરિણામે સર્વશ્રેષ્ઠ અલ્લાહ પાસે તેને કઝ્ઝાબ (ખૂબ જુઠ્ઠો) લખી દેવામાં આવે છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહ મુસ્લિમ - 2607]

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ આદેશ આપ્યો કે હમેંશા સાચું બોલો, અને જણાવ્યું કે સત્યતા પર અડગ રહેવાથી તે તમને કાયમી નેકીઓ તરફ લઈ જશે, અને આ કામ પાબંદી સાથે કરવા પર જન્નતનો માર્ગ સરળ બને છે, અને જે છુપી રીતે કે જાહેરમાં હમેંશા સાચું બોલે છે તો તેને સિદ્દીક (સાચો) નો લકબ મળે છે. ત્યારબાદ નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ જુઠ બોલવાથી અને ખોટી વાત કરવાથી રોક્યા; કારણકે જુઠ નેકીઓથી મોઢું ફેરવા તેમજ ફસાદ, ગુનાહ અને પાપ તરફ લઈ જાય છે, અને તે જહન્નમ સુધી પહોંચી જાય છે, અને તે બરાબર જૂઠું બોલતો રહે છે, અહીં સુધી કે તેનું નામ અલ્લાહ પાસે જુઠ્ઠા લોકો માંથી લખાય જાય છે.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ તેલુગું સ્વાહીલી તામિલ થાય પૂશ્તો આસામી السويدية الأمهرية الهولندية Kirgisisch النيبالية الصربية الرومانية Malagasy Kanadische Übersetzung الجورجية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. સત્યતા એક શ્રેષ્ઠ આદત છે, તેની પ્રાપ્તિ માટે પ્રયત્ન અને મહેનત કરવી જોઈએ, બસ વ્યક્તિ હંમેશા સાચું બોલતો રહે છે અને સત્યતાની શોધમાં રહે છે, અહીં સુધી કે સાચું બોલવું તેની ફિતરત બની જાય છે, અને અલ્લાહ પાસે તે વ્યક્તિને સાચા અને નેક લોકોમાં ગણવામાં આવે છે.
  2. જૂઠું તે એક નિંદનીય આદત છે, જુઠ બોલનાર વ્યક્તિ પોતાની વાતો, કાર્યો અને લખાણમાં ખૂબ જ મહેનતથી પ્રાપ્ત કરે છે, અહીં સુધી કે જુઠ બોલવું તેની ફિતરત બની જાય છે, અને અલ્લાહ પાસે તે જુઠા લોકોમાં ગણવામાં આવે છે.
  3. સત્યતા એટલે કે જબાન વડે સાચું બોલવું, જે જુઠનું વિરુદ્ધ છે, નિયતમાં સચ્ચાઈ અને તેને જ ઇખલાસ કહેવામાં આવે છે, ભલાઈના દરેક કામોમાં સચ્ચાઈ અને અમલમાં સચ્ચાઈ, તેમજ તેનું એકાંત અને જાહેર બન્ને બરાબર હોય, તેમજ દરેક જગ્યાએ સચ્ચાઈ જેવું કે ભયના સમયે, તેમજ આશા વગેરે કરતી વખતે પણ, બસ જે વ્યક્તિ આ ગુણવત્તા ધરાવશે, તો તે વ્યક્તિ સાચો ગણાશે, અથવા તો તેમાંથી સહેજ ઓછો દરજ્જો મળશે.
વધુ