عَن أَبِي أُمَامَةَ قَالَ: حَدَّثَنِي عَمْرُو بْنُ عَبَسَةَ رضي الله عنه أَنَّهُ سَمِعَ النَّبِيَّ صَلَّى اللَّهُ عَلَيْهِ وَسَلَّمَ يَقُولُ:
«أَقْرَبُ مَا يَكُونُ الرَّبُّ مِنَ العَبْدِ فِي جَوْفِ اللَّيْلِ الآخِرِ، فَإِنْ اسْتَطَعْتَ أَنْ تَكُونَ مِمَّنْ يَذْكُرُ اللَّهَ فِي تِلْكَ السَّاعَةِ فَكُنْ».
[صحيح] - [رواه أبو داود والترمذي والنسائي] - [سنن الترمذي: 3579]
المزيــد ...
અબૂ ઉમામહ રઝી અલ્લાહુ અન્હુ રિવાયત કરે છે, તેઓએ કહ્યું: મને અમ્ર બિન અબસહ રઝી અલ્લાહુ અન્હુ જણાવ્યું કે તેમણે નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમને કહેતા સાંભળ્યા:
«અલ્લાહ તઆલા પોતાના બંદોઓની સૌથી નજીક રાતના છેલ્લા પહોરમાં હોય છે, જો શક્ય હોય તો તમે પણ તે લોકો જેવા થઈ જાઓ, જેઓ રાતના છેલ્લા પહોરે ઉઠી અલ્લાહનો ઝિક્ર કરે છે, તો તમે પણ તેમના જેવા બની જશો».
[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [આ હદીષને ઈમામ અબૂ દાવૂદ રહિમહુલ્લાહ અને ઈમામ તિર્મિઝિ રહિમહુલ્લાહ અને ઈમામ નસાઈ રહિમહુલ્લાહએ રિવાયત કરી છે] - [સુનન્ અત્ તિર્મિઝી - 3579]
આ હદીષમાં નબી સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ જણાવી રહ્યા છે: નિઃશંક પાલનહાર પોતાના બંદાઓથી સૌથી નજીક રાતના અંતિમ પહોરમાં હોય છે, જો તમને તૌફિક મળે અને શક્તિ હોય -હે મોમિન - તો તમે ઈબાદત કરનાર લોકો, નમાઝ પઢનાર, ઝિક્ર કરનાર અને તૌબા કરનારની સાથે થઈ જાઓ, આ એવી વસ્તુ છે, જેના માટે પ્રયત્ન અને મહેનત કરવી જોઈએ.