+ -

عَنْ أَبِي مُوسَى رَضِيَ اللَّهُ عَنْهُ قَالَ: قَالَ النَّبِيُّ صَلَّى اللهُ عَلَيْهِ وَسَلَّمَ:
«مَثَلُ الَّذِي يَذْكُرُ رَبَّهُ وَالَّذِي لاَ يَذْكُرُ رَبَّهُ، مَثَلُ الحَيِّ وَالمَيِّتِ»، ولفظ مسلم: «مَثَلُ الْبَيْتِ الَّذِي يُذْكَرُ اللهُ فِيهِ، وَالْبَيْتِ الَّذِي لَا يُذْكَرُ اللهُ فِيهِ، مَثَلُ الْحَيِّ وَالْمَيِّتِ».

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 6407]
المزيــد ...

અબૂ મૂસા રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ કહ્યું:
«તે વ્યક્તિનું ઉદાહરણ, જે પોતાના પાલનહારને યાદ કરે છે અને જે યાદ નથી કરતો, જીવિત અને મૃતક જેવું છે», અને મુસ્લિમની રિવાયતના શબ્દો: «તે ઘરનું ઉદાહરણ જેમાં અલ્લાહનો ઝિક્ર કરવામાં આવતો હોય અને તે ઘરનું ઉદાહરણ જેમાં અલ્લાહનો ઝિક્ર કરવામાં ન આવતો હોય, તે જીવિત અને મૃતક સમાન છે».

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 6407]

સમજુતી

આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અલ્લાહનો ઝિક્ર કરનાર અને અલ્લાહની યાદથી ગાફેલ રહેનાર વચ્ચેનો તફાવત જણાવ્યો છે, અને તેમના ફાયદા માટે સારા દેખાવના સંદર્ભમાં જીવંત અને મૃત વ્યક્તિ વચ્ચેના તફાવત જેવો છે, બસ જે વ્યક્તિ પોતાના પાલનહારને યાદ કરે છે, તેનું ઉદાહરણ એક જીવંત વ્યક્તિ જેવુ છે, જેનું જાહેર જીવનના પ્રકાશથી પ્રકાશિત હોય છે અને તેની અંદર જ્ઞાન પણ હોય છે, અને તેમાં તેના માટે ફાયદો જ છે, અને તે વ્યક્તિનું ઉદાહરણ જે અલ્લાહને યાદ નથી કરતો મૃત વ્યક્તિ જેવુ છે, જેનું જાહેર પણ નકામું છે, અને તેની અંદર પણ કઈ નથી અને તેમાં કોઈ ફાયદો નથી.
એવી જ રીતે તે ઘરને પણ જીવંત કહેવામાં આવે છે, જેમાં તેને રહેવાવાળા લોકો અલ્લાહને યાદ કરે છે, અને જો તેઓ આમ ન કરે, તો તે ઘર પણ મૃત વ્યક્તિ જેવુ છે; કારણકે તે ઘરવાળા અલ્લાહને યાદ કરવામાં અસફળ છે, અને આ શબ્દો જીવંત અને મૃત ઘર બાબતે વર્ણન કરવામાં આવ્યા છે, તે ઘરમાં રહેવવાળા લોકો માટે છે.

ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી મલ્યાલમ સ્વાહીલી થાય પૂશ્તો આસામી الأمهرية الهولندية النيبالية
ભાષાતર જુઓ

હદીષથી મળતા ફાયદા

  1. અલ્લાહને યાદ કરવા પર પ્રોત્સાહન અને તેનાથી ગાફેલ થવા પર ચેતવણી.
  2. આત્મા શરીરનું જીવન છે, એવી જ રીતે અલ્લાહનો ઝિક્ર કરવો આત્માનું જીવન છે.
  3. આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમનો તરીકો કે આપ અર્થ સમજાવવા માટે ક્યારેક ઉદાહરણો આપી સમજાવતા હતા.
  4. ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષમાં ઘરમાં અલ્લાહને યાદ કરવું જાઈઝ કરવામાં આવ્યું છે, અને ઘર અલ્લાહના ઝિક્રથી ખાલી ન રહેવું જોઈએ.
  5. ઈમામ નવવી રહિમહુલ્લાહએ કહ્યું: આ હદીષ દ્વારા જાણવા મળ્યું કે અલ્લાહના અનુસરણમાં પસાર થયેલી લાંબી ઉમર મહત્ત્વતા વાળી છે, ભલેને નેકી મૃતક વ્યક્તિ તરફ જાય; કારણકે જીવંત વ્યક્તિ તેની તરફ જ આગળ વધે છે, અને સત્કાર્યોના કારણે તેની ઉમર વધતી રહે છે.
વધુ