+ -

عَنْ أُمِّ عَطِيَّةَ رَضِيَ اللَّهُ عَنْهَا قَالَتْ:
نُهِينَا عَنِ اتِّبَاعِ الجَنَائِزِ، وَلَمْ يُعْزَمْ عَلَيْنَا.

[صحيح] - [متفق عليه] - [صحيح البخاري: 1278]
المزيــد ...

ઉમ્મે અતિય્યહ રઝી અલ્લાહુ અન્હા રિવાયત કરે છે તેઓએ કહ્યું:
અમને જનાઝા પાછળ જવાથી રોકવામાં આવ્યા હતા, પરંતુ આ પ્રતિબંધતા અમારા માટે અનિવાર્ય ન હતી.

[સહીહ (આ હદીષ સાચા દરજજાની છે)] - [મુત્તફકુન્ અલયહિ] - [સહીહુલ્ બુખારી - 1278]

સમજુતી

ઉમ્મે અતિય્યહ અન્સારીય્યહ રઝી અલ્લાહુ અન્હા વર્ણન કરે છે કે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અમને જનાઝા પાછળ ચાલવાથી રોક્યા છે; શક્યતા છે આ તેણીઓ માટે ફિતનામાં સપડાઈ જવાનું કારણ બનશે, તેણીઓનું સબરન કરવાના કારણે, ફરી સહાબીયા રઝી અલ્લાહુ અન્હાએ જણાવ્યું કે આ બાબતે આપ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમએ અન્ય બાબતોની જેમ સખતી નથી કરી.

હદીષથી મળતા ફાયદા

  1. સ્ત્રીઓને જનાઝા પાછળ જવાથી રોકવામાં આવી છે, આ સામાન્ય આદેશ છ, જે મૃતકનું અનુસરણ કરનાર પર લાગુ પડે છે, જ્યાં મૃતકને તૈયાર કરવામાં આવે છે અને તેના પર નમાઝ પઢવામાં આવે છે અને કબ્રસ્તાન જ્યાં તેને દફન કરવામાં આવે છે.
  2. પ્રતિબંધનું કારણ એ છે કે સ્ત્રીઓ આવા દુઃખદ દ્રશ્યો અને હૃદયસ્પર્શી પરિસ્થિતિઓ સહન કરી શકતી નથી., કદાચ તેઓ અસંતોષ અને અધીરાઈ બતાવશે જે જરૂરી ધીરજ વિરુદ્ધ છે.
  3. પ્રતિબંધ પાછળનો મૂળ સિદ્ધાંત એ છે કે તે હરામ છે, સિવાય કે ઉમ્મ અતિય્યહ રઝી અલ્લાહુ અન્હા, સંદર્ભમાંથી સમજી ગયા કે જનાઝા પાછળ જવા પર રોક નિશ્ચિત અને જરૂરી નથી, જોકે અન્ય હદીષો છે જે આ હદીસ કરતાં પણ વધારે જનાઝા બાબતે ગંભીરતા દર્શાવે છે.
ભાષાતર: અંગ્રેજી ઉર્દુ સ્પેનિશ ઇન્ડોનિષયન ઉઇગુર બંગાલી ફ્રેન્ચ તુર્કી રસિયન બોસ્નિયન સિન્હાલા હિન્દી ચાઈનીઝ ફારસી વિયેતનામીસ ટગાલોગ કુરદી હૌસા પુરતગાલી સ્વાહીલી થાય આસામી الأمهرية الدرية الرومانية المجرية الجورجية الخميرية الماراثية
ભાષાતર જુઓ